Abtak Media Google News

‘ખુલા’ સ્ત્રીઓનો તલાક માટેનો અધિકાર

            તલાકના ખોટા અર્થઘટનને કારણે સ્ત્રીઓ બને છે એનો ભોગ

એક વારમા ત્રણ વાર ઉચ્ચારાયેલા તલાકને કોઇ માન્યતા નથી

દિકરી એટલી પિતાના કાળજાનો કટકો જયારે એક પિતા તેની દિકરીને વાજતે ગાજતે પરણાવી સાસરે વળાવે છે ત્યારે ત્યાં ઉપસ્થિત દરેક લોકોમાંથી સૌથી નિ:સહાય એ પિતા જ હોય છે. ત્યારે એ દિકરી જે તેનું સર્વસ્વ ભૂલી એક જુદા જ પરિવારમાં માહોલમાં જાય છે. જયાં તેનો પતિ હોય છે પિતાએ એક વિશ્ર્વાસ સાથે તેના કાળજાના કટકો એવી દિકરીને તેના જમાઇના હાથમાં સોંપી હોય છેે. તેવા સમયે દિકરી પણ એ વ્યકિતને પતિ તરેકી સ્વીકારી તેનું સર્વસ્વ તેને સોંપી દે છે. ત્યારે એક સમય એવો આવે જયારે એ જ પતિ અચાનક કંઇક નજીવા કારણોસર પત્નિને માત્ર ત્રણ શબ્દો ઉચ્ચારી જન્મો જન્મોના સંબંધો પુરા કરવાની વાત કરે છે. અને સામે પક્ષે પત્નિને પોતાના મનની વાત સુઘ્ધા તો દુર એક અક્ષર પણ ઉચ્ચારવાનો હકક રહેતો નથી… અને પતિ-પત્નિના સંબંધો એક ક્ષણમાં જ પૂરા થઇ જાય છે. વાંચકમિત્રો હું વાત કરી રહી છું ઇસ્લામ ધર્મમાં ઉચ્ચારાતા ત્રણ વખતનાં શબ્દ તલાક… તલાક… તલાકની…. જે માત્ર શબ્દો જ નથી પરંતુ એક સ્ત્રીની આખી જીંદગી નર્ક માત્ર બની શકે છે.

ભારત એક બિનસાંપ્રદાઇક રાષ્ટ્ર છે જયાં સર્વધર્મની પ્રજા વસે છે જેમાં હિંદુ પ્રથમ ક્રમાંકે અને મુસ્લીમ બીજા ક્રમાંકે આવે છે. ત્યારે વર્તમાન સમયમાં જયાં એક બાજુ સમાન હકકની વાતો થઇ રહી છે., સ્ત્રી શસકિતકરની વાતો થઇ રહી છે. ક્ધયા કેળવણીની વાતો થઇ રહી છે ત્યારે બીજી બાજુ દેશમાં અનેક એવી ઘટનાઓ બની રહી છે જયાં આ પ્રકારની કોઇ વાતો જ જાણે લાગુ ન પડતી હોય તેમ ઇસ્લામીક સ્ત્રીઓને તેમના શોહર (પતિ) બેધડક કંઇપણ વિચાર્યા વર આવેશમાં આવી ત્રણ વાર તલાક શબ્દનું ઉચ્ચારણ કરી સંબંધોનો અંત આણી દે છે. ત્યારે ઇસ્લામ જેવા પવિત્ર ધર્મમાં તલાક આપવો એ પણ એ નાપાક હરકત ગણવામાં આવે છે કે જયાં સ્ત્રી અને પુ‚ષનાં પવિત્ર સંબંધને આમ આદમી સરળતાથી પૂર્ણ કરવામાં આવે એ અયોગ્ય બાબત છે.

