Abtak Media Google News

આંતરક્ષેત્રીય જળ પરિવહન માટે સરકારની કામગીરી વેગવાન બની   બ્રહ્મપુત્રા નદી પર ટ્રાન્સપોર્ટેશન શરૂ

માર્ગ અને રેલ તેમજ હવાઈ માર્ગના માધ્યમથી પરિવહન બાદ હવે જળમાર્ગે પરિવહન વિકસાવવા સરકારે તૈયારી કરી છે. વિશાળ દરિયાકાંઠાનો લાભ ઉઠાવવાની સાથે સાથે આંતર ક્ષેત્રીય એટલે કે નદીઓના માધ્યમથી પરિવહનની આશા પ્રબળ બની છે. ગઈકાલે માર્ગ અને પરિવહન મંત્રીએ બ્રહ્મપુત્રા નદી પર પાંડુ-ધુબરી વચ્ચે કાર્ગો ફેરી શરૂ કરી છે.

આ નદી પર પાંચ બ્રિજ બાંધીને માર્ગ પરિવહન પણ સરળ બને તેની શકયતા છે. નદીઓ પર નાના પોર્ટ વિકસાવીને માલ-સામાન તેમજ મુસાફરોની હેરાફેરી કરવા માટે સરકાર યોજનાઓ શ‚ કરે છે. તાજેતરમાં જ નેશનલ વોટર વે-ટુ ખુલ્લો મુકવામાં આવ્યો છે. આસામ-બંગાળની બોર્ડર પર નિતીન ગડકરીએ પાંડુથી ધુબરી વચ્ચે ટ્રાન્સપોર્ટેશન સેવા શરૂ કરવામાં આવી છે. બ્રહ્મપુત્રા ઉપર પરિવહન વિકસાવવા માટે સરકારે ૨૩૩ કરોડની ફાળવણી કરી છે.

માર્ગ પરિવહનના વિકાસ માટે કેન્દ્ર સરકારે વિવિધ રાજયોમાં ઉચ્ચકક્ષાના નિષ્ણાંતોની સમીતી રચવાનો નિર્ણય લીધો છે. વર્ષ ૧૯૮૮માં નેશનલ વોટર વેની જાહેરાત થઈ હતી. જયાં બ્રહ્મપુત્રા નદી પરના ૮૯૧ કિ.મી. લાંબા જળ માર્ગ પર પરિવહન કરવા માટે સરકાર વર્ષોથી કામગીરી કરી રહી છે. આ જ રીતે અન્ય રાજયોમાં પણ નદી પર પરિવહન કરવા સરકારે યોજનાઓ શરૂ કરી છે.

ઘોઘા-દહેજ વચ્ચે ફેબ્રુઆરીથી કાર્ગો ટ્રાન્સપોર્ટ

ફેબ્રુઆરી મહિનામાં ઘોઘા-દહેજ વચ્ચે કાર્ગો ટ્રાન્સપોર્ટ માટેનો તખ્તો તૈયાર થઈ ગયો છે. આગામી જાન્યુઆરી મહિનામાં કાર્ગો ટ્રાન્સપોર્ટ માટેની વ્યવસ્થા ગોઠવાઈ જશે. ટ્રાન્સપોર્ટેશન માટેનું વાહન ૭૦ ટ્રક તેમજ ૨૫ થી ૩૦ કાર લઈ જવા સમર્થ રહેશે. ઘોઘાથી દહેજ વચ્ચેની આ રો-રો ફેરી મહત્વની બની જશે. સરકારે ઘોઘાથી દહેજ રો-રો ફેરી માટે કરોડો રૂપિયા ફાળવાયા છે. આ ફેરી હેઠળ સૌરાષ્ટ્રથી સાઉથ ગુજરાત વચ્ચેનું અંતર માત્ર ૩૨ કિ.મી.નું થવા જઈ રહ્યું છે. આ રો-રો ફેરીનો પ્રથમ તબકકો ઘણા સમયથી ચાલુ છે

રાજુલા-હજીરા વચ્ચે રો-રો ફેરીનો પ્રયોગ

રાજુલા નજીકના વિકટર બંદરથી સુરતના હજીરા વચ્ચે પેસેન્જર રો-રો સર્વિસ પ્રારંભીક ધોરણે ફેબ્રુઆરીમાં શ‚ થવા જઈ રહી છે. આ પ્રોજેકટને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ઘોઘા-દહેજ વચ્ચેની રો-રો ફેરીની જેમ જ રાજુલાથી હજીરા વચ્ચેની રો-રો ફેરી લોકોનો સમય અને ઈંધણ બચાવશે. આ ફેરી પ્રારંભીક ધોરણે મુસાફરો માટે શરૂ કરવામાં આવશે. ત્યારબાદ કાર્ગો સર્વિસ પણ શ‚ કરવામાં આવે તેવી શકયતા છે. વિકટર બંદરથી હજીરા વચ્ચેનું અંતર રો-રો ફેરીના કારણે અત્યંત ઘટી જશે જેનાથી સમય અને નાણાનો વ્યય અટકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.