Abtak Media Google News

ભારતના અર્થતંત્રને પાંચ અમેરિકન ડોલર સુધી પહોંચાડવાના લક્ષ્યમાં કૃષિ અને ખાસ કરીને વિકાસ ક્ષેત્રને ખૂબ જ મહત્વ અપાય રહ્યું છે કૃષિ પેદાશ અને નાશવંત ઝણસની જાળવણીની વ્યવસ્થા માટે હજુ આપણા દેશમાં ઘણું જ ખૂટે છે ભારતીય કૃષિ પેદાશોમાં ફળોની પણ વિશ્વભરમાં માંગ છે પરંતુ વ્યવસ્થા ના અભાવને કારણે ક્યાંક ક્યાંક હજુ આપણે પાછળ રહેવાની ફરજ પડી છે. કેળાની જ વાત કરીએ તો ભારતમાં વિશ્વના સૌથી વધુ કેળા ઉત્પાદન થાય છે પરંતુ વૈશ્વિક બજારમાં ઇક્વેડોર અને ફિલિપાઇન્સ નું રાજ ચાલે છે. શ્રાવણ મહિનામાં આપણે ખૂબ કેળા ખાધા અને ભાવ પણ સારા આપ્યા ત્યારે એ જાણવું જરૂરી છે કે ભારતમાં કેળાનું ઉત્પાદન સૌથી વધુ થાય છે પરંતુ વૈશ્વિક બજારમાં વિકાસકાર દેશ તરીકે રાજ ચાલે છે.

ભારતના મીઠા મધ જેવા કેળાની દુનિયા માં ૨૦૧૩માં ૨૬ કરોડની

નીકાસ ૨૦૨૨ સુધીમાં ૨૧૩ કરોડ સુધી પહોંચી……

નવસારીના દેસાઈ એગ્રી ફૂડ ના અજીતભાઈ દેસાઈ તેમના 2002 ના દિવસોને યાદ કરીને જણાવે છે કે જ્યારે તેમણે વિદેશમાં વેપાર કરવાના પ્રયત્નોમાં મોટી ખોટ ખાધી હતી અજીતભાઈ દેસાઈએ 2002માં બેહરીનમાં સૌપ્રથમવાર કેળાની નિકાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ખાતર માળખા કે સુવિધા સ્ટોરેજ અને પેકિંગ હાઉસની જરૂરિયાતથી અજાણ અજીત દેસાઈનો માલ વિદેશની બજારમાં ન ચાલતા તેમણે આ પોતાના ઉપર વીતેલા અનુભવના બોધ પાઠમાંથી કેળાની બજાર સર કરવા જે પ્રયત્નો કર્યા તેમાં હવે સફળતા મળી છે.

2002માં બેહરીન કેળા મોકલવામાં નિષ્ફળ રહેલા વેપારીએ ત્યાર પછી ફિલિપાઇન્સ ના કારીગરોને બોલાવ્યા ફિલિપાઇન્સ અત્યારે વિશ્વના બીજા નંબરનું કેળાનું વિકાસકાર દેશ બની છે. ફિલિપ્સના કામદારોએ ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, મધ્યપ્રદેશ અને તામિલનાડુમાં કેળાની ખેતીથી લઇ જાળવણી અને સાચવીને તેને વૈશ્વિક બજારમાં કેમ મોકલવા તેની ટ્રેનિંગ આપી. તેની આ વિશ્વાસ તો એ ભારતમાં કેળની ખેતીમાં ખાતર જંતુનાશક દવાઓ અને માલ તૈયાર થઈ જાય પછી તેને પકવવાથી લઈ સ્ટોરેજ માંથી કન્ટેનર મારફત વિદેશમાં મોકલવા સુધીની આખી વ્યવસ્થા ઊભી કરાવી અજીતભાઈ દેસાઈ દ્વારા કેળાની નિકાસની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી અને ૨૦૦૬ માં પ્રથમ વખત દુબઈ થી ૨૦૦૦ ટન ઓર્ડર મળ્યો… હવે ત્યાંથી શરૂ થઈ ભારતીય કેળાની વિશ્વની બજારમાં નકાસ કરવાની. શરૂઆત.

