Abtak Media Google News

ફરજ પરથી ઘરે આવ્યા બાદ  વાસણ ઉટકવા બાબતે ટપારતા પત્નિએ ખાધો ગળાફાંસો

સુરેન્દ્રનગર હેડકોટર વિસ્તારમાં રહેતા મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે જેને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે પોલીસ બેડામાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે ઉલ્લેખનીય છે કે પ્રાથમિક વિગતો મેળવતા સામે આવ્યું છે કે પોતાના પતિ સાથે સામાન્ય બાબતે બોલાચાલી બાદ પતિએ વાસણ ધોવાનું કહેતા ત્યારબાદ પતિ પોતાની ફરજ ઉપર જતા રહ્યા બાદ આ મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી છે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે.

Advertisement

ત્યારે સુરેન્દ્રનગર હેડકોટર વિસ્તારમાં રહેતા અને સુરેન્દ્રનગરને ત્રણ પ્રોજેક્ટ માં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ વર્ષાબેન વાનાણીએ આત્મહત્યા કરી લીધી છે જેને લઇને સમગ્ર જિલ્લામાં પોલીસ બેડામાં ચકચાર વ્યાપી જવા પામ્યો છે ત્યારે પોતાના 28 માસના બાળકને ઘરમાં સુવડાવી ત્યારબાદ પંખે લટકી અને ગળે ફાંસો ખાઈ લીધો છે જેને લઈને હાલમાં પોલીસ બેડા તથા હેડકોટર વિસ્તારમાં પણ આ એક ચર્ચાનો વિષય બન્યો છે તેવા સંજોગોમાં પોતાની ફરજ પૂર્ણ કરી અને ઘરે આવ્યા તે સમયે વાસણ ઉટકવા નું કહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલને હાડોહાડ લાગી આવ્યું હતું અને સામાન્ય બાબતે તકરાર પણ થઈ હતી ત્યારબાદ તેમના પતિ કે જે પોતે જેલ સિપાઈ  માં ફરજ બજાવે છે તે પોતે નોકરી ઉપર જતા રહ્યા હતા.

ત્યારે પતિ નોકરી ઉપર જતા રહ્યા બાદ મહિલા કોસ્ટેબલ દ્વારા પોતાના હેડકોટર વિસ્તારમાં આવેલા કોટરર્માં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે ત્યારે હાલમાં ઘટનાસ્થળે સીટી પોલીસ દોડી ગઈ છે સિટી પોલીસ મથકના પીઆઈ વાઘેલા અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે દોડી અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહિલાની ડેડબોડીને પી.એમ.માટે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે ત્યારે પોલીસ ફરિયાદ પણ આ મામલે દાખલ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર નેત્રમ પ્રોજેક્ટ માં ફરજ બજાવતા મહિલા કર્મચારી વર્ષાબેને પોતાના ઘરે જ આત્મહત્યા કરી અને જીવન ટૂંકાવ્યું છે તેવા સંજોગોમાં છેલ્લા 4 વર્ષ અને 11 માસ તેમને પોલીસમાં ફરજ બજાવી છે અને તે પણ તે પોતે સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવતા હતા ત્યારે હવે કાયમી થવાને એક માસ ફક્ત બાકી હતું તેવા સંજોગોમાં સામાન્ય બાબતે પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર પોલીસબેડામાં પણ ચકચાર મચી જવા પામ્યો છે કારણકે ફિક્સ પગારમાં લાગેલ પોલીસને કાયમી થવાનો ઉત્સાહ સાતમા આસમાને હોય છે ત્યારે હવે મહિલા કર્મચારીને ફક્ત એક મહિનો કાયમી થવા ને બાકી હતો તે સમયે જ સામાન્ય વાસણ ધોવા બાબતે પતિ સાથે બોલાચાલી બાદ આત્મહત્યા કરી લીધી છે.

મહિલા કર્મચારી વર્ષાબેન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ના ગ્રામ્ય વિસ્તારના જ વતની છે અને તેમને લગ્ન પણ વઢવાણના ગ્રામ્ય વિસ્તારમાં જ કર્યા છે અને તેમના પતિ પણ પોલીસમાં ફરજ બજાવે છે તેવા સંજોગોમાં તેમને 28 માસનું બાળક માં પુત્ર છે

પોતાના 28 માસ નો પુત્ર હતો તેમને પહેલાં ઘરના રૂમમાં સુવડાવી દીધો ત્યારબાદ મહિલા કોન્સ્ટેબલે અણધાર્યું પગલું ભર્યું છે તેને લઈને સમગ્ર પંથકમાં આ એક શોક ની લાગણી વ્યાપી જવા પામી છે કરુણ કિસ્સો સામે આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.