Abtak Media Google News

મેષ

પ્રિંટીંગ, ઓફસેટ ગ્રાફિકસ પ્રિંટીંગ એકમનાં જાતકો એવમ સ્ટેશનરી સંબંધિત ઔદ્યોગિક એકમનાં જાતકો એવમ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે.  સરકારી/ખાનગી વકીલ, જજ, નોટરી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  સેલેબલ તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે મધ્યમ સપ્તાહ. બેંકિંગ ક્ષેત્રનાં જાતકો માટે મધ્યમ સપ્તાહ. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે ખૂબ લાભકારી સપ્તાહ. સરકારી તેમજ ખાનગી એકમનાં નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  આ સપ્તાહ દરમિયાન સગાં સાથે વાદ વિવાદના સંયોગો.  નિવૃત તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  4 નવે. સામાન્ય રહેશે.

વૃષભ

વર્ષોથી વણસી ગયેલાં નિકટનાં સંબંધોમાં સુમેળ થવાંનાં સંયોગો.  નવા વાહનો જેવા કે બાઈક તથા કારની ખરીદી કરવાના સારા સંયોગો. વાત એવમ પિતની મિશ્ર પ્રકૃતિ વાળા એ આરોગ્યની હળવી કાળજી રાખવી.  નાના ઔદ્યોગિક એકમનાં જાતકો તથા  તથા  જથ્થાબંધ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ  હળવું પ્રતિકૂળ નીવડશે.  રેસ્ટોરાં, હોટલ તથા ટ્રાવેલ એજન્સીના જાતકો માટે આ સપ્તાહ  આંશિક રીતે  લાભકારી નીવડશે.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ મધ્યમ જણાશે. ખાનગી નોકરીયાત માટે આ  સપ્તાહ  સાનુકૂળ નીવડશે. ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે.  3 તથા 4 નવે. સામાન્ય રહેશે.

મિથુન­

અગ્નિ સંબંધિત કોઈ પણ ઔદ્યોગિક એકમ કે વ્યાપારી એકમ તથા ફૂડ ઇન્ડસ્ટ્રીઝ એવમ રેસ્ટોરાંના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. રેડીમેડ ગાર્મેંટ્સનાં નાનાં ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ  નાનાં વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ  પણ હળવું લાભકારી જણાશે.  અન્ય ઉદ્યોગ તથા વ્યાપાર વણિજ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ પણ ચડાવ ઉતાર વાળું પરંતુ લાભકારી નીવડશે.  રીટેઈલર્સ માટે લાભદાયક સપ્તાહ. સરકારી તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે  સાનુકૂળ સપ્તાહ.  જીવનમાં સંવાદિતા માં વધારો થશે. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ  સપ્તાહ સાનુકૂળ નીવડશે. 31 ઓકટો, 5 નવે. સાધારણ નીવડશે.

કર્ક

કુટિર ઉદ્યોગ એવમ  નાનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે લાભદાયી સપ્તાહ. કૃષિ બાગાયતી ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી રહેશે. જથ્થાબંધ વ્યાપાર તથા દેશ-વિદેશ વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે.  કઠોર પરિશ્રમ વાળા ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ ખૂબ લાભકારી રહેશે.  ગોથે ચડી ગયેલા  કામકાજને યોગ્ય દિશા મળવાના સંયોગો. માતા-પિતા સાથે હળવા મતભેદની સંભાવના. સરકારી કર્મચારીઓએ આ સપ્તાહે કાળજી લેવી. ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે ઠીકઠીક સપ્તાહ. ગૃહિણી તથા મહિલા કર્મચારીઓ માટે સાનુકુળ સપ્તાહ.  2 નવે. સામાન્ય રહેશે

સિંહ

તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ સાનુકૂળ નીવડશે.  જલ તત્વ સંબંધિત ઉત્પાદ ના ઉદ્યોગ ધંધા ના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે.  રંગ, રસાયણનાં ઉત્પાદકો થી લઈને  છૂટક વ્યાપાર ના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. અન્ય વ્યાપારીઓ માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે. સરકારી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ,  બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે આ સપ્તાહ પણ લાભદાયી.  મેડીકલ- ફાર્મસી ના છાત્રો, નિવૃતો તેમજ ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારુ નીવડશે.  5 નવે. સામાન્ય રહેશે.

કન્યા

હેવી હ્યુજ મશીનરીઝ ધરાવતાં તથા વિદ્યુત સંબંધિત  મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ તેનાં વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ  હળવું લાભદાયક રહેશે.  ઈનોર્ગેનિક કેમિક્લ્સ તથા ફાર્મા- કેમિકલ્સ તથા ફાર્માસ્યુટીકલ્સ એકમનાં જાતકો માટે આ સપ્તાહ ભાગ દોડ વાળું નીવડશે. બાકી, અન્ય, જનરલ, ઉદ્યોગ- વ્યાપાર-વણિજના તમામ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે.  નાનાં છૂટક, ફેરી કરતા વ્યાપારી માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.  સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ મધ્યમ જણાશે.   વિદ્યાર્થીઓ નિવૃતો તથા ગૃહિણીઓ માટે હળવું લાભકારી સપ્તાહ.  4 નવેમ્બર સાધારણ જણાશે.

