Abtak Media Google News

વિશ્ર્વ બેંકનો અહેવાલરોડ અકસ્માતમાં મૃત્યુ દર ઘટે તો ભારતને રૂ. ૧૮ લાખ કરોડની ‘આવક’ ઓસ્ટ્રેલીયાનો દાખલો ટાંકયો

રોડ અકસ્માત ઘટાડાથી મહામૂલી માનવ જીંદગી તો બચે જ છે, સાથો સાથ વધારાની રાષ્ટ્રીય આવક પણ ઊભી થાય છે.

Advertisement

વિશ્ર્વ બેંક તથા અન્ય એક ખાનગી સંસ્થાએ સંયુકત રીતે કરેલા અભ્યાસમાં આ તથ્ય બહાર આવ્યું છે.

અભ્યાસના અહેવાલ મુજબ ભારતમાં રોડ અકસ્માતથી થતાં મૃત્યુમાં ઉત્તરોતર ઘટાડો થતો રહ્યો છે. તેમાં સરકારી પ્રયાસોને સફળતા મળી છે. આનાથી માનવ જીંદગી તો બચે જ છે સાથો સાથ ભારતને ૨૦૩૮ સુધીમાં ‚ા ૧૮ લાખ કરોડની એડીશ્નલ નેશનલ ઇન્કમ થશે !!!

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે – ઘર આંગણે રોડ અકસ્માતમાં ૧૮ થી ૪પ વર્ષની વયના પપ ટકા લોકો કમનસીબે મૃત્યુ પામતા હતા. ૧૮ થી ૪પ વર્ષ વયનું ‘યુવા ધન’નું જીવન બચી જાય તો તેનું કુટુંબ નિરાધાર થતું બચે, પરોક્ષ રીતે સરકાર પર પણ બોજ ન આવે અંકેદરે વિશ્ર્વ બેંકનો અહેવાલ એમ કહેવા માગે છે કે વર્તમાન સયમમાં ભારતમાં જે ટકાવારીથી માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુમાં ઘટાડો થશે તો ૨૦૩૮ સુધીમાં ૧૮ લાખ કરોડ જેવી અધધ વધારાની રાષ્ટ્રીય આવક અથવા બચત ઊભી થશે.

ટૂંકમાં હિંદી કહેવત એક પંથ દો કાજજેવો ઘાટ સર્જાયો છે.

(૧) મહામૂલી માનવ જીંદગી બચે તો પરિવાર – સમાજ  અને દેશને ફાયદો થાય કામ આવી શકાય.

(ર)  દેશને આર્થિક ફાયદો પણ થાય છે.

‘ધ હાઇ ટોલ ઓફ ટ્રાફીક ઇન્જરીસ’ નામથી પ્રકાશિત થયેલા અભ્યાસમાં ભારત ઉ૫રાંત ટ્રાન્ઝાનિયા, ચીન, ફિલિપિન્સ અને થાઇલેન્ડમાં પણ રોડ અકસ્માતથી થતા ઇજા મૃત્યુના લીધે જે તે દેશના અર્થતંત્રને થતા લાભા લાભની વાત કરવામાં આવી છે.

ઓસ્ટ્રેલીયામાં ૧૯૭૦ માં રોડ અકસ્માતમાં વર્ષે દર ૧ લાખે ૩૦ લોકો મૃત્યુ પામતા જે આંકડો ૨૦૧૦માં ઘટીને દર ૧ લાખે માત્ર પ થઇ ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.