Abtak Media Google News

૧૫૬ દેશોમાં કરાયેલા સર્વેમાં ભારતનો છેક ૧૩૩મો ક્રમ, પાકિસ્તાન ૭૫ ક્રમે, બાંગ્લાદેશ ૧૧૫ ક્રમે ઈન્ડિયા કરતા વધુ સુખી

વિશ્ર્વનો સૌથી સુખી દેશ કયો છે ? એ જાણવા યુએન સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા દર વર્ષે વર્લ્ડ હેપીનેશ રીપોર્ટ તૈયાર કરાય છે ત્યારે વર્ષ ૨૦૧૮ના આ રીપોર્ટમાં વિશ્ર્વનો સૌથી ખુશખુશાલ દેશ ફિનલેન્ડ બન્યો છે. જયારે સંપતિ વધતા અમેરિકાએ ખુશી ગુમાવી હોય તેમ અમેરિકાનો આ સર્વેમાં ૧૮મો ક્રમ આવ્યો છે ત્યારે વૈવિઘ્ય અને સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ ખુશખુશાલ ગણાતો આપણો ભારત દેશ સુખી દેશમાં છેક ૧૩૩માં ક્રમે છે. તેમાં પણ આશ્ર્ચર્યની વાત તો એ છે કે, સુખી દેશમાં આપણા કરતા પાકિસ્તાન આગળ છે. જી હા, પાકિસ્તાન ૭૫મા ક્રમે છે.

આતંકીઓનું હબ ગણાતો પાક આપણા કરતા વધુ સુખી છે. બાંગ્લાદેશે પણ ૧૧૫, શ્રીલંકાએ ૧૧૬, મ્યાનમાર ૧૩૦ ક્રમ મેળવી ભારતને પાછળ રાખી દીધો છે. જણાવી દઈએ કે, આ સર્વે ૧૫૬ દેશોમાં કરાયો હતો. દેશની માથાદીઠ આવક, ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટ, સામાજીક સહાય, સ્વસ્થ જીવનનો અપેક્ષિત રેશિયો, સામાજીક સ્વતંત્રતા, ભ્રષ્ટાચારનું ઓછુ પ્રમાણ વગેરે જેવા પરીબળોને ધ્યાને લઈ આ સર્વે હાથ ધરાય છે. આ બધા પરિબળોમાં સારો ભાગ ભજવનાર અને પ્રથમ આવનાર દેશ સૌથી સુખી હોવાનું મનાય છે. જેમાં ફિલેન્ડ સૌથી આગળ તો બુરુંન્દી નામનો દેશ સૌથી પાછળ છે.

આ ઉપરાંત દેશમાં સલામતી, કુદરતી, બાળકોની કાળજી, સારી શાળાઓ, મફત સ્વાસ્થ્ય કાળજી જેવા અન્ય પરીબળો પણ આ સર્વેમાં ધ્યાને લેવાય છે. આતંકીઓને પાલતો દેશ પાકિસ્તાન સુખીની વ્યાખ્યામાં આપણા કરતા આગળ છે. તેનાથી વધુ ભારત દેશ માટે શું અયોગ્ય કહેવાય ? આ સર્વે પરથી એ પણ ફલિત થયું છે કે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જે-જે દેશોની સંપતિમાં વધારો થયો છે તેમની ખુશી ઓછી થઈ છે.

અહો આશ્ર્ચર્યમ્…આતંકીઓને પાલતો દેશ પાકિસ્તાન સુખની વ્યાખ્યામાં ભારત કરતા આગળ: સંપતિ વધતા અમેરિકાએ ખુશી ગુમાવી

દુનિયાના સૌથી સુખી પ્રથમ ૧૦ દેશો

1.દેશ

2.ફીનલેન્ડ

3.નોર્વે

4.ડેન્માર્ક

5.આયલેન્ડ

6.સ્વીટર્ઝલેન્ડ

7.નેધરલેન્ડ

8.કેનેડા

9.ન્યુઝીલેન્ડ

10.સ્વીડન

11.ઓસ્ટ્રેલિયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.