Abtak Media Google News

વડોદરામાં ગરીબ, મઘ્યમ વર્ગના પ્રશ્ને કોંગ્રેસનું કલેકટરને આવેદન

પાણી વેરો, મિલ્કત વેરો, વીજ બીલ તથા શાળા કોલેજોની ફી માફ કરવાની માંગ સાથે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસે માંગ કરી મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગરભાઇ બ્રહ્મભટ્ટ (કોકો), વડોદરા મહાનગર સેવાસદનના વિપક્ષી નેતા ચંદ્રકાન્તભાઇ વાસ્તવ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રવકતા અમિત ઘોટીકર, કોંગ્રેસ અગ્રણી અમર ડોમસે, શહેર મહામંત્રી હર્ષલ અકોલકર, શહેર મહામંત્રી વિક્રમ શાહ, વડોદરા જિલ્લા સંગઠન મહામંત્રી હિતેશ દેસાઇ, શહેર મહામંત્રી જીતેન્દ્ર સોલંકી સહીત કાર્યકરોના પ્રતિનિધિ મંડળે રાજ્ય પ્રધાનમંત્રીને વડોદરા જિલ્લા કલેકટર થકી આવેદન પત્ર આપી રજૂઆત કરી છે કે, છેલ્લાં ત્રણ મહિનાથી સમગ્ર વિશ્ર્વમાં કોવિડ ૧૯મીની મહામારીનો પ્રકોપ ફેલાયો છે. ભારતમાં અને વિશેષ ગુજરાતમાં પણ આ મહામારી વ્યાપક બની છે. મહામારીને પગલે સરકાર દ્વારા છેલ્લા ૫૫ દિવસથી લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે. સમગ્ર ધંધા ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ છે. ગરીબ અને મધ્યમવર્ગ માટે આજીવિકા બંધ થઇ ગઇ હોવાને કારણે આટલો લાંબો સમય નિર્વાહ કરવાનું કપરૂ બન્યુ છે. પ્રજા જનો પાસે જે કંઇપણ આછી પાતળી બચત થતી તે પણ ખર્ચાઇ ગઇ છે.

આ સંજોગોમાં ગરીબ અને મધ્યવર્ગના સામાન્ય પ્રજાજનોની હાલત અત્યંત કફોડી બની છે. આવા સંજોગોમાં પ્રજાજનોને શકય તમામ રીતે અને મહતમ સહાય કરવી તે આપણાં સૌની ફરજ છે. વિશેષમાં સરકાર અને વહીવટી તંત્રની આ બંધારણીય ફરજ પણ છે. હંમેશા પ્રજાજનોને પડખે રહેવાની અને પ્રજાજનોની સહાય‚પ થવાની તેમજ પ્રજાના પ્રશ્ર્નોને વાચા આપવાની અને યોગ્ય રજૂઆત કરવાની કોંગ્રેસ પક્ષની નીતિ રહી છે.

માર્ચ ૨૦૨૦થી જૂન, ૨૦૨૦ સુધીના તમામ લોકોના વીજળી બિલ માફ કરવામાં આવે ગરીબ અને મધ્યમવર્ગના તમામ પરિવારોના રહેઠાણ, પાણી વેરા અને મિલ્કત વેરામાફ કરવામાં આવે, તેમજ નાના વેપારીઓના ધંધાના સ્થળના વેરા માફ કરવામાં આવે.

ખાનગી શાળાની આગામી શૈક્ષણિક વર્ષની પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે અથવા સરકાર આવી ફીની રકમની સહાય પૂરી પાડવામાં આવે. લાંબા લોકડાઉન ના વર્તમાન કપરાં સંજોગોમાં કૃષિ ધિરાણીની મુદ્દલ અને વ્યાજ ભરવા માટે ખેડૂતો પાસે રોકડ રકમની સગવડ નથી ત્યારે સરકાર ધિરાણ પરત કરવાની મુદ્દતમાં વધારો કરવાની સાથે ઓટો રિન્યુઅલ અમલમાં મુકે અને વયજ માફ કરે તેવી માંગ છે. વર્તમાન કપરાં સંજોગોમાં જ‚રિયામંદ સૌ લોકોને સહાય પૂરી પાડવા સરકારી યોજનાઓમાં માનવીય અભિગમ દાખવી સૌને આવી સહાય પૂરી પાડવામાં આવે તેવી વડોદરા શહેર કોંગ્રેસે માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.