Abtak Media Google News

ઇન્તઝાર ખત્મ, બાહુબલીની સવારી આવી પહોંચી

ફર્સ્ટ ડે, ફર્સ્ટ શો… ૨૮મી એપ્રિલને શુક્રવારના બુકીંગ માટે ધસારો

કટપ્પાને બાહુબલી કો કયૂં મારા થા? આ સો મણના સવાલનો જવાબ મેળવવાનો ઇન્તજાર હવે ખત્મ થશે. કેમ કે, બાહુબલીની સવારી આવી પૂગી છે. દર્શકોને ક્રેઝ છે કે – બાહુબલી ધ ક્ધકલૂસર (ભાગ-ર) તો ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જ જોવી છે ! જી હા, આગામી ૨૮મી એપ્રિલને શુક્રવારના બુકિંગ માટે ધસારો છે. બૂકિંગ ગઇકાલ મંગળવારથી શ‚ થઇ ગયું છે. બાહુબલી ભાગ-ર માટે નિર્માતા-નિર્દેશન રાજામૌલી અને ઓલ ઇન્ડિયા ડિસ્ટ્રીબ્યુટર ધર્મા પ્રોડકશન્સ (કરન જોહર)ને ગળા સુધી ખાતરી છે કે – ફિલ્મ સુપર ડૂપર હીટ જશે જ બાહુબલીના ભાગ-૧ ની અકલ્પનીય સફળતાથી પોરસાઇને પ્રોડકશન ટીમે ભાગ-ર માં V F Xઇફેકટનો ભરપૂર  ઉપયોગ કર્યો છે. અને ફિલ્મને વધુ હાઇ ટેક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ખુદા ના ખાસ્તા અગર ભાગ-ર નિષ્ફળ જાય કે નબળી પુરવાર થાય કે દર્શકોને (આ તો ભારતીય ઓડીયન્સ છે ભાઇ !) મજા ન આવે તો નીચામેણું થાય ઇજજતનો સવાલ છે ભાઇ

આથી બાહુબલી ટીમે ટ ઋ ડ  પર ભરપૂર ખર્ચ કર્યો છે. આ બધો ખર્ચ બાહુબલી બ્રાંડને વહેંચીને વસૂલવામાં આવ્યો છે. દાખલા તરીકે ચોકલેટ બનાવતી એક કંપનીને પ્રોડકટના રેપર ઉપર હીરો પ્રભાસની તસ્વીર લગાવવાની છુટ આપવામાં આવી છે. પ્રભાસ પણ આ ચોકલેટની એડમાં જોવા મળે છે. આમ, રાજા મૌલી અને કરન જોહરના બે હાથમાં નહીં પણ ચાર હાથમાં લાડુ છે. તેમ કહી શકાય.

કરન જોહરની કંપની ધર્મા પ્રોડકશન્સે તકેદારી રાખી છે કે ઓનલાઇન લીંક ન થઇ જાય અને તેની પાયરેટેડ કોપી ન નીકળી જાય. આથી દેશભરના સિનેમાઘરો બૂક કરી દેવામાં આવ્યા છે. જેમાં મલ્ટીપ્લેકસ અને સિંગર સ્ક્રીન થિએટરો સામેલ છે. કુલ ૮૦૦૦ સિનેમાઘરોમા: એકસાથે રીલીઝ થશે. ભારત ઉપરાંત ઓસ્ટ્રેીલીયા, કેનેડા, અમેરીકા, બ્રિટન, ન્યુઝીલેન્ડ, યુ.એસ.ઇ. સહીતના  વિદેશમાં પણ વસ્તા ભારતીય જનસમુદાયમાં બાહુબલી માટે ક્રેઝ છે.

હિંદી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ, અંગ્રેજી સહીતના નવ ભાષામાં રીલીઝ માટે તૈયાર છે. બાહુબલી ભાગ-૧ એ ‚પિયા ૮૦૦ કરોડનો ધીકતો વેપાર કર્યો હતો હવે ભાગ-ર માટે ફિલ્મ પંડિતો ૧૦૦૦ કરોડ ‚પિયાના વેપારનો વર્તારો કરી રહ્યા છે.

બાહુબલી ભાગ-રના સેટેલાઇટ રાઇટસ અધધધ કિંમતે વેંચાયા છે. કહેવામાં ખોટું નથી કે – બાહુબલીએ મેચ ખૂબ મોટા માર્જીનથી જીતી લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.