Abtak Media Google News

ગોંડલ,જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણામાં પીવાના પાણીની સમીક્ષા કરતા મ્યુનિ. ફાય. બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે દુષ્કાળગ્રસ્ત વર્ષને લઈને સૌરાષ્ટ્રના ઘણાં ડેમો તળીયા ઝાટક થવાના સંકેતો આપી રહ્યાં છે.ત્યારે રાજ્યની રૂપાણી સરકારે પાણી માટે પોતાના અધિકારીઓ અને પદાધિકારીઓને દોડતા કર્યા
છે.

Advertisement

વાત કરીએ સૌરાષ્ટ્રમાં ઉદ્દભવેલ પાણીની કટોકટીની તો સૌરાષ્ટ્રમાં સૌથી મોટા ભાદર ડેમમાં હાલતમાં  તળીયું દેખાઈ જવાની સાથે ૫%જેટલું જ પાણી રહ્યું છે.તો બીજી તરફ રાજકોટ જિલ્લામાં ધોરાજી અને જામકંડોરણા પંથકમાં પીવાનું પાણી પુરૂ પાડતાં ભાદર-૨ અને ફોફર ડેમમાં પણ ૭% થી ૮% પાણીનો જથ્થો બચવા પામ્યો છે.Videocapture 20190504 083120જેમને લઈને મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડારી અને અધિકારીઓ ગોંડલ,જેતપુર, ધોરાજી,ઉપલેટા નગરપાલિકા ખાતે દોડી ગયાં હતાં. આ સાથે જ તેમણે ગોંડલ,જેતપુર, ધોરાજી,ઉપલેટા અને જામકંડોરણા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને પીવાનું પાણી પુરૂ પાડતાં રાજકોટના ભાદર અને ભાદર-૨ ડેમ તેમજ જામકંડોરણા અને તાલુકાના ગામોને પીવાનું પાણી પુરૂ પાડતાં ફોફળ ડેમના પાણીની સમીક્ષા બેઠક યોજી હતી.

જેમાં ધોરાજી અને જામકંડોરણા વિસ્તારમાં બંને ડેમોમાં જૂન-અને જૂલાઈ માસ સુધી લોકોને પીવાના પાણીનો જથ્થો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. તેમ છતાં આગામી દિવસોમાં વરસાદ ખેંચાશે તો આ વિસ્તારને નર્મદા પાઈપલાઈન આધારિત પાણી આપવાનું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

જ્યારે ધોરાજી નગરપાલિકાની ઓચિંતી મુલાકાતે આવેલ ભંડેરીએ પણ સૌરાષ્ટ્રના પાણી પ્રશ્ને વિજયભાઈ રૂપાણીની સરકાર ચિંતીત હોવાનું જણાવીને સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજીને લોકોના પીવાના પાણી પ્રશ્ર્ને બેઠકો યોજવામાં આવશે તેવું જણાવ્યું હતું….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.