Abtak Media Google News

હાલ જે રીતે ડિજિટલ અને ટેકનોલોજી સતત અપડેટ થઈ રહી છે, લોકોના જે ડેટા છે તેનો પણ સતત મિસ યુઝ થતો જોવા મળે છે અને લોકોએ આર્થિક નુકસાનીનો પણ સામનો કરવો પડે છે. વાસ્તવિકતા એ પણ છે કે લોકોએ જે રીતે જાગૃતતા કેળવવી જોઈએ તે ન હોવાના કારણે ઘણા ખરા પ્રશ્નો ઉદભવી થતાં હોય છે.

Advertisement

લોકો વિવિધ એપ્લિકેશનો ને સમજ્યા વગર ડાઉનલોડ કરી પોતાની ખાનગી માહિતી તેમાં આપતા હોય છે અને પરિણામે તેઓ સાથે છેતરપિંડી પણ આચરવામાં આવતી હોય છે. ત્યારે આ સ્થિતિનું નિર્માણ આગામી સમયમાં ન થાય તેના માટે સરકારે વ્યવસ્થા પણ ઉભી કરવી પડશે પરંતુ હાલ આ તમામ મુદ્દાઓને ધ્યાને લેતાં ગૂગલ ઉપર અત્યારના લટકતી તલવાર જોવા મળી રહી છે.

હાલ આ તમામ સ્થિતિને ધ્યાને લેતા ગૂગલે એપ્લીકેશન ડેવલોપરોને તાકીદે જણાવ્યું છે કે તેઓ લોકોનો ડેટા શુ કામ લે છે અને તેનું શેરિંગ શું કામ કરવામાં આવે છે? નારા સમયમાં આ પ્રકારની સ્થિતિ ન ઉદભવે તેના માટે ગૂગલે તેના પ્લે સ્ટોર ઉપર ડેટા સેફટી સેક્સન બનાવવાનો નિર્ધાર કર્યો છે. દરેક વપરાશકર્તા સેક્સનમાં જઈ પોતાનું ડેટા કયા વાપરવામાં આવ્યો છે તે અંગે માહિતી મેળવી શકશે.

ગૂગલે એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરતાં જણાવ્યું છે કે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરતાં વપરાશકર્તાઓએ સર્વપ્રથમ જાગૃતતા કેળવવી જરૂર છે અને તેમનો ખાનગી ડેટા અથવા તો તેની કોઈપણ બેંકની ડિટેલ આપવી ન જોઈએ સામે ગૂગલે પણ એપ્લિકેશન બનાવતી કંપનીઓને પણ તાકીદે જણાવ્યું છે કે તેઓ પણ લોકોના ડેટાનો ઉપયોગ ન કરે અને કોઈ પણ સ્થળે તેની શેરિંગ ન કરવામાં આવે.

ચેતજો… વોટ્સએપ તમારૂ બેન્ક અથવા તમારી ખાનગી માહિતી માંગતું નથી

હાલ ઓનલાઈન મારફતે લોકોને છેતરવાનું કૃત્ય ખૂબ મોટા પાયે ચાલી રહ્યું છે. હેકરો અને છેતરપિંડી કરનાર ગુનેગારો વોટ્સએપનો ઉપયોગ કરી લોકોની તમામ પર્સનલ માહિતીઓ એકત્રિત કરતા હોય છે અને તેની બેંકની ડિટેલ પણ મેળવી તેમની સાથે નાણાકીય છેતરપિંડી કરતા નજરે પડે છે. હવે આવનારા સમયમાં ૂવફતિંફાા વપરાશકર્તાઓ ન છેતરાય તે માટે વોટ્સએપે માર્ગદર્શિકા જાહેર કરતા જણાવ્યું છે કે વોટ્સએપ કોઈ દિવસ તેમના વપરાશકર્તાઓની ખાનગી માહિતી અથવા તો તેની બેંક ડીટેલ માંગતું નથી આ વાતની લોકોએ ગંભીરતાથી નોંધ લેવી ખૂબ જરૂરી છે અને જાગૃત તાજો કેળવવામાં આવશે તો તેઓ ફ્રોડથી બચી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.