Abtak Media Google News

હિતેશ રાવલ, સાબરકાંઠા:

2 ઓક્ટોમ્બર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જંન્મજયંતિ. દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. દેશે તેમને રાષ્ટ્રપિતાનો દરજ્જો આપ્યો છે. તેમનું અનુપમ યોગદાન અવિસ્મરણીય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ થયો હતો. આજના દિવસે ગાંધી બાપુને યાદ કરીએ તો તેમના આધ્યાત્મિક ગુરુને કેમ ભૂલી શકાય ? ત્યારે આજના આ ખાસ દિવસે ચાલો જાણીએ સાબરકાંઠા જિલ્લાના ઈડરિયા ગઢ અને ગુરુ રાજચંદ્રજીના ગાઢ સંબંધ તેમજ તેમના ઈતિહાસ વિશે….

ગાંધીથી લઈને મહાત્મા ગાંધી સુધી પુરા વિશ્વમાં નામના મેળવવામાં તેમના ગુરુ રાજચંદ્રજીનો મહત્વનો ભાગ છે. ગુરુ રાજચંદ્રજી ગુરુઓની તપોભૂમિ તરીકે ખ્યાતનામ ઈડરિયા ગઢમાં અજય અને અમર છે. આ જગ્યા આહલાદક પહાડો, ગીરીમાળા, વનરાજી અને કુદરતી સૌંદર્યનો ખજાનો એવા પશુ-પક્ષીના કલકલાહટ વચ્ચે વસેલું ટેકરી પર સુંદર મજાનું રાજચંદ્ર વિહાર ધામ તરીકે પ્રખ્યાત છે. આજુ બાજુની આ તપોભૂમીમાં કેટલા ઋષિ-મુનિથી લઈ ગુરુ, મહંતો, તીર્થંકરો, શૂરવીરો, મહાપુરુષો, રાજાઓ અહી વસેલા અને સમય વિતાવેલો હતો. આ ભૂમિનો ઈતિહાસ ગાંધી બાપુ સાથે જોડાયેલો છે.

શ્રીમદ રાજચંદ્રજીનું આ સ્થળ ક્યાં આવેલું છે ? કેવું છે ?

રાજચંદ્ર વિહાર ઈડરથી 2.5 કી.મી.ના અંતરે ત્યાંથી ઘંટિયા પહાડ ઉપર ખૂબ સુંદર નઝારો પહાડની ટોચ પર આવેલું છે. લાગે કે કુદરતના સમીપ આવ્યા હોય તેમ શાંતિની અનુભૂતિ અપાવતું આ સુંદર સ્થળ જે લોકોમાટે એક આકર્ષણનું કેન્દ્રબિંદુ સમાન છે. સાબરકાંઠાના ઈડરથી રાજચંદ્ર વિહાર તરફ જેમ જશો ત્યાં પહાડોનો સુંદર નજારો જોઈને તમને ઠંડક સાથે ખુશીની લાગણી થશે. આ જગ્યા ઉપર ચડવા માટેની પકડીને ચાલી શકાય તે રીતે રેલીગ સાથેની પગથિયાંની છે. શ્રીમદ રાજચંદ્રજીના ઉપદેશોની તક્તિ વાંચતા-વાંચતા તમે ઈડરના ઘંટીયા પહાડ તરફ આગળ વધશો તેમ તેમ તમને મનમાં શુદ્ધતા, પવિત્રતા અને શાંત વાતાવરણનું સંગમ લાગશે

S2 Jjjj

આ જગ્યા પર તમે પરોઢે ઉગતા સુરજને અને સાંજે આથમતા સુરજને માણી શકો છો. મંદિરથી તળેટીથી લઈ ઈડર ગઢ અને શહેર તરફના આજુબાજુના દ્રશ્યો ખુબજ આલ્હાદક જોવા મળે છે. રાજચંદ્ર વિહારની મંદિરની સમિપ ઉપરની સાઈડ તરફ એક સુંદર મજાની ટેકરી દેખાય છે તે ટેકરી પર ચંદ્રપ્રભુની ડેરી તરીકે ચન્દ્રપ્રભુનું નાનું મંદિર આવેલું છે આ મંદિર અને આ ટેકરી સુંદર નજારો જોઈને તમને ટ્રેકિંગ કરવાનું મન પણ થાય તેવી આ સુંદર જગ્યા છે.

