Abtak Media Google News

ઇશ્વરે દરેક વ્યકિતને એક સરખી શકિત આપી છે. પછી તે સામાન્ય માણસ હોય કે દિવ્યાંગ માત્ર તેને નિહાળવાની દ્રષ્ટિ જોઇએ. દિવ્યાંગોને નોકરી આપવા લોકોના નરવસ વાતાવરણ વચ્ચે દેશમાં સૌ પ્રથમ રોટરી કલબ રાજકોટ દ્વારા દિવ્યાંગોને કર્મયોગી બનાવવા નવતર પહેલ કરી છે.

‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા સંસ્થાના પ્રમુખ દિવ્યેશભાઇ પટેલે ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતાને સંસ્થા દ્વારા નોકરી વાંચ્છુ દિવ્યાંગો માટે કરવામાં આવેલા નવતર પહેલ અંગે વિસ્તૃત માહીતી આપતા જણાવ્યું હતું કે,  રાજ્કોટ રાજકોટ શહેર ની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત સેવાકીય સંસ્થા રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા નવા રોટરી વર્ષના પ્રારંભે દિવ્યાંગ લોકોને રોજગારી મળે અને નોકરી દાતાઓ પણ પોતાની કંપની કે સંસ્થા માં દિવ્યાંગ લોકોને નોકરી આપી શકે તે હેતુ થી બંને વચ્ચે સેતુ બનવાની કામગીરી કરવામાં આવેલ , જેના ભાગ રૂપે  યિીફહભફાફબહય ષજ્ઞબત.ભજ્ઞળ ” નામની વેબસાઇટ નું લોન્ચિંગ કરવામાં આવેલ ,

તાલિમ બઘ્ધ નહિ પરંતુ નિપુણ નોકરી વાચ્છુંક દિવ્યાંગો અને નોકરી દાતાઓ વચ્ચે બ્રિજ બનવાનું સદભાગ્ય: દિવ્યેશભાઇ પટેલ

આ વેબસાઇટ ની ખાસિયત જણાવતા આ પ્રોજેક્ટ ના ચેરમેન રો . પંકિલ પઢારીયા એ જણાવેલ કે કોઈ પણ વ્યક્તિ ખૂબ સહેલાઈ થી આ વેબસાઇટ નો લાભ લઈ શકે તે આ વેબસાઇટ ની ડીઝાઇન તૈયાર કરવામાં આવેલ છે , જેના પર દિવ્યાંગ લોકો પોતાનું રજિસ્ટ્રેશન કરી શકે છે અને ઉપલબ્ધ જોબ વિશે માહિતી પણ મેળવી શકે છે . તેવી જ રીતે કોઈ પણ નોકરી દાતા પોતાની કંપની અથવા સંસ્થા માં જે પ્રકાર ના કૌશલ્ય વાળા વ્યક્તિ ની જરૂરિયાત હોય તેને આ વેબસાઇટ પર પોસ્ટ કરી શકે છે .

પ્રમુખ દિવ્યેશ પટેલ દ્વારા જણાવેલ કે આ વેબ સાઇટ નો ઉપયોગ તદન નિશુલ્ક છે , કોઈ પણ પ્રકાર નો ચાર્જ કોઈ પાસેથી લેવામાં આવતો નથી , સમગ્ર વેબસાઇટ નું સંચાલન વીસ્પાન સોલ્યુશન દ્વારા સામાજિક જવાબદારી ના ભાગ રૂપે કરવામાં આવેલ છે ,

તેઓએ ખુશી વ્યકત કરતા જણાવ્યું હતું કે, ‘અબતક’ મિડીયાના હકારાત્મક અને સમાજ ઉપયોગી કાર્યોની પ્રસંશા કરી રોટરી કલબ રાજકોટ ‘અબતક’ સાથે સંયુકત રીતે દિવ્યાંગોના ઉત્થાન માટે કાર્ય કરશે. અને વધુમાં વધુ લોકો તેઓ વેબસાઇટનો લાભ લેવા અપીલ કરાઇ હતી. નોકરી ઇચ્છુક દિવ્યાંગો માટે હેલ્પ લાઇન નં. 99095 39889 નો સંપર્ક કરી શકે છે.

નોકરી વાચ્છુ દિવ્યાંગો માટે હેલ્પ લાઇન નં.9909539889

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે રોટરી કલબ રાજકોટના પદાધિકારીઓ

સંસ્થા ના સેક્રેટરી રો . પરાગ તન્ના એ જણાવેલ કે રાજકોટ શહેર અને આજુ બાજુ ના વિસ્તાર માં ઘણી બધી કંપનીઓ આવેલ છે , અને આ કંપનીઓ પણ પોતાને ત્યાં દિવ્યાંગ લોકો ને રોજગારી આપી શકે તો દિવ્યાંગ લોકો પણ પોતાની ક્ષમતા મુજબ નું કાર્ય કરી રોજગારી મેળવી સ્વમાન સાથે પોતાનું જીવન વ્યતીત કરી શકે , આ ઉપરાંત તેમણે જણાવેલ કે આ સિવાય પણ રોટરી ક્લબ ઓફ રાજકોટ બીજી અનેક સેવાકીય પ્રવૃતિઓ સામેલ છે જેમાં આરોગ્ય , શિક્ષણ , મહિલાઓ ના ઉત્કર્ષ માટે ના કાર્યો , ગ્રામીણ વિસ્તારો માં જરૂરી સુવિધાઓ અને બીજા અનેક કાર્યો માં રોટરી ક્લબ ઓફ રાજકોટના સભ્યો પોતાની સામાજિક જવાબદારી નિભાવી રહ્યા છે.

” યિીફહભફાફબહય ષજ્ઞબત.ભજ્ઞળ ” આ વેબસાઇટ ને વધુ માં વધુ લોકો સુધી પહોંચાડવાની જહેમત ક્લબ ના પ્રેસિડેન્ટ છે . દિવ્યેશ પટેલ ના નેતૃત્વ માં સેક્રેટરી પરાગ તન્ના , પ્રોજેક્ટ ચેર , પંકિલ પઢારીયા , પબ્લિક ઇમેજ ચેરી , રાજ ધાબલિયા ઉતમભાઇ પટેલ સહિત ના સભ્યો ખૂબજ જહેમત ઉઠાવી રહ્યા છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.