Abtak Media Google News

સ્વનિર્ભર શાળા શિક્ષક મંડળનું કલેકટરને આવેદન શિક્ષકોની દશાને ધ્યાનમાં લેવાની માંગ

કોવીડ ૧૯ને લઈને સતત ચાલતા સ્કુલ ફી વિવાદનો અંત સરકારના તા.૨૨ના રોજ લેવાયેલા નિણૅયથી આવ્યો કે નહિ તે કહેવું બહુ મુશ્કેલ છે. ત્યારે શિક્ષણ જગતમાં મહત્વનું અંગ શિક્ષકો હોય છે. પછી તે સરકારી શિક્ષકો હોય કે ખાનગી શિક્ષકો પરંતુ હાલની પરિસ્થિતિમાં પીસાતા ખાનગી શિક્ષકો માટે સરકાર તરફથી કોઈ પણ જાતનું આશ્વાસન મળ્યું નથી. આવું ઓરમાયું વર્તન શા માટે ? તેવો પ્રશ્ન સ્વનિર્ભરશાળા શિક્ષક મંડળે જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં ઉઠાવ્યો છે.

વધુમાં આવેદનમાં જણાવાયું છે કે પોતાના વ્યવસાય ને ધર્મ સમજીને પોતાની જાત બદલીને પણ શિક્ષકોએ બાળકોના ભણતરને ઓનલાઈનના માધ્યમથી વેતન મળ્યું ન હતુ. અડધુ મળ્યું તેની દરકાર વગર એક નવી દિશા આપી છે. જેની અનૂભૂતિ સમાજના દરેક વ્યંકિતને થઈ છે. બાળકોનાં વિકાસની ગાથા અવિરત રાખવા માટે શિક્ષકોએ નવી ટેકકનોલોજીને સમજવામાં તનતોડ મહેનત કરી છે. તેના બદલામાં સમયની સાથે બદલવાના પાઠ ભણાવતા શિક્ષકો પોતાને તો બદલી શકયા પણ કદાચ સરકારને પોતાની તકલીફોને રજૂ કરવામાં અથવા સરકાર પર ભરોસો રાખી થાપ ખાઈ ગયા હોઈ એવું લાગે છે.

સરકારી સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસો. અને વાલીમંડળ વચ્ચે ઘણા સમયથી ચાલતા ફીના વિવાદ સામે સરકાર તરફથી નો સ્કૂલનો ફ્રીનો ચૂકાદો આપેલ છે. અને સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસો. દ્વારા સ્કૂલ બંધનું આંદોલન ચાલુ થયું છે. ત્યારે ખાનગી શાળાના પાંચલાખથી વધુ શિક્ષકો અને તેના પરિવાર માટે પણ સરકાર જવાબદાર છે.

આવનારા દિવસોમાં સ્કુલ બંધ અને નો ફી ની વચ્ચે ગુજરાતના ભાવિનું નિર્માણ કરનારા પાંચ લાખથી વધુ શિક્ષકોના ભાવિનું શું ? તેમના પરિવારનું શું ? સમગ્ર શિક્ષણ વ્યવસ્થાનું શું? જેવા પ્રશ્ર્નો શિક્ષકોને મુંઝવે છે ત્યારે સરકારને નમ્ર અપીલ છે કે ખાનગી શાળાનાં શિક્ષકોને સમાજનો એક અભિન્ન અંગ સમજીને શિક્ષકોનાં પ્રશ્ર્નોના સકારાત્મક નિવારણ થાય તેવી માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.