Abtak Media Google News

રેલવે પાટા નીચેની લાઈનની મરામત કામગીરીને  કારણે  લોકો પાણી વિહોણા રહ્યા

જામનગર મા આવાસ કોલોની રોડ રેલવે પાટા નીચેની પાઈપ લાઈનની મરામત માટે બે દિવસના માટે પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી  પરંતુ આજે પાંચમાં દિવસે પણ મરામત કામગીરી ચાલી રહી છે અને રહેવાસીઓ પાંચ દિવસથી પાણી વિહોણા છે. પાંચ દિવસથી પાણી માટે વલખા મારતા રહેવાસીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને મહાનગર પાલિકાના વોટર વર્કસ વિભાગ સામે નારાજગી વ્યકત કરી રહ્યા છે.

Advertisement

જામનગરના વોર્ડ નંબર સાતમાં પંડિત દીન દયાળ આવાસ કોલોની રોડ, ઓવરબ્રીજ પાસે રેલવે પાટા નીચેથી પસાર થતી પાણીની પાઈપ લાઈન લીકેજ હોવાથી તેને બદલવાની કામગીરી શરૃ કરવામાં આવી હતી. આથી તા. 1 અને ર સપ્ટેમ્બર એમ બે દિવસ પાણી વિતરણ સમર્પણ  ઈએસઆરના ’ એ ’ ઝોનમાં બંધ રાખવામાં આવ્યું હતું. આ માટે અખબારી યાદી મારફત જાણ પણ કરવામાં આવી હતી. પરંતુ બે દિવસના બદલે આજે પાંચમાં દિવસે પણ પાણી વિતરણ બંધ રહેતા સ્થાનિક રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સ્થાનિક રહેવાસીઓ જણાવ્યા મુજબ તપાસ કરતા રેલવે પાટા પાસે માત્ર બે કારીગરો કામ કરતા હતા .ત્યારે સવાલ એ  થાય છે કે આ સંઘ દ્વારકા કેમ પહોંચશે ? અને આજના વર્તમાન જેટ યુગમાં પણ મરામત માટે પાંચ દિવસ સુધી પાણી વિતરણ બંધ રહે ખરૂ ? આમ મહાનગરપાલિકા ની કામગીરી  અને ઇજનેરી કૌશલય અંગે  અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

તો જામનગર મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખા નાં  અધિકારી નરેશ પટેલ ના જણાવ્યા મુજબ રેલવે પાટા નીચે થી પાણીની પાઈપ લાઈન પસાર થતી હોવા થી કામમાં વિલંબ થયો છે. રેલવે ના પાટા ને નુકસાન ન થાય તે રીતે સાવચેતી પૂર્વક કામ કરવું પડી રહ્યું છે. પરિણામે થોડો વધુ સમય થયો છે.

હવે માત્ર વેલ્ડીંગ કામ બાકી હોય આજે સાંજ સુધીમાં કામ પૂર્ણ તથા પછી મોડી સાંજ થી અથવા તો રાત્રી થી જ પાણી વિતરણ શરૂ કરી દેવામાં આવશે.w

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.