ધ પ્લાનર્સ અને વિનાયક ગ્રુપ દ્વારા કાલે વેલકમ નવરાત્રિ: ખલૈયાઓ ઝુમી ઉઠશે

મુંબઇના બામ્બુ બીટ્સના સિંગર્સ અને બેન્ડના સથવારે પ્રદ્યુમન ગ્રુપનું શાસ્ત્રી મેદાન ખાતે આયોજન

ધ પ્લાનર્સ અને વિનાયક ગ્રુપ દ્વારા આવતીકાલે શાસ્ત્રી મેદાન ખાતે આયોજીત વેલકમ નવરાત્રિની માહિતી માટે ‘અબતક’ મીડીયાની શુભેચ્છા મુલાકાતે આવેલા રવિરાજસિંહ જાડેજા, યશા શેઠ, ધ્યેય કામાની અને કરણ રાચ્છે વિશેષ વિગતો આપી હતી.

મુંબઇના બામ્બુ બીટ્સના સિંગર્સ અને બેન્ડના સથવારે પ્રદ્યુમન ગ્રુપ દ્વારા શાસ્ત્રી મેદાન ખાતે આવતીકાલે 8 વાગ્યે વેલકમ નવરાત્રિનું ધ પ્લાનર્સ અને વિનાયક ગ્રુપ દ્વારા કાલે વેલકમ નવરાત્રિમાં ખેલૈયાઓ ઝુમી ઉઠશે. આ આયોજનમાં રવિરાજસિંહ જાડેજા, યશા શેઠ, ધ્યેય કામાની, કરણ રાચ્છ વિગેરે આયોજનને સફળ બનાવવા પ્રયત્નશીલ છે. શાસ્ત્રી મેદાન ખાતે યોજાનાર આ વેલકમ નવરાત્રિમાં મુંબઇના ખ્યાતનામ બામ્બુ બિટ્સના સિંગરો ખેલૈયાઓને મન મૂકીને ગરબે રમવા પોતાનું કામણ પાથરશે. આ આયોજનમાં ખાસ અમદાવાદથી જજીસની ટીમ બોલાવી વિજેતાઓને ઇનામોથી પ્રોત્સાહિત કરાશે. શરૂઆતમાં આરતી બાદ ખેલૈયાઓ માટે આ એક દિવસનો રાસોત્સવ શરૂ થશે. આ વન ડે વેલકમ નવરાત્રિમાં ભાગ લેનાર ખેલૈયાઓને કોઇ તકલીફ ન પડે એ માટે ફૂલ સિક્યુરિટીની વ્યવસ્થા કરાઇ છે તથા ખેલૈયાઓના વાહનો માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. વીઆઇપી અને જનરલ દર્શકો માટે બેસવાની પણ સારી વ્યવસ્થા રાખવામાં આવી છે. ખેલૈયાઓ માટે નાસ્તાની સારી વ્યવસ્થા કરવામાં આવી છે.

ધ પ્લાનર્સ અને વિનાયક ગ્રુપ દ્વારા આયોજીત વેલકમ નવરાત્રિમાં ભાગ લેવા માટે ખેલૈયાઓને સ્થળ પરથી પાસની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ગ્રુપના કેકેવી હોલ પાસે આવેલ ચિત્રલેખા બિલ્ડીંગમાં આવેલી ઓફિસેથી પણ પાસ મળી રહેશે. પાસ મેળવવા માટે 9327307777નો સંપર્ક કરવા આયોજકો રવિરાજસિંહ જાડેજા, યશા શેઠ, ધ્યેય કામાની અને કરણ રાચ્છએ એક યાદીમાં જણાવ્યું છે.