સબસલામત વચ્ચે રેમડેસિવિરના કાળાબજાર શું કામ ? રાજકોટ બાદ અમદાવાદમાં ઈન્જેકશનના કાળા વેપલાનો પર્દાફાશ !!

માંગ સામે પૂરવઠાની ઘટ ‘કાળાબજાર’ ઊભું કરે છે!! 

નાના એવા વાયરસે વિશ્વા આખાને ભરડામાં લઈ લીધું છે. ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર તેમજ તેના વેરીએન્ટસમાં ફેરફાર થઈ ખતરનાક ગતિએ ફેલાતા માનવજીવન પર મોટું સંકટ ઊભું થયું છે. કેસ વધતા રેમડેસીવીર ઈન્જેકશન તેમજ ઓક્સિજનની જરૂરિયાત ખૂબ વધી છે. આવા કપરા કાળનો પણ લાભ ખાટવા અમુક લાલચી ગીધડાઓ મેદાને ઉતર્યા છે અને કાળા બજારનો વેપલો શરૂ કર્યો છે. એક તરફ તંત્ર સબ સલામતના દાવા કરી રહ્યું છે તો બીજી તરફ આ પ્રકારે રેમડેસીવીર ઇન્જેક્શનનો કાળો વેપલો શા માટે થઈ રહ્યો છે??

હોમ આઈસોલેટ દર્દીઓને ઘરે ઈન્જેકશન પહોંચાડતા હોવાના
બહાને કાળાબજારી કરતા હતા 

જે પ્રમાણે ઇન્જેક્શનની માંગ એકંદરે વધવા પામી છે એની સામે પુરવઠાની ઘટ છે જેનાથી સો જાણકાર છે. પરંતુ તંત્ર હકીકત છુપાવી સબ સલામતના દાવા કરી રહ્યું છે. માંગ સામે પૂરતો પુરવઠો નથી એટલે જ તો કાળાબજારીઓને મોકળું મેદાન મળ્યું છે અને દર્દીઓના સગા સંબંધીઓ પોતાની જરૂરિયાત સંતોષાય અને ઇન્જેક્શન મળી રહે તેની લાલચે આવા કાળાબજારીઓને મોટો ભાવ ચૂકવી પણ ખરીદી કરી રહ્યા છે. આવાજ એક કૌભાંડનો રાજકોટમાં ઝઅબતક” દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો ત્યારે વધુ એક કૌભાંડ અમદાવાદમાં સામે આવ્યું છે. એલિસબ્રીજ પોલીસે ગેરકાયદેસર રીતે ખરીદી કરવા બદલ બે વ્યક્તિની ધરપકડ કરી છે.

રીમડેસિવીર ઇન્જેક્શનના બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરીને અમદાવાદની સરદાર વલ્લભભાઇ પટેલ (એસવીપી) હોસ્પિટલના સ્ટાફ દ્વારા જ કરવામાં આવતો હોવાનું ખૂલ્યું છે. હોમ આઈસોલેશન થયેલા દર્દીઓને ઘરે ઇન્જેક્શન પહોંચાડવા જતા હોવાના બહાને આ ઇન્જેક્શન લેવામાં આવ્યા હતા. આ મામલે અલ્તાફ અસ્રાફ લોહિયા, યાસ્મિન્બાનુ પરબીન શેખ, જાકીર હુસેન શેખ અને અન્ય સ્ટાફ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.