Abtak Media Google News

સીર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, સારી કોશીષ હૈ કી યે સુરત બદલની ચાહિયે, મેરે સીનેમે નહીં તો તેરે સીનેમે સહી, હો કહીં ભી આગ લેકીન આગ જલની ચાહિએ

કારગીલ યુદ્ધમાં ૧૨ જવાનો શહિદ થયા તેમની વીરગાથાને કલમની શાહીથી લખવાની કોશીષ સાથે માજી સૈનિક મંડળ અબતકના આંગણે

કારગીલ યુધ્ધમાં શહિદ થયેલા ગુજરાતીઓની ગાથા વર્ણવતું પુસ્તક ભારતીય નૌસેનાના સેવાનિવૃત ઓફીસર મનન ભટ્ટ દ્વારા લખાયું છે. જેનો વિમોચન સમારોહ રવિવારે સવારે ૯.૩૦ કલાકે અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં યોજાનાર છે. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પ.પૂ.સ્વામીજી પરમાત્માનંદજી સરસ્વતીજી આર્ષ વિદ્યામંદિર મુંજકા અતિથિવિશેષ સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા, કેબીનેટ મીનીસ્ટર જયેશભાઈ રાદડીયા હાજરી આપશે. કારગીલ શહીદ ૧૨ ગુજરાતી જવાનોનાં પરિવારજનો કાર્યક્રમમાં અતિથિ વિશેષ છે.માજી સૈનિકો દ્વારા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવશે. કારગીલ યુધ્ધમાં ભાગ લીધેલા અને પુસ્તકમાં ઉલ્લેખનીય ગુજરાતી જવાન અને જેસીઓ પણ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને તેમનું પણ સન્માન કરાશે. શહીદોના સન્માનમાં સમગ્ર ગુજરાતમાંથી ૧૦૦૦થી વધુ માજી સૈનિકો તેમના સૈન્ય મેડલ પહેરીને કાર્યક્રમમાં હાજરી આપશે.

Advertisement

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જગતસિહ જાડેજા અમરશીભાઈ હાલપરા ડી.ડી. ઠુમ્મર, કૌશિક પીપળવા, ધર્મેન્દ્રસિંહ વાળા, અશ્વીનભાઈ ગજજર, મનસુખ નસીત, ભાવેશ હીરપરા અને રમેશભાઈ આદ્રોજા અને સૂર્યોદય મંડળના સર્વે સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

પુસ્તકનું પાનુ નં. ૮૮ ખોલશો તો તમને અમર શહીદ મુકેશ રાઠોડની જાબાઝીનો પુરાવો મળશે અને નાપાક દુશ્મનની ગદ્દારી ચોકાવી દેશે.

અમર શહીદ મુકેશ રાઠોડ ૧૨ મહાર પલટનની જાન હતા એ જાંબાઝ જવાનની પલટનને દુશ્મન પર આક્રમણ કરવા જવાનું હતુ તેની આગલી રાતે મુકેશે તેની પર્સનલ ડાયરી તેમના સાથી મહેબુબ પટેલને આપી અને કહે જો હું પાછો ન ફ‚ તો આ મારી પત્નીને આપજો અને તેને કહેજો કે મારા આવનારા બાળકનું નામ પણ મુકેશ રાખે ફરી પાછો હસીને કહે હું પરમવીર ચક્ર જીતીને જ પાછો આવીશ.

કાળીડીંબાગ રાતના અંધારામાં કારગીલના એ ભયાવહ પર્વત પર ચઢાઈ કરતા અને દુશ્મનના જીવલેણ ગોળીબારનો સામનો કરતા દુશ્મનની ગોળીઓ વડે વીધાઈને મુકેશ ખાઈમાં પડયા અને શહીદ થયા ગદાર દુશ્મન કેમે કરીને આપણને તેમના પાર્થિવ શરીર સુધી પહોચવા દેતો નહોતો. અંતે એ વીરની શહાદતના એક મહિના બાદ આપણે શહીદના પાર્થિવ શરીરને પાછુ લાવીને તેમના પરિવારજનોને જાણ કરી મોરચા પરથી નીચે લાવીને યુધ્ધ ક્ષેત્રે જ અંતિમ સંસ્કાર કર્યા.મિત્રો મુકેશ રાઠોડ વીરગતિને પામ્યા ત્યારે તેમના પત્ની રાજશ્રીબેનને પાંચ મહિનનો ગર્ભ હતો. આપણા અમર શહીદોના બલીદાન વિષે આવું કટુ સત્ય લખવા પાછળનો મારો એક જ ઉદેશ્ય છે. કે આપણે દુશ્મનની હરકતોને ભૂલી જવી ન જોઈએ ન તો આપણે શહીદોના બલીદાનોને ભૂલવા જોઈએ ગરીમાપૂર્ણ સમારોહને સફળ બનાવવા નેવી ઓફીસર મનન ભટ્ટ, જગતસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ વાળાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.