સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષ

કુટિર ઔદ્યોગિક એકમથી લઈને  મોટા ઔદ્યોગિક એકમ સુધીના તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તથા લાભદાયી નીવડશે. અગ્નિ તત્વ સંબંધિત કોઈ ને  કોઈ વિધ્ન આવવાની શકયતાઓ.  રંગ, રોશની તથા રસાયણના જથ્થાબંધ વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ જણાશે. આ સિવાયના વ્યાપારી જાતકો માટે લાભકારક સપ્તાહનાં સંયોગો. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. સરકારી કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ, સાથે બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે લાભદાયી સપ્તાહ.  મેડીકલ  છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે.  ૧૬, ૧૯  નવેમ્બરનો દિવસ જ સામાન્ય રહેશે.

વૃષભ

પેકીંગ ફૂડ, કેનિંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ તેમજ  શૃંગાર અને ફેશન  સંબંધિત ઉદ્યોગ-ધંધા વ્યવસાયનાં જાતકો માટે  આ સપ્તાહ દરમ્યાન  હળવી મંદીનુ વાતાવરણ થવાંનાં સંયોગો.  જાહેર ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ મધ્યમ જણાશે.  અન્ય ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ  અણધાર્યા ફાયદા થવાંની સંભાવના મધ્યમ કદનાં વ્યાપાર વણિજ તથા સર્વિગ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ  હળવું લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ.  ખાનગી ક્ષેત્રનાં  કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. પરિવાર સાથે સુમેળતા અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ રહેશે.  ૧૭ ૨૦ ત્થા ૨૧ નવેમ્બર સામાન્ય જણાશે.

મિથુન

સરકારી તેમજ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ ત્થા ટ્રસ્ટની શૈક્ષણિક સંસ્થાઓ, શાળા વિદ્યાલયો, કોલેજ  સાથે જોડાયેલા જાતકો માટે  આ સપ્તાહ સાવ સામાન્ય  નીવડશે,  દુષિત ત્થા નીચસ્થ બુધ વાળા જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન  વિશેષ કાળજી લેવી. ઔદ્યોગિક તથા વ્યાપાર-વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  નાના વ્યાપાર વણિજ તથા છુટક વ્યાપાર કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે.  અન્ય સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. સગાં તથા સ્નેહીજનો વચ્ચે હળવો ખટારાગ થવાંનાં સંયોગો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ.  ૨૦ તથા ૨૧  નવેમ્બરનાં  દિવસો મધ્યમ રહેશે.

કર્ક

વિવિધ પ્રકારની ક્ધસ્લ્ટીંગ ફર્મસનાં જાતકો તથા વિવિધ પ્રકારનાં વૈધ સર્વિસ બિઝનેસ માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નીવડશે. ફાર્મા કેમિક્લ્સ તથા હર્બલ ફાર્માસ્યુટીક્લ્સનાં જાતકો માટે આ સપ્તાહ પણ  આંશિક લાભદાયક નીવડશે.અન્ય ઉદ્યોગ- વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ  સાનુકુળ એવમ હળવું લાભદાયી જણાશે.  નાનાં તથા છુટક, ફેરી કરતાં વ્યાપારી માટે આ સપ્તાહ પણ ફાયદાકરક નીવડશે.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ  ખાનગી ક્ષેત્રના  તમામ વર્ગના કર્મચારીઓ માટે  આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે.  જીવનમાં સંવાદિતા તથા સુમેળતામાં વધારો થવાંનાં સંયોગો. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  ૧૫ તથા ૧૮ નવેમ્બર નાં દિવસો સાધારણ નીવડશે.

સિંહ

નાના તેમજ કુટિર ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન અનેક નવી તકો મળશે તથા ફાયદાકરક નીવડશે. જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકો એવમ સ્ટાર  સેલેબલ પર્શન માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેશે.   વાણી-બોલીથી નજીકી સંબંધો બગડી જવાંની સંભાવના. વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સખત પરિશ્રમ વાળા ધંધા વ્યાપારના જાતકો  માટે આ  સપ્તાહ હળવું લાભદાયક નીવડશે.  સરકારી કર્મચારીઓ માટે  આ સપ્તાહ મધ્યમ જણાશે. ખાનગી ક્ષેત્રના  કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે.  દિનાંક ૧૮, ૧૯ તથા ૨૦ નવેમ્બર  સામાન્ય તથા અર્ધ-પ્રતિકુળ રહેશે.

કન્યા

સર્વિગ બિઝનેશ એવમ ક્ધસ્લ્ટીંગ ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળુ ત્થા લાભદાયક નીવડશે. આ સપ્તાહે  જેટલી આવક તેટલી જ  જાવક રહેવાંનાં સંયોગો, યથા મતિ ખર્ચા કરવાં.  પ્રવાહી જવલનશીલ પદાર્થો તથા કોલસા સંબંધિત ઓદ્યોગિક એકમ તેમજ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહે પણ લાભદાયી નીવડશે. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તથા  વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ  તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ  માટે આ  સપ્તાહ સાનુકુળ રહેશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ  હળવું હળવું ફાયદાકારક નીવડશે.   ૧૬ તથા  ૧૮ નવેમ્બ૨નાં દિવસો સાધારણ જણાશે.

તુલા

આ સપ્તાહ  દરમ્યાન ધંધા વ્યવસાયમાં કેટલાક અણધાર્યા લાભ મળવાંની સંભાવનાઓ.   પ્લાસ્ટીક, સ્પોંજ તથા અન્ય ફોર્મ તથા કુત્રિમ લેધર મટીરીયલ્સનાં ઉત્પાદકો માટે આ સપ્તાહ ફાયદાકારી નીવડશે.  અન્ય ઓદ્યોગિક ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  વ્યાપાર-વણિજ  તથા સર્વિગ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ  હળવું મધ્યમ રહેશે. રીયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ રહેશે. સરકારી  તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવાં લાભ વાળૂ સપ્તાહ રહેશે.   કુટુંબ પરિવારમાં  હળવાં મનદુ:ખ જણાશે.  ધાર્મિક ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ૧૭ તથા  ૨૦ નવેમ્બરનો દિવસ અતિ લાભદાયક નીવડશે.

