Abtak Media Google News

નાની નાની આવડતો છે મોટી સફળતાની કુંજી …

ભાઈ આખો દિવસ નોકરી કરીને આવ્યો છુ તું પ્લીઝ હવે હેરાન ના કર…અખો દિવસ બોઉં કામ હતું હવે મને કોઈ ના બોલાવતા થોડી વાર શાંતિ રાખો..બેટા જો હું બહર હતી અને બોઉં બીઝી હતી એટલે અત્યારે નહિ થોડીવાર પછી તારી સાથે વાત કરું…..
અ બધું વાંચી ને એવું લાગશે કે આને શું લખ્યું છે કઈ સમજાતું જ નથી, પરંતુ કહેવાનું ખાલી એટલું જ છે કે જે લોકો અખો દિવસ કામ માં હોય અને ઓફીસમાં સતત કામમાં હોય તે લોકોને ઘરે આવીને થાક જ લાગતો હોય છે. પરંતુ ઓફીસમાં દરેક એમ્પ્લોયની આવડત અને તેનો વ્યવહાર ઓફીસના વ્યસ્ત વાતાવરણને હળવું બનવામાં ખુબ મદદરૂપ થાય છે. અહી આપણે કેટલીક એવીજ ખાસિયતો વિશે વાત કરીશું જે વર્કપ્લેસ ખુબ ઉપયોગી છે.

કોમ્યુનીકેશન

કોમ્યુનીકેશન એટલે બે વ્યક્તિની એકબીજા સાથેની વાતચીત. જો એમાં ખામી હોય તો વાતને સમજવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે અને અર્થનો અનર્થ થયી જય છે. ઓફિસમાં એમ્પ્લોયની એકબીજા સાથેની વાતચીત,વિચારોની આપ-લે થી કંપનીને તો ફાયદો થાય છે સાથે સાથે એ વાતાવરણમાં કામ કરવાની પણ મજા આવે છે.

ભાગીદારી

ઓફિસમાં હોય ત્યારે એકબીજાને સમજવા અને એકબીજાને સાથ આપવો ખુબ જ જરૂરી છે. ત્યારે ટીમ વર્ક ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તેનાથી ઓફિસમાં એક હકારાત્મક વાતાવરણ બને છે.

કઈક નવું શીખવાની ઈચ્છા

કોઈ પણ જગ્યાએ હોઈએ હમેશા કઈક નવું શીખવાની જીજ્ઞાસા હોવીજ જોઈએ ,એ ઉપરાંત કઈ પણ નવું પરિવર્તન આવે તો પણ એ સ્વીકારવાની માનસિકતા હોવી એ પણ એક ખૂબી છે. કઈ બાબતને પ્રાધાન્ય આપવું અને કયા કામને કેટલું મહત્વ આપવું એ શીખવું પણ એટલું જ જરૂરી છે.

ટ્રબલ શૂટર

ઓફિસમાં કે કામમાં પ્રોબ્લેમ્સ કે અડચણ કહ્યા વગર જ આવતા હોય છે તેવા સમયે એ પ્રોબ્લેમને ત્વરિત દુર કરવો એ પણ એક આવડત છે કામને સ્ટ્રેસ ફ્રી બનવા માટે અ સ્કીલ ખુબજ જરૂરી છે.

ટાઇમ મેનેજમેન્ટ

બોસને કામ ટાઇમ પર જોઈએ છે પણ ડેડ લાઈન સામે આવીને ઉભી રહે રો પણ કામ અધૂરું રહી જય છે એવી ફરિયાદ વારંવાર સામે આવતી હોય છે પરંતુ ક્યાં કામ ને પ્રાધાન્ય આપવું અને કયું કામ સરળતાથી પૂરું કરવું તેનો આધાર સમયની ફાળવણી પર જ આધારિત છે.

ભાવુક સ્વભાવ

ઘણી વાર કામ કરવા સમયે ગુસ્સો આવવો , ટાર્ગેટ પુરા કરવા, બોસ જવાબ આપવા એ બધી પરિસ્થિતિમાં શાંત રહેવું મુશ્કેલ બને છે, ત્યારે એ દરેક ભાવનાત્મક લાગણીઓ પર કાબુ મેળવવો એ જ એક ગુણ છે.

લીડરશીપ

સારા લીડર જ તેના એમ્પ્લોય સાથે આત્મીયતા કેળવી શકે છે. જો લીડરશીપ ખામીયુક્ત હોય તો તે જોહુકુમી જેવું જ લાગે છે.

સંઘર્ષનું નિવારણ

જીવન હોય કે ઓફીસ બંને જગ્યારે સંઘર્ષ તો રહેવાનો જ પરંતુ રેને સમજી અને તેનું યોગ્ય નિવારણ લાવવું એજ ઉત્તમ ગુણ છે.

સર્જનાત્મક શક્તિ

કઈ પણ નવું કરવા માઆતે નવું શીખવું જરૂરી છે તેમજ સતત નવું આપવું જરૂરી છે, વ્યક્તિની ક્રિએટીવીટી દ્વારા તે કઈક નવું વિચારતો રહે છે અને નવું આપ્યા રાખે જે ખરેખર પ્રોગ્રેસ માટે મહત્વની ભૂમિકા ભજવે છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.