Abtak Media Google News

શાઈ હોપની અણનમ સદીની મદદથી વેસ્ટ ઈન્ડીઝે અહી ઈગ્લેન્ડમાં લંડનના લોર્ડ્સ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના અંતિમ દિવસે પાંચ વિકેટે વિજય હાંસલ કરીને ઈગ્લેન્ડ સામેની શ્રેણીને ૧-૧થી સરભર કરી હતી. ઈગ્લેન્ડે આપેલા ૩૨૨ના લક્ષ્યાંકને વિન્ડીઝે ૫ વિકેટના ભોગે ૯૧.૨ ઓવરમાં હાંસલ કરી લીધો હતો. હોપે ૨૧૧ બોલમાં ૧૪ બાઉન્ડ્રી વડે ૧૧૮ રન બનાવ્યા હતા. આ સિવાય બ્રાથવેઈટે ૧૮૦ બોલમાં ૯૫ તથા બ્લેકવૂડે ૪૧ રન બનાવ્યા હતા. પોવેલે ૨૩ તથા રોસ્ટન ચેસે ૩૦ રનનું યોગદાન આપ્યું હતુ ટૂંકમાં હોપે વેસ્ટ ઈન્ડીઝની ‘હોપ’ જગાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.