Abtak Media Google News

લાઈવમાં લોચા

 આપણી પ્રજા લાઈવની ખુબ શોખીન છે. કેમકે ફેસબુક કે ઈન્સ્ટા નહોતા આવ્યા ત્યારથી આપણે લાઈવ માણીએ છીએ. મેળામાં મળતા લાઈવ સ્ટીમ ઢોકળા, લાઈવ મેચ અને હવે ઓનલાઈન લાઈવ થવાથી આપણને અનેરો આનંદ મળે છે. આમ પણ ફેસબુક કે ઈન્સ્ટામાં ખોટી ડંફાસો મારતા લોકોની એક જ જાટકે પીદુળી કાઢતી આ વ્યવસ્થાથી ઘણા ફાકોડ્યાવ ભોઠાં પડ્યા છે.

રાક્લાને પણ લાઈવ થવાનો ખુબ ઢઢળ્યો. પણ તેના લાઈવમાં માંડ માંડ 10 લોકો જોડાય અને એમાં પણ અડધા તો રાક્લાના આ લાઈવને કારણે તેને અનફોલો કરી દે છે. એટલે રાકલો ઉદાસ વદને ઓફલાઈન થઈ જાય અને ટીપાઈ સાફ કરવાની નૈતિક જવાબદારી નિભાવવા માંડે. એક વખત રાકલો ઈન્સ્ટામાં ઓનલાઈન હતો અને તેના સદનસીબે સંજીવ કપૂર લાઈવ થયા. (લાઈવ થયા એટલે સંજીવ કપૂરના બદનસીબ ગણી શકાય.) ચાલી રહેલા ટ્રેન્ડ પ્રમાણે તેને પણ પોતાના ચાહકો સાથે વાત કરવાનું વિચાર્યું અને એક પછી એકને પોતાના ચાહકોને લાઈવમાં જોઈન કરતાં રહ્યા. બધું જ બરાબર ચાલી રહ્યું હતું ત્યા રાક્લાને તેને લાઈવમાં જોઈન કર્યો અને લોચો થયો.

 

   રાક્લાને લાઈવમાં લીધા બાદ શું થયુ તે તમે જ વાંચો :

સંજીવ કપૂર : નમસ્તે, કેસે હૈ આપ ઔર ઘર પે ક્યા કર રહે હૈ ?

રાકલો : એકદમ મેજેમે હૈ આપ બતાવ આપકા માસ્ટર રસોઈયાકા ધંધા તો અભી મંદા ચલ રહા હોગા ને ?

(સંજીવ કપૂરને પણ સમજાય જાય છે કે તીખું મરચું થાળીમાં આવી ગયું)

સંજીવ કપૂર : જી જી (કહીને વાતને ઉડાવવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે)

રાકલો : એક મીનીટ ચાલુ રખના ઈધર નેટ કા લોચા હૈ.

(રાકલો મોબાઈલ સાથે રસોડામાં પ્રવેશ કરે છે, ત્યાં જ તેના મમ્મીની નજર કટલેશને તેલમાં તળતા તળતા રાક્લાના મોબાઈલમાં જાય છે. સંજીવ કપૂરને તેના દિકરા સાથે વાત કરતાં જોઈ અને તે ડઘાઈ જાય છે.)

કાકી : લે સંજયભાઈ કપૂર ?

રાકલો : મમ્મી, સંજય નહી સંજીવ કપૂર.

(રાકલો મોબાઈલને તેના મમ્મી સામે ફેરવે છે. અને તેના મમ્મી મોબાઈલ હાથમાંથી લઈ અને સ્ટવની ઉપર આવેલી બારી પર રાખી દે છે.)

સંજીવ કપૂર : કેસી હૈ આપ બેહેનજી ?

કાકી : બોહોત હી બડીયા યે દેખો કટલેશ તર રહી હું ઈન્કો બોહોત ભાવતી હૈ.

(નેટ ચોટવાને લીધે સંજીવ કપૂરને ખાલી કટલેશ જ સમજાણું)

સંજીવ કપૂર : ઈસકો કમ સે કમ ચાલીસ સેકન્ડ તક કડાઈમેં હી રેહને દેના.

(ફરી નેટ ચોટવાને કારણે રાક્લાના મમ્મીને ખાલી ચા જ સમજાય છે અને સંજીવ કપૂર તેલમાં ચા નાંખવાનું કહે છે એવું સમજી અને ઉકળતા તેલમાં ચા નાંખે છે – થોડીવાર માટે પાસે ઉભેલો રાકલો પણ મુંજાય છે.)

F58C083D D236 413A B7Bb Cf5126Aa12Fa

કાકી : હા હા ભાઈ ઠેન્ક્યું.

(મોબાઈલ પરત લેવા માટે રાક્લો લંબાય છે અને ફોન સરખો ન પકડાતા તેલમાં પડે છે. અને સંજીવ કપૂર વર્ચ્યુલ રીતે ઉકળતા તેલમાં સ્નાન કરે છે.)

રાકલો : મમ્મી આ શું થયું ?

કાકી : ઢોર જેવા હજી હમણાં નવો ફોન લઈ દીધો’તો.

ફોન અને કટલેશ બંને ચાની ભૂકીવાળા થઈ જાય છે. હમણાં જ કાકાએ કડવી અને નમકીન કટલેશનો સ્વાદ માણ્યો છે. અને બહારે આવીને મીઠાના પાણીવાળા કોગળા કર્યા છે. ફોન ચોંટી ગયો હોવાથી સતત સંજીવ કપૂર ચા ચા કરતો હોય તેવા અવાજ આવી રહ્યા છે. અને રાકલો ફરી ઉદાસવદને ટીપાઈ સાફ કરી રહ્યો છે. ઋતિકના રામે રામ

ચાબુક :

સરહદ પે કોઈ ગદ્દાર ન હોને કે બાવજૂદ દેશ કઈ ગદ્દારો સે લડ રહા હૈ.

રૂત્વિક સંચાણિયા  

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.