P08Xcssy
અજીતભાઈ દેસાઈ અન્ય વેપારીઓએ પણ કેળાના જહાજ દેશમાંથી પરદેશ મોકલવાના ધંધામાં ઝંપલાવ્યું. કેન્દ્રીય વેપાર મંત્રાલય અને ખાધ અને જાહેર પુરવઠા વિભાગના મંત્રી કેળાના વિકાસકારોને પ્રોત્સાહન આપવાનું શરૂ કરતાં કેળાની નિકાસ નવ જ વર્ષમાં આઠ ગણી વધી ગઈ કેળાની નિકાસ એપ્રિલ મે 2013 ના 26 કરોડના આંખને વટાવીને 2022 સુધીમાં 213 કરોડ પહોંચી મંત્રી પિયુષ ગોયલ એ સંદેશમાં જણાવ્યું હતું કે ભારત હવે કેળાની વૈશ્વિક બજારને અસર કરવા છે વૈશ્વિક બજારમાં વર્ષ 2021 માં દુબઈ ઇરાક ઓમાનની બજારોમાં ભારતે 157.86 મિલિયન ડોલર ના કેળાની નિકાસ કરવામાં સફળતા મેળવી છે.

હવે દિવસે દિવસે કેળાની બજારમાં ભારતની નિકાસ વધી રહી છે ભારતમાં પાકતા કેળા સ્વાદ સોડમ મીઠાશ ની સાથે સાથે ઉચ્ચ ગુણવત્તા જાળવવામાં મોકરે છે ભારત હજુ પણ કેળાની નિકાસ ના ધંધામાં વધુ આગળ વધી શકે તેમ છે પરંતુ હજુ ક્યાંક ને ક્યાંક આંતરમાળખાકીય સુવિધાઓનો અભાવ જોવા મળે છે ભારતમાં હજુ કૃષિ ક્ષેત્રની નાશવંત વસ્તુઓની ટકાવારી 30% એ ઉભી છે ઇઝરાયેલ જેવા વિકસિત દેશમાં ઝડપથી ટકાવારી માત્ર બે થી ત્રણ ટકા છે આપણે ખેતરમાં તૈયાર થતા પાક ફળફળાદી શાકભાજી વેપારીના થળા સુધી પહોંચતા પહોંચતા બગડી જવાની ટકાવારી હજુ 30% એ ઉભી છે જે ઘટાડવાની જરૂર છે.

દેશમાં કોલ્ડ સ્ટોરેજ થી લઈ ખેડૂતો માટે ગોડાઉન અને જળસ સાચવવાની શરતો વધારવા પર સરકાર ભાર મૂકી રહી છે જો આંતરમાળ સાથે સુવિધા વધુ સારી બને તો ભારત કેળા ની જેમ જ કૃષિના અન્ય ઉત્પાદનો પરદેશ મોકલવામાં ઘણું સારું કરી શકે તેમ છે.. અત્યારની પરિસ્થિતિ એ ભારત સમગ્ર વિશ્વમાં સૌથી વધુ કેળાનું ઉત્પાદન કરે છે 2020 માં 32 3 નું ઉત્પાદન થયું હોવાનું રાષ્ટ્રીય બાગાયત નિગમમાં નોંધાયું હતું સંયુક્ત રાષ્ટ્ર સંઘના ખોરાક અને ખેતી ઉત્પાદન સંઘ માં ભારત સરેરાશ દર વર્ષે 29 મેટ્રિક ટન કેળાનું ઉત્પાદન કરે છે જે સૌથી મોટા ઉત્પાદક ચીન કરતા બીજા નંબરે આવે છે ચીનમાં કેળાનું ઉત્પાદન થાય છે પરંતુ વિશ્વમાં અત્યારે ફળનો સૌથી વધુ વિકાસ અને ફિલિપાઇન અને કા માનવામાં આવે છે ભારતમાં સૌથી વધુ કેળાનું ઉત્પાદન થાય છે પરંતુ માત્ર અને માત્ર બે થી ત્રણ ટકા જ વિકાસ થાય છે

ઈશ્વરની ફળ બજાર ની વર્તમાન પરિસ્થિતિમાં કેળાની સૌથી મોટી ખેતી અને ઉત્પાદન ભારતમાં થાય છે પરંતુ ફ્રુટ બજાર પર ફિલિપાઇન્સ અને અચૂકડા એવા ઇક્વાડોડનું રાજ ચાલે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.