Abtak Media Google News

એશિયા ખંડમાં ચીનની વધી રહેલી દાદાગીરી ભારત અને જાપાન સહિતના દેશો માટે જોખમ‚પ છે. ચીન સાઉથ ચાઈના સમુદ્રમાં હિલચાલ વધારી રહ્યું છે. જે જાપાન અને ઈન્ડોનેશીયા વગેરે અગ્નિ એશિયાના દેશો માટે ખતરો ઉભો કરે છે. આજ રીતે હિંદ મહાસાગરમાં પણ ચીનનો પગપેશારો થઈ ર્હયો છે તે ભારત માટે ખતરાની ઘંટડી છે. ડોકલામ વિવાદમાં ભારતના સમર્થનમાં એક માત્ર જાપાને જ રાજદ્વારી સમર્થન જાહેર કર્યું હતું. બુલેટ ટ્રેન સહિતના આર્થિક અને ઈન્ફ્રાસ્ટ્રકચરના પ્રોજેકટોમાં ભારત અને જાપાન વચ્ચે કરાર થયા છે. અલબત સંરક્ષણ ક્ષેત્રે કોઈ ખાસ વાટાઘાટો થઈ હોવાના સંકેતો નથી. સમુદ્ર કે જમીન પર સંયુકત સૈન્ય કવાયત અંગે પણ ચર્ચા થઈ હતી. જાપાન તરફથી મળનારા યુએસ-૨ એમ્ફીબીયન એરક્રાફટ માટેની વાટાઘાટો પણ વર્ષોથી ઘોચમાં છે. સંરક્ષણ માટેના ઈક્ધવીપ્મેન્ટ માટે પણ ચાર વર્ષથી માત્ર ચર્ચા થઈ રહી છે. જાપાનને ઈન્ફ્રાસ્કટ્રચરમાં મુડી રોકાણ કરવામાં સંરક્ષણ ક્ષેત્ર કરતા વધુ રસ છે. આ ઉપરાંત જાપાનની નજર એનર્જી સેકટર ઉપર પણ છે. જો કે ચીન અને પાકિસ્તાન જેવા અવળચંડા પાડોશીઓ હોવાના કારણે શસ્ત્ર સરંજામની જ‚રીયાત પણ ખુબ હોય છે. સબમરીનનો પ્રોજેકટ પણ ઘણા સમયથી ફસાયેલો છે. એકંદરે સંરક્ષણ ક્ષેત્રે ચીનને નાથવા ભારત અને જાપાન અનેક કરારો ચૂકી ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.