Abtak Media Google News

શું તમે એવા ગામ વિશે સાંભળ્યું છે જ્યાં સરપંચ ખોરાક બીજા દેશમાં લે અને સુવે છે બીજા દેશમાં! જો તમે આવું કંઇ સાંભળ્યું નથી, તો ચાલો તમને જણાવી દઈએ કે આવું અનોખું ગામ ફક્ત ભારતમાં છે. આ ગામ જેટલું સુંદર છે તેટલી જ રોચક કથા ગામની છે.

આ ગામનું નામ લોંગવા છે, જેનો અડધો ભાગ ભારતમાં આવે છે અને અડધો મ્યાનમારમાં આવે છે. આ ગામની બીજી એક ખાસ વાત એ છે કે અહીં સદીઓથી રહેતા લોકોમાં દુશ્મનનું શિરચ્છેદ કરવાની પરંપરા હતી જેની 1940 માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

લોંગવા ગામ નાગાલેન્ડના સોમ જિલ્લામાં ગાઢ જંગલોની વચ્ચે ભારત મ્યાનમાર સરહદનું આ છેલ્લું ગામ છે. કોન્યાક આદિવાસીઓ અહીં રહે છે. તેઓ ખૂબ ઝનૂની માનવામાં આવે છે. તેઓ હંમેશા તેમના કુળ અને જમીન મેળવવા માટે આજુબાજુના ગામોમાં લડતાં રહે છે.

આ ગામમાં બે જૂથ વચ્ચે દુશ્મની અને લોહીયાળ ઘટનાઓના કારણે ગામ કેવી રીતે બે ભાગમાં વહેંચવું તે જાણતા ન હોવાથી અધિકારીઓએ નક્કી કર્યું કે બંને દેશોની સહરહદ ગામમાંથી પસાર થશે. ગામના નામનું બોર્ડ બે ભાષામાં છે. એક બાજુ બર્મીઝ (મ્યાનમારની ભાષા) અને બીજી બાજુ હિન્દીમાં લખાયેલુ છે.

આ ગામના વડાને 60 પત્નીઓ છે. ભારત અને મ્યાનમારની સરહદ ગામના વડાના ઘરમાંથી પસાર થાય છે. અહીંના વડા ભારતમાં ખોરાક લે છે અને કૂવો મ્યાનમારમાં છે. આ ગામના લોકો પાસે ભારત અને મ્યાનમાર બંને દેશોની નાગરિકતા છે. તેઓ પાસપોર્ટ-વિઝા વિના બંને દેશોની મુસાફરી કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.