Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત સંબંધો અને ટકાઉ વિકાસ માટે મજબૂત વિદેશ વેપાર નીતિ અનિવાર્ય:  નવા નિયમો સપ્ટેમ્બર-ઓકટોબર સુધીમાં જાહેર થવાની સંભાવના

આજના ઝડપથી વિકાસતા જતા યુગમાં કોઈ પણ દેશને ટકી રહેવા ઔદ્યોગિક સહિતનો સર્વાંગી વિકાસ અનિવાર્ય છે. જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે એકા બીજા દેશો સાથેના સંબંધો મહત્વનો ભાગ ભજવે છે. કૂટનીતિની સાથે વ્યાપારિક સંબંધો પણ અતિ મહત્વના પરિબળ બન્યા છે. ત્યારે વેપાર થકી આ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જઈ વિદેશી ભંડોળ વધારવું તેમજ સ્થાનિક ઉધોગો અને ઉધોગકારોને આંતરરાષ્ટ્રીય બજારમાં નવી ઓળખ અપાવવા નવી વિદેશ વેપાર નીતિમાં ખાસ ભાર મુકાયો છે. જો કે હજુ આ નવી જોગવાઈઓને લઈ નિકાસકારો મૂંઝવણ અનુભવી રહ્યા છે.

નવી વિદેશ વેપાર નીતિમાં શું જોગવાઈઓ કરવામાં આવી છે ? તેની ભારતની નિકાસ-આયાતની તુલાને શું અસર પડશે ? નિકાસકારો માટે શું જોગવાઈ છે ? વગેરે જેવા ઘણાં મૂંઝવણભર્યા પ્રશ્નો ઉભા થયા છે. નિકાસકારો માંગ કરી રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોદાઓ માટે વેપારી ભાગીદારો સાથે કરારોમાં થોડી ઢીલ આપવામાં આવે. શિપિંગ એટલે કે જહાજ ઉધોગ માટે નવું અને વધુ સુવિધા યોગ મજબૂત આંતર લમાળખું ઉભું કરવામાં આવે.

પીઆઈએસ સ્કીમ હેઠળ ફંડની ફાળવણી વધુ કરવામાં આવે. નિકાસ માટે નવા ક્લસ્ટર ઉભા કરવામાં આવે તેમજ વેપાર સંધિમાં ઉભા થતા તેના સમાધાન માટે નવી રણનીતિનો ઉલ્લેખ કરવામાં આવે તેમજ કૌશલ્ય વધારવા માટે ટેકનોલોજી સંદર્ભે નવા ઈન્સેન્ટિવ આપવામાં આવે. આ ઉપરાંત ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ હેઠળ આંતરરાષ્ટ્રીય બજારમાં વેપાર સંધિઓની પ્રક્રિયા વધુ સરળ કરવામાં આવે. જણાવી દઈએ કે, હાલમાં જે વિદેશ વેપાર નીતિ અમલમાં છે તે વર્ષ 2015માં લાગુ કરવામાં આવી હતી જેને સપ્ટેમ્બર 2021 સુધી વધારી દેવામાં આવી છે. ત્યારે હવે વર્ષ 2021 સપ્ટેમ્બરથી લઈ 2026 સુધીની નવી વિદેશ વ્યાપાર નીતિ આગામી સપ્ટેમ્બર- ઓક્ટોબર સુધીમાં લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે.

નવી વિદેશી વેપાર નીતિ હેઠળના માપદંડોની સ્પષ્ટતા કરવા માંગ

નવી વિદેશ વેપાર નીતિ સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં જાહેર થાય તેવી શક્યતા છે. ત્યારે આ નવી નીતિ હેઠળ કયા કયા માપદંડો હશે ? નિકાસકારોને માથે વધુ બોજ આવશે કે નિયમો હળવા કરી રાહત આપવામાં આવશે ? તેવા પ્રશ્નો સાથે નિકાસકારો મૂંઝવણમાં મુકાયા છે. ત્યારે સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે નવી વિદેશ વેપાર નીતિના માપદંડોની જલદીથી સ્પષ્ટતા કરવામાં આવે. નિકાસકારોએ જણાવ્યું કે ડબ્લ્યુટીઓ- વિશ્વ વ્યાપાર સંગઠનના પાલનની વાત છે ત્યાં સુધી એફટીપી- વિદેશ વેપાર નીતિમાં વધુ સ્પષ્ટતા મેળવવા માંગીએ છીએ. તેઓએ કહ્યું  કે આનાથી

તેઓ તેમની નિકાસની દિશા અને પાંચ વર્ષના ગાળામાં વધુ વ્યૂહાત્મક દેશોને લક્ષ્યાંકિત કરી શકશે. કાર્પેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (સીઇપીસી)ના ઈમિડીએટ પાસ્ટ અધ્યક્ષ મહાવીર પ્રતાપ શર્માએ કહ્યું કે અત્યારે અમારી પાસે ટૂંકા ગાળાની અથવા લાંબા ગાળાની નીતિઓ વિશે કોઈ સ્પષ્ટતા નથી.  આરઓડીટીપી અને જીએસટી પર અહીં ઘણી અસ્પષ્ટતા છે. ફુગાવો હવે ઊંચાઈની સપાટી પરથી પસાર થઈ ગયો છે. કાર્પેટ, અર્ધ કિંમતી પત્થરો જેવા રેઝર-પાતળા માર્જિન પર કામ કરતા વ્યવસાયની સ્થિતિ ખરાબ થઈ છે. જો કે પ્રોત્સાહનો પર આધારીત યોજના- પ્રોડક્શન લિંકડ ઈનસેન્ટિવ રાહતભરી રહી છે. પરંતુ જો નવી વિદેશ વેપાર નીતિમાં વધુ રાહતો નહિ જાહેર થાય તો પરિસ્થિતિ તેમના માટે વધુ વણસતી બની જશે.