ઇસ્લામ ધર્મમાં તલાક… તલાક…. તલાક… નો સાચો અર્થ

ઇસ્લામ ધર્મનો ઇતિહાસ ૧૪૦૦ વર્ષ જૂનો અને એટલો જ પવિત્ર છે. પરંતુ વર્તમાન સમયમાં ધર્મના નામે કેટલાંક નૌસીખીયાઓ ધર્મમાં દર્શાવેલા સ્વચ્છ અને પવિત્ર રસ્તાઓને બદનામ કરી રહ્યા છે. ત્યારે ત્રણ તલાકની વાત કહ્યા વગર રહેવાનું નથી. ઇસ્લામમાં મહોમદ પયંગબર સાહેબે પવિત્ર ધર્મગ્રંથ કુરાન એ શરીફની રચના તે સમય અને સંજોગો અનુસાર કરી હતી પરંતુ વર્તમાન સમયમાં પણ એ વાતો એટલી જ ચોટદાર સાબિત થાય છે. ત્યારે ત્રણ વાર તલાક શબ્દોનો અર્થ પણ કંઇક એવો માર્મિક જ છે.

કુરાન-એ-શરિફમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ વાર ઉચ્ચારવામાં આવતો તલાક શબ્દએ એક વારમાં જ ઉચ્ચારવામાં નથી આવતો પરંતુ તેને ચોકકસ સમયાંતરી ઉચ્ચારવામાં આવે છે.

Vlcsnap 2017 04 26 10H39M31S220જેમ કે પતિને કોઇ ચોકકસ કારણોસર પત્નીથી તલાક જોઇતો હોય તો સમાજનાં વડાઓ સમક્ષ તેની બકાઇદા રજૂઆત કરવામાં આવે છે અને પ્રથમ વાર તલાક ઉચ્ચારવામાં આવે છે ત્યાર બાદ અમુક દિવસોના સમયગાળામાં બંને પક્ષોને સમાજના વડાઓ, ધર્મગુરુઓ દ્વારા સમજાવવામાં આવે છે અને જો તેમાં કંઇ સમજાવટથી ફેર ન પડે ત્યારે બીજી વાર પતિ તલાક શબ્દનો ઉચ્ચાર કરે છે અને ત્યારબાદ પણ અમુક દિવસનો સમયગાળો પસાર કરવામાં આવે છે જેમાં પરિવારના સભ્યો, સગાસંબંધીઓ પણ સુલેહની કોશિશ કરે છે અને અંતે જયારે એ સમયગાળો પૂરો થાય છે અને કંઇ સમાધાન ન થાય ત જ છેલ્લી વાર તલાક શબ્દનો ઉચ્ચાર કરી પત્નિને ઇસ્લામીક કાનુન અનુસાર તલાક આપવામાં આવે છે. તો આ છે સાચી અને સ્પષ્ટ પઘ્ધતિ જે ઇસ્લામીક

લોમાં દર્શાવવામાં આવી છે.

પરંતુ વર્તમાન સમયમાં સામે આવેલી અમુક ચોંકાવનારી ઘટનાઓએ સમગ્ર ઇસ્લામિક સામાજીક વ્યવસ્થાને આંચકો આપ્યો છે. પતિ હવે એટલો સરમુખત્યાર બન્યો છે કે પત્નિને વોટસએપ, ફેસબુક કે ફોનમાં તલાક… તલાક… તલાક… ની પોસ્ટ મૂકીને છોડવા લાગ્યા છે. જેનાથી ઇસ્લામ સમાજ પર ખુબ ગહેરી અસર જોવા મળી છે જેમાં ખાસ ઇસ્લામીક સ્ત્રીઓ પર તેની નકારાત્મક અસરો જોવા મળી છે. હૈદરાબાદમાં સુમાયના નામની સ્ત્રીને તેના પતિએ વોટસએપમા: તલાક આપી કહ્યું, આ છે તારી બર્થ ડે ગીફટ, ત્યારબાદ નેશનલ  નેટબોલની ચેમ્પીયન રહી ચૂકેલી શુમાયલાને દીકરીનો જન્મ થતાં તેના પતિએ આપ્યો તલાક, તો આ પ્રકારની ઘટનાઓ સામે આવતા એ સ્પષ્ટ જાણી શકાય કે કોઇ ચોકકસ કારણ વગર માત્ર પોતાનું પૌ‚ષત્વ સાબિત કરવા પતિઓ તલાકનો ગેરમાર્ગે ઉપયોગ કરે છે જે ઇસ્લામમાં પણ એક જધન્ય ગુન્હો ગણાય છે.

