Abtak Media Google News

ગુલાલ નગર નાવનાલા પાસે બે બાળકો ડૂબી ગયા પછી એક બાળકનો મૃતદેહ હાથ લાગ્યો: જયારે અન્ય એકની શોધ ખોળ

રણજીત સાગર ડેમમાં સેલ્ફી પાડવા ગયેલા પિતા- પુત્રના પાણીમાં ડૂબી જવાના કારણે કરુણ મૃત્યુ

જામનગર, સાગર સંઘાણી

જામનગર તા ૩૦, જામનગર શહેર અને રણજીતસાગર માં નવા વરસાદે ત્રણ માનવીનો ભોગ લીધો છે. જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં નવ નાલા પાસે બે બાળકો પાણીમાં નાહવા માટે ઉતર્યા હતા, દરમિયાન ઘસમસ્તા પાણીના પ્રવાહમાં એક બાળક તણાયો હતો, જ્યારે યસ વિજયભાઈ પરમાર નામનો ૧૩ વર્ષનો કિશોર કે જેને ભારે જહેમત લઈને જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે જીવીત અવસ્થામા બહાર કાઢી લીધો હતો.
આ સમયે ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ ની ટીમના સહદેવ સિંહ સોઢા તેમજ જયદેવભાઈ આહિરે ઘટના સ્થળે પ્રાથમિક સારવાર આપ્યા પછી વધુ સારવાર માટે બાળકને જીવીત અવસ્થા માં હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો, અને બાળકનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે તેની સાથે લાપત્તા બની ગયેલા અન્ય એક બાળક ની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

Jamn 2

રણજીત સાગર ડેમમાં વરસાદનું પાણી જોવા તેમજ સેલ્ફી પાડવા માટે ગયેલા જામનગરના પિતા પુત્રના મૃત્યુ નિપજતાં માતમ છવાયો છે.
જામનગરમાં રહેતા આસિફભાઈ બચુભાઈ સેતા (૩૬ વર્ષ) પોતાના ૧૩ વર્ષના પુત્ર નવાજ ને સાથે લઈને રણજીત સાગર ડેમ પર ગયા હતા, અને ડેમના પાળા નજીક થી નીચે ઉતરીને સેલ્ફી પાડવાનો પ્રયત્ન કરતા હતા.
જે દરમિયાન અકસ્માતે પિતા પુત્ર બંને ડેમના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટીમને દોડતી કરાવાઈ હતી, અને ફાયર શાખા ની ટુકડીએ એકાદ કલાકની જહેમત પછી પિતા પુત્રના મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
પોલીસને આ બનાવની જાણ થવાથી પોલીસ ટુકડી પણ રણજીતસાગર ડેમ પર પહોંચી ગઈ હતી, અને મૃતદેહો નો કબ્જો સંભાળી વધુ તપાસ ચલાવાઈ રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.