મોહનદાસ ગાંધીને હિંદુ ધર્મનું મહાત્મ્ય શ્રીમદ્ રાજચંદ્રે સમજાવેલું

એવું કેહવાય છે કે શ્રીમદ રાજચંદ્ર સાધના અને તપશ્ચર્યા કરી હતી અને લાંબો સમય અહીંયા વિતાવ્યો હતો. જેને સિદ્ધશીલા તરીકે ઓળખવામાં આવે છે. શ્રીમદ રાજચંદ્રજી મુંબઈ ખાતે પોતે મોટા ધનિક વેપારી હતા પણ આ બધુ છોડી આધ્યાત્મિક સાદગી સાથે ઇડરની ભૂમિ પર તેઓએ જ્ઞાનની ગંગા વહેતી કરી હતી. શ્રીમદ્ રાજચંદ્રે ખ્રિસ્તી ધર્મથી આકર્ષાયેલા. અને મોહનદાસ ગાંધીને હિંદુ ધર્મનું મહાત્મ્ય સમજાવેલું. ગાંધીજીના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે તેમને હિંદુ ધર્મ પર શંકા ઉત્પન્ન થવા લાગી અને ખ્રિસ્તી ધર્મ પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું. આ વાત દક્ષિણ આફ્રિકામાં તેમના શરૂઆતના દિવસોની છે. આવા સમયે તેમની શંકાઓનું સમાધાન શ્રીમદ્ રાજચંદ્રએ કર્યું. આશ્ચર્યની વાત એ છે કે બાપુને હિંદુ ધર્મનો મર્મ સમજાવવાવાળા શ્રીમદ્ પોતે જૈન ધર્મી હતા. ગાંધીજીએ લગાતાર બે વર્ષ લગી શ્રીમદ્ રાજચંદ્રની દિનચર્યા એકદમ નજીકથી જોઈ હતી. આ વિશે તેમણે લખ્યું કે, તેમના પાસે હંમેશા કોઈને કોઈ ધર્મ પુસ્તક અથવા વહી પડી રહેતી. જે કંઈ વિચાર આવતા તે વહીમાં લખી નાખતા. ક્યારેક ગદ્ય, ક્યારેક પદ્ય. અપૂર્વ અવસર નામક કવિતા પણ એવી રીતે જ લખી હશે. ખાતા, પીતા, બેઠતા, સૂતાં પ્રત્યેક ક્રિયા કરતા વખતે તેમનામાં વૈરાગ્ય રહેતું. ક્યારેય તેમને કોઈ વૈભવ માટે મોહ થયો હોય એવું મેં નથી જોયું.

શ્રીમદ્ રાજચંદ્રને ૭ વર્ષની વયે પૂર્વજન્મનું જ્ઞાન લાધેલું

Shriiiશ્રીમદ્ રાજચંદ્રએ ગુજરાતી કવિ, જૈન ફિલસૂફ અને જ્ઞાતા હતા. તેઓ ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ તરીકે જાણીતા છે. તેમનો જન્મ ૯ નવેમ્બર ૧૮૬૭ અને દેવ દિવાળીને દિવસે મોરબી પાસેનાં વવાણિયા ગામે થયો હતો. દશાશ્રીમાળી વણિક જ્ઞાતિમાં જન્મેલા શ્રીમદ્ રાજચંદ્રના પિતાનું નામ રાવજીભાઈ અને માતાનું નામ દેવબાઈ હતું. તેઓ નાનપણમાં ‘લક્ષ્મીનંદન’, પછીથી ‘રાયચંદ’ અને ત્યારબાદ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ તરીકે પ્રસિદ્ધ થયા. શ્રીમદ્ રાજચંદ્રનો આશ્રમ સુરેદ્રનગરના સાયલા તાલુકામાં આવેલો છે. કહેવાય છે રાજચંદ્રને ૭ વર્ષની વયે પૂર્વજન્મનું જ્ઞાન થયું હતું. ૮ વર્ષની ઉંમરે કવિતા લખવાનો આરંભ કર્યો હતો. ૯મા વર્ષે રામાયણ અને મહાભારત સંક્ષેપ્ત પદોમાં લખ્યું. ૧૨થી ૧૬ વર્ષની વયમાં આઘ્યાત્મિક પુસ્તકોનું તેમણે સર્જન કર્યું. તેઓ શતાવધાન અર્થાત એકસાથે સો ક્રિયાઓ એક ઘ્યાને સફળતાપૂર્વક કરી શકતાં હતાં. પત્ની ઝબકબાઈ સાથે સંસારમાં રહી સાધુ જેવું જીવન જીવીને આઘ્યાત્મ ઉન્નતિને પ્રાપ્ત કરી. ૩૩ વર્ષની વયે ૯ એપ્રિલ ૧૯૦૧નાં રોજ ખેડા ખાતે મૃત્યુ પામ્યાં.