નિકાસકારોની સરકાર પાસે અપેક્ષા

નવી વિદેશ વ્યાપાર નીતિ હેઠળ નિકાસને વધુને વધુ પ્રોત્સાહન આપી નિકાસકારોને આર્થિક રાહત આપવા માટે તેમજ નિયમોની જડતા દૂર કરવા માટે માંગ કરવામાં આવી રહી છે. નિકસ્કારો અને વિશ્લેષકોના મતે લાંબા ગાળાની નીતિઓ, નિયંત્રિત ફુગાવા અને ધંધામાં સરળતા જેવા પાસાઓ વિદેશી કંપનીઓને આકર્ષક લાગશે. આવા કિસ્સામાં કોઈ અનુદાન અને પ્રોત્સાહનોની જરૂર નથી. કારપેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ઈમિડીએટ પાસ્ટ ચેરમેન મહાવીર પ્રતાપ શર્માએ જણાવ્યું કે અમને આગળ લઇ જવા માટે ફરજો, કર અને બેન્કિંગની સરળતા જરૂરી છે. આ ઉપરાંત નિકાસકારો સ્કેલની કાર્યક્ષમતાને આગળ વધારવા માટે ક્લસ્ટર આધારિત અભિગમને પ્રોત્સાહન આપવાની પણ છે. આ ઉત્પાદનોને સસ્તું કરવામાં અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ધાર મેળવવા માટે મદદ કરી શકે છે.

“વેપારની વાટાઘાટો અને સબસિડી મહત્વપૂર્ણ છે જે નિકાસને બૂસ્ટર ડોઝ પ્રદાન કરે છે. નિકાસકારો માંગ કરી રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોદાઓ માટે વેપારી ભાગીદારો સાથે કરારોમાં થોડી ઢીલ આપવામાં આવે. શિપિંગ એટલે કે જહાજ ઉધોગ માટે નવું અને વધુ સુવિધા યોગ મજબૂત આંતર લમાળખું ઉભું કરવામાં આવે. પીઆઈએસ સ્કીમ હેઠળ ફંડની ફાળવણી વધુ કરવામાં આવે. નિકાસ માટે નવા ક્લસ્ટર ઉભા કરવામાં આવે તેમજ વેપાર સંધિમાં ઉભા થતા તેના સમાધાન માટે નવી રણનીતિનો ઉલ્લેખ કરવામાં આવે તેમજ કૌશલ્ય વધારવા માટે ટેકનોલોજી સંદર્ભે નવા ઈન્સેન્ટિવ આપવામાં આવે. આ ઉપરાંત ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ હેઠળ આંતરરાષ્ટ્રીય બજારમાં વેપાર સંધિઓની પ્રક્રિયા વધુ સરળ કરવામાં આવે.

ભારતની સબસીડી યોજનાથી અમેરિકાને ચૂક:WTOમાં ફરિયાદ

વિવિધ ક્ષેત્રે પ્રોડક્શન લિંક ઈન્સેન્ટિવ એટલે કે ઉત્પાદન આધારિત પ્રોત્સાહનો તેમજ ખાસ કરીને કૃષિક્ષેત્રે જાહેર કરવામાં આવેલી સબસીડીને લઈને વિશ્વ વ્યાપાર સંગઠનમાં અમેરિકા સહિતના દેશોએ ભારતની આ યોજનાને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. માર્ચ 2018 માં, યુ.એસ.એ ભારતની કેટલીક નિકાસ પ્રમોશન યોજનાઓને પડકાર ફેંકી હતી, આક્ષેપ કર્યો હતો કે ભારત  હરીફ દેશો માટે એક અસમાન ક્ષેત્ર ઉભું કરે છે. ભારત યોજના (MEIS), નિકાસ લક્ષી એકમો યોજના અને ક્ષેત્ર-વિશિષ્ટ યોજનાઓમાંથી મર્ચેન્ડાઇઝ નિકાસ, લેન્સ હેઠળના કેટલાક સબસિડી પ્રોગ્રામ જેના

પરિણામે, આંતરરાષ્ટ્રીય બજારમાં હરીફોને માટે પડકાર ઉભો થયો છે. સબસિડીને કારણે નીચા દરોએ વેચાતી વસ્તુ અન્ય દેશો માટે પડકારરૂપ બની છે. આ મુદ્દાને લઈ અમેરિકાએ વિશ્વ વેપાર સંગઠનમાં ફરિયાદ કરી છે અને ભારતની આ યોજનાને વિશ્વ વ્યાપાર સંગઠનના નિયમ વિરુદ્ધ ગણાવી નિયમો પાછા ખેંચવા ધારદાર રજૂઆત કરી છે. જો કે આ વચ્ચે આગામી ટૂંક સમયમાં જાહેર થનારી ભારતની નવી વિદેશ વેપાર નીતિમાં પણ નિકાસકારો માટે રાહતો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. આ વચ્ચે હવે ભારત વિદેશ વેપાર નીતિમાં છૂટછાટ આપી નિકાસકારોને રાહત આપી વિશ્વ વ્યાપાર સંગઠન તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં કઈ રીતે સંતુલન જાળવશે તે એક મહત્વનું પરિબળ બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.