તુલા

સરકારી તથા ખાનગી ક્ષેત્રનાં તમામ  કર્મચારીઓ  માટે સંઘર્ષ વાળું સપ્તાહ.  બદલી થવાના પણ સંયોગો.  ધંધા-વ્યવસાયમાં આકસ્મિક ધનલાભ થવાંનાં સંયોગો. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવુ ફાયદાકારક નીવડશે. સર્વિસ બિઝનેસના જાતકો, ફાઈનાન્સ એજન્સીઝ્ના જાતકો તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ ફાયદાકારક  રહેવાના સંયોગો.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ  બહુ  ફાયદાકારક  નીવડશે. પરિવારમાં સુખ-શાંતિ, તેમજ સાથ સહકાર રહેશે.  મહિલા કર્મીઓ ગૃહિણીઓ તથા નિવૃત્ત, છાત્રો માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે.  4 નવે. મધ્યમ રહેશે

વૃશ્ચિક 

રીયાલ્ટી બિઝનેશ સાથે સંકળાયેલ જાતકો એવમ શેરબજાર, કોમોડિટી એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ નીવડશે. હેવી મશીનરીઝ, એવમ ધાતુ ઉદ્યોગ સમેત અન્ય મોટા ઔદ્યોગિક એકમ તથા જથ્થાબંધ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું  લાભદાયી નીવડશે.  અન્ય ઔદ્યોગિક, વ્યાપાર- વાણિજ્ય એકમનાં જાતકો માટે  આ સપ્તાહ હળવુ ફાયદાકારક નીવડશે.  છૂટક વ્યાપારી, રીટેઈલર્સ, પરિશ્રમી જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેવાના સંયોગો. સરકારી તથા  ખાનગી કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃત્તો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. 2 તથા 5 નવે. મધ્યમ રહેશે.

ધન

રૂ, કપાસ, યાર્ન, કાપડ, સંબધિત ઔદ્યોગિક એવમ વ્યાપારી એકમનાં જાતકો તથા જાહેરાત સંબંધિત એજન્સીનાં જાતકો માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ રહેશે. જાહેર ક્ષેત્ર તેમજ રાજકીય ક્ષેત્રની વ્યક્તિ–સેલીબ્રીટી માટે પ્રતિકૂળ સપ્તાહ. ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ દરમિયાન અનેક અણધાર્યા લાભ જણાશે. વ્યાપાર, સર્વિસ બિઝનેશનાં જાતકો માટે લાભકારી સપ્તાહ. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સારું રહેશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. પરિવારનો સાથ-સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સપ્તાહ. 2, 4 નવે. મધ્યમ રહેશે

મકર

ખાનગી સીક્યોરીટીઝ સર્વિસ એજંસીઝનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. લો  એન્ફોર્સમેન્ટ ડિપા.નાં કર્મચારીઓ  માટે વ્યસ્ત સપ્તાહ. સાથોસાથ હળવું પ્રતિકૂળ પણ. સરકારી તેમજ ખાનગી શૈક્ષણિક સંસ્થાના તમામ જાતકો માટે સામાન્ય સપ્તાહ. ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજના એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી અને નવી તકો વાળુ રહેશે.  ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે હળવું લાભદાયી સપ્તાહ. પરિવાર તરફથી સહકાર તેમજ આર્થિક લાભના સંયોગો. નિવૃતો, ગૃહિણીઓ, વર્કિંગ વુમન, સંતાનો, વિદ્યાર્થીઓ માટે આ લાભદાયી સપ્તાહ. 31 ઓકટો, 2 નવે. અર્ધ મધ્યમ જણાશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પૂરતું વળતર આપવું)

કુંભ

સરકારી શૈક્ષણિક એકમ ત્થા ખાનગી શૈક્ષણિક સંસ્થાના જાતકો માટે પ્રતિકૂળ સપ્તાહ. નાનાં નાનાં ઉદ્યોગ-ધંધાના જાતકો માટે આ સપ્તાહ પુષ્કળ લાભકારી અને સાનુકૂળ નીવડશે.  લાંબા ગાળાના રોકાણ માટે લાભકારી સપ્તાહ. નાનાં મોટા તમામ ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ વાણિજ્યક એકમોનાં જાતકો માટે આ સપ્તાહ  અર્ધ લાભદાયક નીવડશે.  નાનાં તથા છૂટક એવમ પરિશ્રમ વાળા ધંધા વ્યવસાયના જાતકો માટે આ સપ્તાહ લાભકારી જણાશે. સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે સાધારણ સપ્તાહ. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી વર્ગ માટે અર્ધ લાભદાયી સપ્તાહ. 31 ઓકટો મધ્યમ રહેશે.(પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન

પશુપાલન તથા ડેરીનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. આયુર્વેદિક- હર્બલ, ઔષધિ, હર્બલ ઉત્પાદના નિર્માતા, વિક્રેતાઓ માટે લાભકારી સપ્તાહ. અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો માટે સાનુકૂળ સપ્તાહ રહેશે. ગ્રેઈન  ગ્રોસરીઝનાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી રહેશે. ખાણીપીણી એવમ રેસ્ટોરાંના જાતકો માટે સરેરાશ સપ્તાહ રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સરેરાશ  નીવડશે.  ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ પણ હળવું લાભકારી.  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃત્તો માટે લાભદાયી સપ્તાહ. 4 નવે. સાધારણ રહેશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.