Abtak Media Google News

આમ તો રાજ્ય કરતા અમરેલી જિલ્લામાં ઓછી ઠંડી હોઈ છે પરંતુ પાછલા પાંચેક દિવસ થી ઠંડીનું પ્રમાણ ખુબજ વધ્યું છે અને વહેલી સવારે અને રાત્રે લોકો કામ વગર ઘરની બહાર પણ નીકળવાનું ટાળે છેકાતીલ ઠંડીમાં લોકોતો ગરમ વસ્ત્રો પહેરીને પોતાનું રક્ષણ કરે છે ત્યારે મુંગા અબોલ પશુઓ ઠંડીમાં જાયે તો કહા જાયે આવીજ રીતે વડીયામાં ગાયોનું ટોળું તાપના નો સહારો લઇ ઠંડી થી બચવા પ્રયાસો કરી રહયાના દ્રષ્યો નજરે પડયા છે સતત દિવસ ભર બર્ફીલો પવન ફૂંકાતા મુંગા પશુઓને પણ ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે દર વર્ષ કરતા આ વર્ષે વડીયા પંથકમાં ઠંડી અને કાતિલ પવનનો જોર આવખતે વધારે પ્રમાણમાં છે તેવું વૃદ્ધ લોકો જણાવી રહયા છે અમુક મોટી ઉંમરના લોકો તેવું જણાવે છે કે દર શિયાળાની ઋતુમાં બે ત્રણ દિવસ વાયુ પવનનું જોર રહે છે પરંતુ આવખતે શિયાળામાં વધુ પડતું વાયુ પવન ફૂંકાય છે તેવું જાણકારોનું કહેવું છે જોકે વધુપડતા પવન અને ઠંડીના જોરને કારણે શરદી તાવ ઉધરસ પેટના દુખાવા સ્વાશ જેવા રોગોના દર્દીઓનો વધારે પ્રમાણમાં દવાખાનાઓમાં જોવા મળે છે

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.