Abtak Media Google News

રોકડ, મોબાઈલ મળી રૂ૯૫ હજારના મુદામાલ સાથે ૨૩ ઝડપાયા: બે ફરાર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના થાનમાં સ્ટેટ મોનીટરીંગ સેલે જુગારધામ પર દરોડો પાડી જુગટુ રમતા ૨૩ શખ્સોને રૂ.૯૫ હજારના મુદામાલ સાથે ઝડપી લીધા છે. જયારે બે શખ્સો ભાગી જતા તેની શોધખોળ હાથધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા તાબેના થાનમાં ખોડિયાર હોટલ પાસે આવેલા નાગરાજ ટ્રાન્સપોર્ટમાં ભીમજી પુંજા વાણીયા નામનો શખ્સ જુગારધામ ચલાવી રહ્યાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ કે.એન. લાઠીયાને મળતા સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી સ્ટાફ સાથે જુગારધામ પર દરોડો પાડી જુગાર રમતા ભીમજી પુંજા વાણીયા, વાસુદેવભાઈ જોષી, ભીમજી વિશાલભાઈ અને પ્રવિણ રામજી મકવાણા સહિત ૨૩ શખ્સોને ઝડપી પટમાંથી ૬૪,૧૭૦ રોકડ, ૩૧ હજારની કિંમતના ૨૫ મોબાઈલ મળી રૂ.૯૫,૧૭૦નો મુદામાલ જપ્ત કર્યો છે. જયારે દરોડા દરમિયાન બે શખ્સ ભાગી જતા તેની શોધખોળ હાથધરી છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.