Abtak Media Google News

ઉગતા અર્થના દેશ જાપાન અજબ જેવો છે જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર અમેરિકાએ અણુબોમ્બ ફેંકયા હતા અને દુનિયાભરમાં સનસનાટી સર્જી હતી આજેય તે ભૂલાઈ નથી

આર્થિક ક્ષેત્રે જાપાને કરેલો વિકાસ ભલભલાને દંગ કરી દે તેવો છે કાર -ઉદ્યોગ, ટેકનોલોજી અને ઈલેકટ્રોનિકસના ક્ષેત્રે તે માખરે રહેતો આવ્યો છે!

જાપાન-અજબ જેવો દેશ છે એ ઉગતા સૂર્યના દેશ તરીકે પ્રચલિત છે.જાપાનની પ્રજા કલ્પનામાં ન આવે એટલી ઉદ્યમી છે. અસાધારણ ઉદ્યમ અને શ્રમ પરિશ્રમ તથા કૌશલ્ય વડે સિધ્ધિઓનાં ગલગોટા ખીલવ્યા છે. હડતાળના દિવસે એ વધુ કામ કરે છે. જાપાને યાંત્રિક માનવ સર્જીને આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધા છે!

Advertisement

Images 1 2

લશ્કરી જય પરાજય અંગે તેની માન્યતાઓ ચિત્રવિચિત્ર છે એનું એક ઉદાહરણ મજાનું છે! જાપાને તેના એક એવા પરાજીત સૈનિકનું સમાન કર્યું છે. જે જાપાનની સમર્પણ ન કરવાની મહાન પરંપરાનું કેવળ પાલન કરવા ખાતર, છેલ્લા ૨૮ વર્ષો સુધી જંગલમાં ભટકતો રહ્યો હતો જાપાનમાં શરણે જવાને બદલે મરી જવું બહેતર ગણાય છે. શિયોચી યાકોઈ મર્યો નહિ, તેમ તેણે શત્રુ પાસે સમર્પણ પણ કર્યું નહિ.

બીજા વિશ્ર્વયુધ્ધમાં જાપાન અને અમેરિકાની સેનાઓ સામસામે ઉભી હતી. આ વાત છે ૧૯૪૪ની ઉનાળાની ૨૦૯ ચોરસ માઈલના નાનકડા ટાપુ ગુઆમની રક્ષા માટે જાપાનની શાહીસેનાના ૧૯,૦૦૦ સૈનિકો ખડા હતા, અને બધશ જ સમર્પણ કરવા કરતા મરવામાયે દ્રઢપ્રતિજ્ઞ હતા. અમેરિકા આદેશ પર ઝડપથી કબજો મેળવવા માગતુ હતુ. પણ ખીલેલા ફૂલની જેમખરી પડવાની કામનાવાળા જાપાની સૈનિકો મારૂ કે મારૂની ભાવનાથી જીવ પર આવી લડતા હતા બંને પક્ષે હજારો સૈનિકોનો ખુવારી પછી એક મહિને આ યુધ્ધ પુરૂ થયું, તો બચેલા જાપાની સૈનિકો જંગલમાં ભાગી ગયા. શત્રુ સામે હથિયાર હેઠશ મૂકવા તેઓ કોઈ પણ રીતે તૈયાર નહોતા.

Download 1 1

આ સૈનિકોમાં એક હતો સાર્જટ શિયોચી યોકોઈ. તેની ભાવના અનુસાર જાપાન સમ્રાટ તેને માટે ઈશ્ર્વર સમાન હતો. અને શત્રુ સૌથી ઘૃણિત જીવ. ૨૮ વર્ષ સુધી જંગલોમાં રઝળ્યા પછી આ ‘ભાગેડુ સૈનિક હમણાં પાછો આવ્યો, ત્યારે જાપાને તેને શાહી સન્માન આપ્યું જાપાનની ધરતી પર જાપાનનાં વિદેશ પ્રધાને તેનું સ્વાગત કર્યું ને વડાપ્રધાન સાટોએ તેને મળવાની ઈચ્છા વ્યકત કરી.

