Abtak Media Google News

ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો કાયમ કરવા માટે પીજીવીસીએલ મેનેજમેન્ટ દ્વારા ડીપાર્ટમેન્ટલ તેમજ કોન્ટ્રાકટરની

પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરોની રાહબરી અને સીધી દેખરેખ હેઠળ અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ અપાયેલ સૌરાષ્ટ્ર-કચ્છના જીલ્લાઓમાં વીજ પુરવઠાના પુન:સ્થાપન માટે પીજીવીસીએલની ટીમો સુસજ્જ રાખવામાં આવી છે.

રાજકોટ જીલ્લામાં ડીપાર્ટમેન્ટલ કુલ 57 ટીમો 192 કર્મચારીઓ સાથે તેમજ કોન્ટ્રાકટરની કુલ 75 ટીમો 399 સભ્યો સાથે, મોરબી જીલ્લામાં ડીપાર્ટમેન્ટલ કુલ 22 ટીમો 70 કર્મચારીઓ સાથે તેમજ કોન્ટ્રાકટરની કુલ 41 ટીમો 251 સભ્યો સાથે, જામનગર જીલ્લામાં ડીપાર્ટમેન્ટલ કુલ 39 ટીમો 165 કર્મચારીઓ સાથે તેમજ કોન્ટ્રાકટરની કુલ 60 ટીમો 253 સભ્યો સાથે જયારે કચ્છ જિલામાં ડીપાર્ટમેન્ટલ કુલ 37 ટીમો 135 કર્મચારીઓ સાથે તેમજ કોન્ટ્રાકટરની કુલ 36 ટીમો 179 સભ્યો સાથે ફિલ્ડમાં જરૂરિયાત મુજબના વાહનો સાથે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠાને લગતી ફરિયાદો નિવારવા માટે તેના ક્ધઝ્યુમર કોલ સેન્ટર તેમજ સબ ડીવીઝન કચેરીઓ ખાતે આવેલ ફોલ્ટ સેન્ટર પૂરતા સ્ટાફ સાથે 24 કલાક ચાલુ રાખવામાં આવ્યા છે અને અધિકારીઓ દ્વારા તેનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

ટીમો ફિલ્ડમાં જરૂરિયાત મુજબના વાહનો સાથે સ્ટેન્ડ ટુ: ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત ફિલ્ડમાં જઈ સ્થિતિનું મોનીટરીંગ

કંપનીના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર પ્રીતિ શર્મા  પણ વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઇ ફિલ્ડમાં રહેલ અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચના આપી રહ્યા છે. આજ રોજ મુખ્ય ઈજનેર (ટેક) જે.જે.ગાંધી ભુજ, અંજાર ખાતે હાજર રહી વીજ પુરવઠાના પુન:સ્થાપન માટે જરૂરી સુચનો અને માર્ગદર્શન આપી રહ્યા છે તેમજ સમ્પૂર્ણ સલામતી સાથે કામગીરી કરવાની સૂચનાઓ આપેલ છે. તેમજ દરેક વર્તુળ ક્ચેરીના અધિક્ષક ઈજનેરને તેમના વિસ્તારમાં પુરતું મોનીટરીંગ કરવા વડી કચેરી દ્વારા જણાવવામાં આવેલ છે.

આજની સ્થિતિએ ભારે વરસાદને કારણે જામનગરના 19 ગામોમાં, ભાવનગરના 7 ગામોમાં જયારે ભુજના 1 ગામમાં વીજ પુરવઠો નથી. ભારે વરસાદને કારણે ભુજના બારા ગામનો રસ્તો તૂટી જવાથી / સમ્પૂર્ણ ધોવાઇ જવાથી ત્યાં વીજ પુરવઠો કાર્યરત કરવા ટીમોને પહોંચવું ખુબજ મુશ્કેલ છે. હાલમાં પણ સતત પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી મરામતની કામગીરી ખોરંભે પડેલ છે. આથી પાણીનો પ્રવાહ ઓછો થયે વીજ પુરવઠો પુન:કાર્યરત કરવાની કામગીરી ત્વરિત હાથ ધરવામાં આવશે, અન્ય ગામોમાં વહેલી તકે વીજ પુરવઠો કાયમ કરવા ટેકનીકલ ટીમો કામગીરી ક્રરી રહી છે.

ક્યાં કેટલી ટિમ?

રાજકોટ: વીજ કંપનીની 57 ટીમ, કોન્ટ્રાકટરની કુલ 75 ટીમ

મોરબી: વીજ વિભાગની 22 ટીમ, કોન્ટ્રાકટરની 41 ટીમ

જામનગર: વીજ વિભાગની 39 ટીમ, કોન્ટ્રાકટરની કુલ 60 ટીમ

કચ્છ: વીજ કંપનીની 37 ટીમ, કોન્ટ્રાકટરની 36 ટીમ

વીજ ફોલ્ટ આવેતો જાતે નિરાકરણ લાવવાના બદલે ફોલ્ટ સેન્ટરનો સમ્પર્ક કરવા અપીલ

પીજીવીસીએલ દ્વારા નાગરિકોને પણ વરસાદની સિઝનમાં પોતાની અને પરિવારની સલામતી રાખવા અનુરોધ કરવામાં આવે છે અને વીજ ફોલ્ટ આવેતો જાતે નિરાકરણ લાવવાના બદલે નજીકના સબ ડીવીઝનના ફોલ્ટ સેન્ટરનો સમ્પર્ક કરવા જણાવવામાં આવે છે. તેમજ અમારા માનવંતા નાગરિકોને ખાસ જણાવવાનું કે જો આપના ધ્યાન પર અમારા વીજ માળખાને કોઈ નુકશાની થઈ હોવાનું આપના ધ્યાન પર આવે તો ત્વરિત અમારા ક્ધઝ્યુમર કેર સેન્ટરના નંબર 19122 અને 1800 233 155333 પર જાણ કરવી.

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.