Abtak Media Google News

સરહદે સૈન્ય હંમેશા સાબદુ જ હોય છે ત્યારે ૨ દેશોના સૈનિકો વચ્ચે નાના છમકલા યુદ્ધ નોતરી ના શકે: ભારત અને ચીન માટે આર્થિક મોરચે હરીફાઈ

લદ્દાખમાં પેગોંગ તળાવ નજીક ભારતીય સેનાએ મહત્વના વિસ્તારો ઉપર પ્રભુત્વ હાંસલ કર્યું છે. અગાઉ ભારત અને ચીન સૈન્ય વચ્ચે નક્કી કરેલા બફર વિસ્તારમાં ઘુસણખોરીના આક્ષેપો  થયા હતા. ત્યારબાદ ચીને પોંગગોંગત્સો તળાવ કાંઠે દક્ષિણ ભાગમાં લડાકુ જેટ જે-૨૦ તૈનાત કરતા મામલો બિચક્યો હતો. જો કે, બન્ને દેશોના સંરક્ષણ તેમજ વિદેશ મંત્રીઓ દ્વારા આ મામલાને ઠંડો પાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. બન્ને દેશો આર્થિક મોરચે એકબીજાના હરિફ છે અને મહામારી વચ્ચે યુદ્ધ નોતરી શકાય તેવી સ્થિતિ પણ નથી. ઉપરાંત સામાન્ય રીતે સરહદે સૈનિકોની સંખ્યા વધારવા-ઘટાડવામાં આવતી જ હોય છે. જેથી એવું ક્યારેય માની ન લેવાય કે, યુદ્ધ થશે જ. સરહદની સુરક્ષા માટે કરવામાં આવતી ગતિવિધિથી યુદ્ધ થઈ શકે નહીં. બે દેશોના સૈનિકો વચ્ચે નાના છમકલા થતાં જ હોય છે.

દરમ્યાન ભારત અને ચીન વચ્ચેની સંધિ અને કરારો હોય વિશ્વને બાદ કરતાં બન્ને દેશો માટે અતિવાશ્યક અને વિકાસ માટે જરુરી હોવાનું સોમવારે વિદેશમંત્રી જયશંકરે દ્વિપક્ષીય ધોરણે કરારો સમજુતી અને સંઘીની જરૂરીયાત પર દ્રષ્ટિપાત કરતા જણાવ્યું હતું. પરસ્પરની સંતુલિત સંઘિઓને જરુરી ગણાવી હતી.

ભારત-અમેરિકા વ્યુહાત્મક ભાગીદારી પરિષદના શેશનમાં જયશંકરે જણાવ્યું હતું કે વિશ્વના અન્ય દેશોની જેમ ભારતને પણ ચીનના વિકાસથી વીકેફ અને અભાન રહેવું જોઇએ. સાથે સાથે તેમણે ઉમેર્યુ હતું કે અત્યારે ભારતનો વિકાસ પણ ભારત માટે વિકાસ ગાથા બની રહી છે.

ચીનના વિકાસ સંબંધીત પ્રશ્ર્નમાં ભારતને તેની અસર અને બન્ને દેશોના સંબંધો પર તેની શું અસર પડી શકે તેના ઉપર દ્રષ્ટિયાત કરવામાં આવ્યું હતું.

પૂર્વ લદાખમાં અત્યારે અત્યારે છેલ્લા ત્રણ ચાર મહિમુઓથી, ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી સંઘર્ષની સ્થિતિમાં બન્ને દેશો વચ્ચે વ્યાપાર અને રોકાણના સંબંધો પર કેવી અસર પડી શકે છે તેવી પરિસ્થિતિ વચ્ચે વિદેશ મંત્રીના આ નિવેદનથી સમસ્યાઓ  વાટાઘાટથી ઉકેલાય તેવો નિર્દેશ અપાયો છે. ખરેખર, વિશ્વના અન્ય દેશોની જેમ જ અમે પણ ચીનના વિકાસ પ્રત્યે ખુબ જ સભાન છીએ આપણે ચીનના ખુબ જ નિકટ વતી પાડોશી છીએ તેથી પાડોશી તરીકે તેના વિકાસની આપણી પર શું અસર પડી શકે તે જોવુ આપણી માટે જરુરી છે. મે મારા પુસ્તક પોટેનિશિયલ ગ્લોબલ પાવરમાં આ અંગે લખ્યું છે. આ પુસ્તક ટુંક સમયમાં જ પ્રસિઘ્ધ થશે ધ ઇન્ડિયા વે વિશ્વની અનિશ્ર્ચિતતાના પુસ્તક ટુંકમાં પ્રસિઘ્ધ થશે.

જયશંકર આર્થિક ઉન્નતિ માટે આત્મ નિર્ભર ભારત અને પ્રાદેશિક વિકાસથી અર્થતંત્રને વેગવાને બનાવવા પર પ્રકાશ ફેંકયો હતો. ભારતનો વિકાસ સમગ્ર પ્રદેશ માટે ફળદાયી છે. દેશ માટે પાડોશીઓ પાડોશી દેશોમાં રોકાણ અને પરસ્પર જોડતી પરિયોજનાઓ જરુરી છે. અત્યારે આપણે તે સારી રીતે કરી રહ્યા છીએ, જયશંકરે જણાવ્યું હતું કે ભારત અત્યારે છેલ્લા પાંચ વરસથી નજીકના પાડોશીઓને વિદ્યુતની નિકાસ  કરી રહ્યું છે. સાથે સાથે અનેક દેશોને ઉર્જા પ્રદાન કરી રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે ભારત જળ માર્ગ, બંદર રેલવે નેટવર્ક અને અનેક પરિયોજનાઓનો દેશમાં વિકાસ કરી રહ્યો છે. અહિં પ્રાદેશિક ધોરણે અઢળક રોકાણ થઇ રહ્યું છે. જે ભારત પોતાની કોઠા સુઝથી પ્રાદેશિક વિકાસમાં પોતાનું વધુમાં વધુ યોગદાન આપીને પ્રદેશના આંતરીક જોડાણનું કામ કરી રહ્યું છે. પરંતુ પ્રવૃતિ બહાર ફેલાય તે પણ જરુરી છે. ભારતની નજર આત્મ નિરભરતા પર છે. ઉત્પાદન પર થતાં ખર્ચ અને તેની ક્ષમતા વધારવા પર જ વિદેશી રોકાણ મેળવવાની તકો વધારે છે.

અમે એ વાતમાં જ વધુ રસ ધરાવીએ છીએ કે વિશ્ર્વની વેપાર શૃખેલા ભારતમાંથી પસાર થાય અને ભારતના ઉત્પાદન નો વધુમાં વધુ ઉપયોગ થાય. જયશંકરે જણાવ્યું હતું કે આર્થિક વિશ્વમાં ભારતની ક્ષમતા વધે ભારતની વિશ્વ પ્રતિભાનો વિશ્વ ઉપયોગ કરે ભારતને વધુમાં વધુ તકો મળે તેમણે જણાવ્યું હતું કે ઇમીગ્રેશન અને પરસ્પર નાગરીકની સમૃઘ્ધિ બન્ને બાજુ સરખો વિકાસ કરે તે તમામ માટે ફળદાયી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.