યોકોઈન ચડત પગા તરીકે ૪૩,૧૩૧ યેન (લગભગ ૧,૨૦૦ રૂ) અને સાથે સાથે સહાય તરીકે ૮૬,૨૬૨ (લગભગ ૨,૪૦૦‚રૂ.) આપવાની સરકારે જાહેરાત કરી છે. તેને ૧૦,૦૦૮ યેન (લગભગ ૩૦૦ રૂ.) માસીક પેન્શન તરીકે અપાશે. જાપાનના હજારો નાગરીકોએ પોતાના આ યોધ્ધા માટે હજારો ભેટો મોકલી છે, જેમાં નોકરીની ઓફર પણ છે. ને જીવનભર શાહી હોટેલમાં નહાવાનો પાસ પણ છે.

પણ યોકોઈને તો આ બધુ સપના જેવું લાગી રહ્યું છે જંગલનાં સાવ આદિમ જીવનમાંથી બહાર નીકળીને, આજની આંજી નાખતી દુનિયામાં પ્રવેશતા તે ભગરાઈ ગયો છે તે કહે છે: આ બધુ સપનું છે, મને જાગવામાં ડર લાગી રહ્યો છે.

યોકોઈએ આ ૨૮ વર્ષ શી રીતે વિતાવ્યા?

પોતાની વાત કહેતા યોકોઈએ કહ્યું કે ગુઆમની લડાઈમાં પરાજય નિશ્ર્ચિત થઈ ગયો, ત્યારે સેંકડો જાપાની સૈનિકો જંગલમાં ભાગી ગયા. યોકોઈની સાથે બીજા નવ સૈનિકો પણ હતા. તેમને થયું કે દસ માણસો એક સાથે છુપાય એ જોખમી છે, આથી તેઓ નાની નાની ટુકડીમાં વહેંચાઈ ગયા યોકોઈની ટોળીમાં બીજા બે સૈનિક હતા ત્રણે જણા ટોલોફોફો ખિર જિલ્લા તરફ ગયા. ૧૯૬૮ સુધી ત્રણે જણ ત્યાં રહ્યા પણ અપૂરતા પોષણને કારણે તેમાથી બે જણ મૃત્યુ પામ્યા ને યોકોઈ એકલો થઈ ગયો ૧૯૬૪થી ૧૯૭૨ સુધીની એની કહાણી આધુનિક રોબિન્સન ક્રુઝોની કહાણી છે ફરક એટલો કે આ એકલો રોબિન્સન ક્રુઝો હતો, એની સાતે કોઈ ફ્રાઈડ નહોતો.

યુધ્ધમાં જાપાનનો પરાજય થયો છે. અને અમેરિકા જીતી ગયું છે, એ યોકોઈ જાણતો નહોતો એમ નહિ લગભગ વીસ વષ પહલા તેણ એક ફરફરીયા દ્વારા યુધ્ધ પૂરૂ થયું હોવાના સમાચાર જાણ્યા હતા. પણ તેને કદી આત્મસમર્પણનો ખ્યાલ સુધ્ધા આવ્યો નહોતો. તેનું કહેવું છે: અમને જાપાની સૈનિકોને કહેવામાં આવ્યું હતુ કે જીવતા રહીને કેદી બનવા કરતા મરી જવું બહેતર છે. અને આ ૨૮ વર્ષ દરમ્યાન યોકોઈની આ માન્યતા દ્દઢપણે ટકી રહી.

સભ્ય જગતમાં પ્રવેશ કરતા તેણે પહેલો પ્રશ્ર્ન પૂછયો હતો: ‘ રૂઝવેલ્ટ મરી ગયો?’ યોકોઈ એટલું પણ નહોતો જાણતો કે જે સમ્રાટ પ્રત્યે તેણે વ્યકત કરેલી નિષ્ઠાએ તેને જીવતો રાખ્યો, એ સમ્રાટ હવે માત્ર નામનો જ રહ્યો છે, તે ઈશ્ર્વર મટી ગયો છે ને માત્ર મરણ શોલ પ્રાણી બની ગયો છે!