શું સ્ત્રીઓને પણ હકક છે તલાક આપવાનો

જયારે ત્રીપલ તલાક પર રીચર્સ શ‚ કર્યુ ત્યારે તો ખબર જ નહોતી કે સ્ત્રીઓ પણ તલાકની અરજી કરી શકે છે પરંતુ તેમને પુ‚ષો જેટલા હકક આપવામાં આવ્યા નથી. સરીયતમાં ઇસ્લામીક લો અનુસાર સ્ત્રીઓ પણ આપી શકે છે તલાક પરંતુ તેના માટે માત્ર કારણ જવાબદાર હોય છે જે અંતર્ગત જેશોદર પત્નિને આર્થીક રીતે, શારિરીક રીતે તેમજ સામાજીક સ્તરે પૂરતો ન્યાય ન આપી શકતો હોય અને પત્નિ માટે એ પરિસ્થિતિ તદ્દન અસહય હોય ત્યારે જ પત્નિ પતિથી છૂટા થવા માટે તલાકની અપીલ કરી શકે છે. જેને ઇસ્લામીક લોમાં ખુલા શબ્દથી જાણવામાં આવે છે.

સ્ત્રીઓને શું હકક, હિસ્સો મળે છે તલાક આપ્યા બાદ

તલાક તો હવે તત્કાલ થયો હોય તેમ અનેક કિસ્સાઓ જાહેરમાં આવ્યા છે ત્યારે ઇસ્લામીક લો અનુસાર તલાક આપ્યા બાદ સ્ત્રીન પતિની મીલ્કતનો ૩૦ ટકા ભાગ આપવો એવું શરિયતમાં જણાવ્યું છે. તેમજ તલાક મંજુર થયાના સાડા ત્રણ મહિના સુધી સ્ત્રી બીજા નિકાહ કરી નથી શકતી કારણ જો સ્ત્રી પોતાના તલાકશુદા શોહરથી ગર્ભવતી હોય તો આવનાર બાળકનાં ભરણપોષણની જવાબદારી પણ તેના આગલા પતિની રહે છે તેવું પણ શરિયતમાં દર્શાવાયું છે. પત્નિને તલાક આપ્યા બાદ નિકાહમાં નકકી કરાયેલી મહેરની રકમ પણ પુ‚ષે અદા કરવાની રહે છે જો એ ન આપે તો તલાક માન્ય નથી ગણાતો.

વર્તમાન સરકાર અને તલાકનો કાયદો

પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે ત્યારે સમય અને સંજોગો અનુસાર યોગ્ય પરિવર્તન લાવવું એ પ્રગતિની નિશાની છે. પરંતુ જયારે એક બાજુ ધર્મ હોય અને બીજી બાજુ માનવતા હોય ત્યારે એ બંને એક સીકકાની બે બાજુ બનવાને બદલે સામસામા આવીને ઉભા રહે ત્યારે પરિવર્તન લાવવું અધ‚ સાબીત થાય છે. આવી જ પરિસ્થિતિ ભારતમાં હાલના સમયમાં દર્શાઈ રહી છે. જયારે તલાક તલાક તલાકના ગેર ઉપયોગથી અનેક સ્ત્રીઓ આ ઘટનાનો ભોગ બની છે. ત્યારે તેવી સ્ત્રીઓ વર્તમાન સરકાર પાસે મદદ માંગવા આવી છે.