શ્રીમદ રાજચંદ્ર અને ગાંધીજીની ઉમરમાં ઝાઝો ફેર ન હતો

S1

આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર વિશે ગાંધીજીએ લખ્યું છે કે “રાયચંદભાઈને વિશે મારો આટલો આદર છતાં તેમને હું મારા ધર્મગરુ તરીકે મારા હૃદયમાં સ્થાન ન આપી શક્યો.” શ્રીમદ રાજચંદ્ર ડૉ. પ્રાણજીવન મહેતાનાં મોટાભાઈ રેવાશંકરનાં જમાઈ હતા અને ગાંધીજી ૨૨ વર્ષની ઉમરે જયારે બેરિસ્ટર થઈને હિન્દુસ્તાન પાછા આવ્યા ત્યારે ડૉ. પ્રાણજીવન મહેતાએ ગાંધીજી અને રામચંદ્રજીની મુલાકાત કરાવી હતી. ઈડર ઇતિહાસના જાણકાર અંબાલાલ પટેલે જણાવ્યુ કે શ્રીમદ રાજચંદ્ર અને ગાંધીજીની ઉમરમાં ઝાઝો ફેર ન હતો. શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીથી ત્રણ જેટલા વર્ષ મોટા હશે. રાજચંદ્ર સાથે પરિચય વધતા ગાંધીજીને શાસ્ત્રજ્ઞાન, આત્મદર્શન, અને શુદ્ધ ચરિત્ર જેવા ગુણોની જાણે લગની લાગી હતી.

તેમનાથી મોટા એવા રાયચંદભાઈ(રાજચંદ્ર) વિશે ગાંધીજીએ લખ્યું છે કે “ મેં તેમને કદી મૂર્છિત સ્થિતિમાં નથી જોયા. દરેક ધર્મનાં આચાર્યોને મળવાનો પ્રયત્ન કયો છે. પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. હું જાણતો હતો કે તેઓ મને ઈરાદાપૂર્વક આડે રસ્તે નહિ દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો હતો. રાયચંદભાઈ વેપાર કરતા હતા ત્યારે પણ તેમના હાથમાં કોઈ વસ્તુ હોય ના હોય પરતું ધર્મનું પુસ્તક અથવા રોજનીશી ચોક્કસ રહેતા. ગાંધીજી જયારે પણ રાજચંદ્રજીની દુકાને જતા ત્યારે તે ઘર્મની વાર્તાઓ સંભળાવતા જો કે ગાંધીજીને ધર્મવાર્તાઓમાં રસ નોહતો પડતો પરતું રાજચન્દ્રજીએ કહેલી ધર્મની વાર્તામાં તેમને રસ પડતો હતો. આધ્યાત્મિકતા અંગેના તેમના મનમાં ઉદભવતા પ્રશ્નોનું નિરાકણ શ્રીમદ રાજચંદ્ર પાસેથી લેતા. ગાંધીજીએ એકવાર શ્રીમદ રાજચંદ્રને આધ્યાત્મિકતાને લગતા ૨૭ જેટલા પ્રશ્નોનો પત્ર લખ્યો અને શ્રીમદ રાજચંદ્રએ તેના વિસ્તૃત જવાબ પણ લખી મોકલ્યા.

શ્રીમદ રાજચંદ્રના જીવનમાંથી ચાર વસ્તુ શીખવા જેવી

ગાંધીજીનાં અહિંસા, વ્રતો અને અનેકાંતવાદ જેવા ગુણો તેમના જીવનમાં શ્રીમદ રાજચંદ્રનાં માર્ગદર્શનની અસરનું પરિણામ સ્વરૂપ છે. શ્રીમદ રાજચંદ્રની પુણ્યતિથિ નિમિતે પોતાના પ્રવચનમાં બોલતા ગાંધીજીએ જણાવ્યું હતું કે તેમના જીવનમાંથી ચાર વસ્તુ શીખવા જેવી છે ૧) શાશ્વત વસ્તુમાં તન્મયતા ૨) જીવનમાં સરળતા ૩) સત્ય અને ૪) અહિંસામય જીવન. વર્ષ ૧૯૩૫માં રાયચંદભાઈની જયંતિ નિમિત્તે પ્રવચનમાં ગાંધીજીએ કહ્યું, ‘એમના જીવનનો પ્રભાવ મારા પર એટલે સુધીનો પડેલો કે એક વાર મને થયું કે હું એમને મારા ગુરુ બનાવું. પણ ગુરુ તો બનાવવા ચાહીએ તેથી થોડા જ બની શકે છે? ગુરુ તો સહજપ્રાપ્ત હોવા જોઈએ,’ ગાંધીજીએ પોતાના જીવન પર મોટી અસર કરનાર ત્રણ વ્યક્તિમાં તરીકે એક શ્રીમદ રાજચંદ્ર, ટૉલસ્ટૉયે અને રસ્કિને પોતાની આત્મકથા વર્ણવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.