ગુઆમની રાજધાની અજાનામાં તેને તેના જીવતા રહેવાનું સહસ્ત્ર પૂછવામા આવ્યું, તો તેણે કહ્યું ‘હું માત્ર એટલું જ વિચારતો હતો કે હું સમ્રાટ માટે, જાપાનની ભાવના માટે જીવી રહ્યો છું.

સૈન્યમાં ભરતી થતા પહેલા યોકોઈ દરજી હતો.

ધંધાની સ્મૃતિ તરીકે એક કાતર તે પોતાની પાસે જ રાખતો. આ કાતર તેને છેક સુધી કામ લાગી. આ કાતરથી તે પોતાના વાળ કાપતો ને વૃક્ષની છાલ ઉખેડીને વસ્ત્રો બનાવશે. રહવે માટે તેણે જમીનની નીચે એક ગુફા બનાવી હતી.ગુફામા તેની પાસે આરામ માટે બે સાધનો હતા નરમ પાંદડાની પથારી ને નારીયેળના તેલનો મલમ.અને ખોરાક? જંગલી ફળ અને જંગલી પશુ અરે તે સાપ અને ઉંદર સુધ્ધા ખાતો દિવસે કોઈ જોઈ જાય, એ ભયથી તે રાત્રે શિકાર કરતો પણ પાછળના દિવસોમાં તે કયારેક દિવસે પણ બહાર નીકળતો.

૨૦મી સદીનો આ ‘આદિમ પુરૂષ’ ઝાડની છાલ પર પુનમના નિશાન દ્વારા સમયનું અનુમાન કરતો હતો ઝાડની કૂણી છાલના કપડા બનાવવા માટે તેણે નખની સોય બનાવી હતી લાકડાના બટન અને નારીયેળનોરેશનો પટ્ટોને સેન્ડલ આગળ તે બે લાકડાને એક બીજા પર ઘસીને મેળવતો.

ગુફામાંથી કયારેક દિવસે તે બહાર નીકળતો, ને નદીમાંથી માછલી પકડતો હતો. એક વાર એવી રીતે એ નીકળ્યો હતો ત્યાં બે માછીમારોએ એક દિવસ તેને જોયો. તેમને શંકા ગઈ અને તેઓ તેને પકડીને પોલીસ પાસે લઈ ગયા.

પોલીસની પૂછપરછથી જાણવા મળ્યું કે આ ઠીંગણો જંગલી માણસ શિયોચી યોકોઈ છે જાપાનની જૂની શાહી સેનાની ૩૮મી ઈન્ફ્રન્ટ્રી રેજીમેન્ટનો સિપાઈ ૧૯૪૪ના ઓકટોબરમાં તેને મૃત જાહેર કરાયો હતો. હવે યોકોઈ પોતાને ગામ નાગોયા જશે ત્યારે પોતાનું નામ લખેલો મકબરો પણ જોશો. યોકોઈને સાર્જન્ટનું પદ મરણોતર અપાયું હતુ ૧૯૪૪માં તે કોર્પોરલ હતો.

૫૬ વર્ષના યોકોઈને ગુઆમ મેમોરીયલ હોસ્પિટલમાં લઈ જવાયો ત્યારે ડોકટરો તેનું સ્વાસ્થ્ય જોઈને આશ્ર્ચર્યચકિત થઈ ગયા અપૂરતા પોષણ છતા તે હૃષ્યપુષ્ટ હતો.

પણ ૨૦મી સદીની ચમક યોકોઈને ફાવતી નથી ગુઆમના જંગલમાં એકાંકી જીવન ગાળતો આ ભૂતપૂર્વ સૈનિક ખુશ હોવા કરતા ચકિત વધુ છે.

પણ આ એકાંત તને કારેય મળશે તે કહી શકાય તેમ નથી. કારણ હમણા તો જાપાનની જનતા પોતાના આ અજ્ઞાત નાયકને જોવા ઉમટી પડેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.