Abtak Media Google News

ભારતમાં કુલ વરસાદના ૭૦ ટકા પાણી જે ગટરોમાં અને રસ્તાઓમાં વહી જાય છે તેને જમીનમાં ઉતારવું જરૂરી

૨૨ માર્ચ એટલે વર્લ્ડ વોટર ડે આ દિવસે અનેકવિધ લોકો દ્વારા પાણીના બચાવને લઈ અપીલ કરવામાં આવતી હોય છે કે, પાણીનું જો એક એક ટીપુ બચાવીશું તો આગામી દિવસોમાં પાણીને લઈ જે સમસ્યા ઉદ્ભવીત થવાની ભીતિ સેવાઈ રહી છે તે નહીં થાય. તેના માટે નીલ અને વ્રીતીકા રાજાણી દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટીંગને લઈ અનેકવિધ માહિતીઓ તેમને તેમના સોશીયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી આપી રહ્યાં છે.

ત્યારે તેમનું માનવું છે કે, જો વોટર સેવીંગ પ્રોજેકટને અમલી બનાવવામાં આવે તો પાણીની જે કથળતી સમસ્યા છે તેને નિવારી શકાય. જેમ જેમ વસ્તી વધશે તેમ તેમ પાણીનો વપરાશ પણ વધતો જશે તે વાત બિલકુલ સાચી છે. પહેલાના સમયમાં માણસોનું એવરેજ આયુષ્ય ખુબ વધુ ન હતું. મેડિકલ સાયન્સને હિસાબે હાલ એવરેજ લાઈફ લોકોની વધી છે જેથી પાણીનો પણ વપરાશ વધશે તે વાત પણ નકકર અને સચ્ચોટ છે.World Water Day

પણ વરસાદ વધે તે જ‚રી નથી માટે વરસાદનું પાણી, ડેમનું પાણી લોકોએ ફરજીયાતપણે બચાવવું પડશે. જો પાણીને લઈ તેમને કોઈ સમસ્યા આવનારા સમયમાં ઉદ્ભવીત થવા દેવી ન હોય તો. કારણ કે આવનારો સમય પાણી માટે ખૂબજ મુશ્કેલ બનશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બહુ વિકટ મુશ્કેલી ઉભી થશે અને વાત કરવામાં આવે તો રાજકોટ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં એવી કોઈ મોટી નદી નથી કે જયાં બારેમાસ પાણી ઉપલબ્ધ હોય.

વોટર શેવિંગ પ્રોજેકટ બાથ‚મના વોશ બેસીંનના પાણીમાંથી ટોયલેટ સીંકમાં ઉમેરી પાણીનો કેમ બચાવ કરવો, વરસાદની સીઝનમાં વરસાદના વહી જતાં પાણીનો કેમ બચાવ કરવો, પુરના સમયે ભરાયેલા પાણીને કેવી રીતે કુંવામાં વાળવું, ડેમ ઓવરફલો થાય તે વેસ્ટેજ પાણીને કેવી રીતે બચાવવું, મકાન-ફેકટીના રૂફ પર પડતું વરસાદી પાણી કેવી રીતે બોરવેલમાં ઉતારવું તેના વિશેનો આ વોટર સેવીંગ પ્રોજેકટ બનાવવામાં આવ્યો છે.

નીલ અને વ્રીતીકા રાજાણીએ જણાવતા કહ્યું કે, તેમનું સપનું છે કે આપણા દેશના એક-એક મકાન, બિલ્ડીંગ, ફેકટરી પછી તે નાની હોય કે મોટી બધા પર રેઈન વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ હોવી જોઈએ. જેનાથી કદી પીવાના કે વાપરવાના પાણીની સમસ્યા ઉદભવીત ન થાય.

રાજકોટની કુલ વસ્તી આશરે ૧૫ લાખ જેથી રાજકોટ મેગા સિટી હોવાથી તેની મેગા સિટી ડ્રેનેસ વોટર સીસ્ટમ પણ રહેલી છે. પ્રતિ દિવસ એક વ્યક્તિ દીઠ કુલ ૧૫૦ લીટર પાણીનો વપરાશ થતો હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે જો વરસાદ ખૂબ સારો થાય એટલે કે આશરે ૪૦ ઈંચ જેટલો હોય તો જ આજી અને ન્યારી ડેમ કે જે રાજકોટના પ્રમુખ પાણીના સ્ત્રોત છે તો તે પુરતા પ્રમાણમાં ભરાઈને પાણીની અછત સહેજ પણ ન સર્જાય.

મુખ્યત્વે રાજકોટના રોડ-રસ્તા ઉપરાંત મોટાભાગની જમીન સીમેન્ટ અને બ્લોકથી ઢંકાયેલી છે જેથી જમીનના સ્તર સુધી પાણી જે રોડ-રસ્તા પર વહી જાય છે તે ઉતરી નથી શકતું. એટલે કે ખુલ્લી જમીનના અભાવે વરસાદના પાણીનો સંગ્રહનો ચાન્સ ખુબજ ઓછો રહેલો છે. ભૂગર્ભ જળના સંગ્રહની યોગ્ય વ્યવસ્થાપનના અભાવે મોટાભાગનું પાણી વહી જાય છે અને પાણીનો સંગ્રહ થતો નથી. ત્યારે લોક જાગૃતિના અભાવે મકાનો ખૂબજ વિશાળ પ્રમાણમાં બંધાઈ રહ્યાં છે પણ વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા ખૂબજ ઓછી છે ત્યારે ખરેખર મકાનનો પ્લાન્ટ એવો હોવો જોઈએ જેથી પાણીનો સંગ્રહ થઈ શકે.

હાલ કોર્પોરેશન દ્વારા રાજકોટના રહેવાસીઓને જે પાણી પહોંચતુ કરવામાં આવે તે સૌની યોજના મારફત કરવામાં આવી રહ્યું છે. એટલે કયાંકને કયાંક રાજકોટ મહાનગરપાલિકાને સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી ડેમ સુધી લાવવા બાદ મેન પાવર, ઈલેકટ્રીસીટી અને વિતરણ વ્યવસ્થાનો ખર્ચ અલગથી લાગતો હોય છે જે સરવાળે રાજકોટ મહાનગરપાલિકા માટે ફાયનાન્સીયલ લોસ માનવામાં આવે છે. જેથી આર્થિક નુકશાનથી બચવા આરએમસી દ્વારા પાણીનો સંગ્રહ થાય તે ખૂબ જરૂરી છે.

નીલ અને વ્રીતીકા રાજાણી દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટીંગની વિગત તેઓએ તેમના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ગુગલ ઉપર મુકેલી છે. જે લોકોને રેઈન વોટર હાર્વેસ્ટીંગને લઈ કોઈ માહિતી જોતી હોય તો તે પેઈઝ પરથી પ્રોજેકટ પ્રીન્ટ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.