ઈસ્લામીક લો અને હિન્દુઓની વાત કરીએ તો બંનેને જોતા એક સમાન પધ્ધતી જ દર્શાય છે. તલાક શબ્દ એક સાથે ત્રણવાર બોલવાથી તેનો કોઈ અર્થ જ નથી જો તેને ઈસ્લામીક લોની પધ્ધતિ અનુસાર અપાયેલા સમયગાળામાં બોલવામાં આવે તો જ તે માન્ય ગણાય છે.

તે સમયગાળો ૯૦ દિવસનો હોવાનું જણાયું છે. ત્યારે હિન્દુ લો અનુસાર પણ છૂટાછેડાના કાયદા પ્રમાણે છ મહિનાનો સમયગાળો બંને પક્ષને આપવામાં આવે જેથી જો કોઈ પણ પ્રકારનાં સમાધાનની અસર જણાય તો છૂટાછેડા થતા અટકે છે. અને એક પરિવારને વિખુટુ પડતા અટકાવી શકાય છે. પરંતુ તલાકના નિયમોનું ખોટુ અર્થઘટન થવાથી અનેક પરિવારો તુટયા છે. ત્યારે સ્ત્રીઓએ ઈસ્લામીક લોમાંથી તલાકનાં કાયદાને દૂર કરવાની અપીલ વર્તમાન સમયની સરકારને કરી છે.

છેટાછેડા કહો કે તલાક કહો બંનેથી એક હસતો ખેલતો પરિવાર એકબીજાથી છૂટો પડે છે. ત્યારે માત્ર પતિ પત્નિ જ એકબીજાથી છૂટા નથી પડતા પરંતુ તેના સંતાનો પણ તેનો ભોગ બને છે જેની તેના કુમળા બાળમાનસ પર નકારાત્મક અસર પડે છે. આમ પરિસ્થિતિને સમજયા વગર, મુશ્કેલીનો સામનો ન કરવાને બદલે આવેશમાં આવી તલાક આપવાને બદલે બંને પક્ષ એકબીજાને સમજી સમાધાન કરી સાથે રહેવાનું પસંદ કરે એ જ યોગ્ય માર્ગ છે.

હજરત ગેબનશા પીરનાં મહામંત્રી સુલેમાનભાઈ સંઘાર કહે છે કે

  • ઈસ્લામમાં તલાક અપવો એ ગુન્હો છે.

    Vlcsnap 2017 04 26 10H38M20S90
    સુલેમાનભાઈ (મહામંત્રી હજરત ગેબનશા પીર )
  • એક સાથે ત્રણ વાર તલાક બોલવાથી તે માન્ય નથી ગણાતો.
  • તલાક આપ્યા બાદ ૩૦% મીલકત સ્ત્રીને આપવી ફરજીયાત
  • મહેરની રકમ અદા કર્યા બાદ જ તલાક માન્ય ગણાય છે.
  • જો સ્ત્રીના ગર્ભમાં પૂર્વપતિનું બાળક હોય તો
  • તેના ભરણપોષણની જવાબદારી પણ પૂર્વ પતિની જ હોય છે.

એક સ્ત્રી તરીકે ઈસ્લામમાં તલાકને શુ ગણે છે તે જાણીએ તસ્લીમબેન પાસેથી.

  • આવેશમાં આવી એક જ વાર બોલાયેલા તલાકને ઈસ્લામમાં કોઈ સ્થાન નથી.

    તસ્લીમ શાબીર કુરેશી
    તસ્લીમ શાબીર કુરેશી
  • ઈસ્લામીક લો અનુસાર તેમાં અપાયેલા સમગાળામાં બોલાયેલા ત્રણવારનાં તલાકને જ યોગ્ય માનવામાં આવે છે.
  • સ્ત્રીઓને પણ છે. અધિકાર તલાક આપવનો, પરંતુ જયારે તે આર્થિક, સામાજીક અને માનસીક રીતે સાવ બેહાલ થઈ હોય તેવી પરિસ્થિતિમાં જ તલાકની અપીલ કરી શકે છે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.