વૃશ્ચિક  

પેટ્રોલિયમ ઉત્પાદ તેમજ  ઈલેક્ટ્રીસીટી સંબંધિત ઉત્પાદનાં ઓદ્યોગિક તથા વાણિજ્યક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક રહેશે પરંતુ સાથોસાથ ભાગદોડ પણ રહેવાંનાં સંયોગો. અધુરા કે લટકતાં કામો પૂર્ણ થઈ જવાંનાં સંયોગો. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ હળવું પ્રતિકુળ રહેશે. અન્ય ઓદ્યોગિક એકમ તથા વાણિજયનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી રહેશે, ધંધા ઉદ્યોગમાં નવી નવી તકો આવવાંની પણ સંભાવનાઓ.  ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ દરમ્યાન આર્થિક લાભ સાથે બઢતીનાં પણ સંયોગો. સગાં સ્નેહી તથા મિત્રો સાથે તનાવ વાળુ વાતાવરણ રહે.  મહિલા કર્મચારીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે  હળવું લાભદાયી  સપ્તાહ. ૧૭ તથા ૨૦ નવેમ્બર મધ્યમ જણાશે.

ધન

ફેબ્રીક ક્ષેત્રે, પોલી ક્લોથ્સ  તથા  રેડીમેડ ગાર્મેંટ્સ ફેશન એસેસરીઝ સંબંધિત તમામ ઓદ્યોગિક એવમ વ્યાપારી એકમના જાતકો માટે  લાભદાયી સપ્તાહ.આ સપ્તાહે પણ  હૈયા નિરાંત તથા માનસિક શાંતિનાં સંયોગો.   નાનાં નાનાં ઔદ્યોગિક એકમ તથા મોટા વ્યાપાર વણિજ કે જથ્થાબંધ માલના વ્યાપારીના જાતકો માટે આ સપ્તાહ પણ  હળવું લાભદાયક નીવડશે. આ સપ્તાહ દરમ્યાન પરિશ્રમ વધી જવાંનાં સંયોગો.  સરકારી કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારઓ માટે આ સપ્તાહ હળવુ પ્રતિકુળ તેમજ ખલેલ વાળું નીવડવાની સંભાવના. વિદ્યાર્થીઓ, મહિલા કર્મી-કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે.  ૧૮ તથા ૨૧ નવેમ્બર  સાધારણ રહેશે.  (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

મરીન રીલેટેડ ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ અતિ પ્રતિકુળ  જણાશે. આ સપ્તાહે પણ  નવા કામકાજ  શરુ  ન કરવાં, સાથોસાથ અગત્યનાં નિર્ણયોને મુલતવી રાખવાં. કોઈ પણ કદનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સંઘર્ષવાળુ નીવડશે.  જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. છુટક તથા નાના, કે ફેરી વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.ખાનગી ક્ષેત્રનાં તથા સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પ્રતિકુળ નીવડશે આથી કાર્યક્ષેત્ર, નોકરીમાં વિશેષ તકેદારી રાખવી.  મહિલા કર્મીઓ નિવૃતો તથા ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે.  ૨૦ તથા ૨૧ નવેમ્બરનાં દિવસો સામાન્ય રહેશે.  (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

ઊચ્ચસ્થ શનિ તથા સ્વગૃહિ શનિ વાળા તેમજ શનિપ્રધાન જાતકો એવમ સંત, મહંતો, કથાકારોએ વિશેષ કાળજી રાખવી, અન્યથા વાયરલ થવાંનાં સંયોગો. આ જાતકો માટે આ સપ્તાહ અતિ પરિશ્રમ વાળું રહેશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજનાં તમામ એકમના જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળુ તથા સાનુકુળ નીવડશે.  સરકારી તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ ભાગદોડ વાળું નીવડશે.  કુટુંબીજનો કે સગાંઓ દ્વારા  સાથ સહકાર અકબંધ રહેશે. યુવાવર્ગ, નિવૃતો, છાત્રો તથા ગૃહિણી વર્ગ, પરિશ્રમી કે ઉદ્યમીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.  ૧૯,૨૦ નવેમ્બર મધ્યમ જણાશે.  (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ  તથા અંતિમ મહિનો જ સંભાળવું.  ઉપાય શ્રમદાન.)

મીન

કોમોડીટી, શેરબજારનાં જાતકો માટે આ સપ્તાહ અતિ સાધારણ નીવડશે. ઓટો મોબાઈલ તેમજ મશીનરીઝ ઉદ્યોગ સમેત મોટા ઉદ્યોગ- વ્યાપાર- વણિજ ક્ષેત્રનાં  જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક તથા પ્રગતિકારક નીવડશે. શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ જાતકો માટે સાનુકુળ સપ્તાહ.  ખાનગી સંસ્થા સાથે જોડાયેલ જાતકો માટે સરેરાશ સપ્તાહ. આ સપ્તાહ દરમ્યાન  પણ  સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો.  અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકુળ સપ્તાહ.  કુટુબીજનો  સાથે થયેલા વિખવાદો સુખદ અંત.  વ્યવસાય હેતુ પ્રવાસ થવાંનાં સંયોગો. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ શ્રેષ્ઠ રહેશે.  ફકત ૧૫, ૧૮ તથા ૨૦ નવેમ્બર અર્ધ-સામાન્ય નીવડશે.

Loading...