Abtak Media Google News

ઘણી વખત તમે જોયું હશે કે ફળોમાં સ્ટીકરો લગાડવમાં આવતા હોય છે, જેમાં ફળની કિંમત, તેની એક્સપાયરી ડેટ લખેલી હોય છે. પરંતુ આ ઉ૫રાંત પીએલયુ એટલે કે પ્રાઇઝ લૂક અપ કોઇ પણ હોય છેે, આ કોડ ફળોની ગુણવત્તા દર્શાવે છે, પીએલ્યુ કોડની શરુઆત એક વિશેષ અંકથી થાય છે જેથી ફળોની વિશેષતા વિશે માહિતી મળે છે.

Advertisement

ઘણાં ફળોમાં પાંચ આંકડાની સંખ્યા હોય છે. અને તેનો કોડ ૯ થી શરુ થતો હોય છે. જેમ કે ‘૯૨૩૪૭’ આ પ્રકારનું લખાણ સ્ટિકર ઉપર હોય છે, એટલે એ આ પ્રકારના ફળો ઓર્ગેનિક હોય છે અને તે મોંઘા જરુર હશે પરંતુ સૌથી શ્રેષ્ઠ હોય છે.

જે ફળો ઓર્ગેનિક નથી હોતા તેના સ્ટીકર પરના કોડની શરુઆત ‘….’ નંબરથી થતી હોય છે. જેનો મતલબ થાય છે કે આ ફળોમાં સંસોધન કરવામાં આવ્યું છે જે સંપૂર્ણપણે જૈવિક નથી ઓર્ગેનિક નથી.

ઘણા ફળોના સ્ટીકર્સમાં ચાર આંકડાની સંખ્યા લખી હોય છે. આ પ્રકારના ફળો કીટનાશક અને દવાઓમાંથી ઉગાડવામાં આવતા હોય છે. જે ઓર્ગેનિક ફળો કરતા ખૂબ જ સસ્તા હોય છે.

ફળોમાં સ્ટીકર્સ તો હોય છે પણ આપણે તેને ક્યારેય જોતા નથી, અને ફેંકી દેતા હોય જો તમને પણ આજે પહેલી વખત આ વિશે ખબર પડી હોય તો હવે આ સ્ટીકર્સો પર નજર ફેંરવી જોજો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.