Abtak Media Google News

સુરેન્દ્રનગરમાં  ચાર માસ પહેલા ચોટીલા તાલુકાના સુરજદેવળ ખાતે યોજાયેલા સંમેલનમાં કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત દ્રારા અમરેલી એસ.પી.  નિર્લીપ રોયના મામલે કરેલા વિવાદીત નિવેદનના મામલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ અને  સીટી પોલીસ દ્રારા ગઇકાલે અમદાવાદ ખાતે થી કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે.

ચાર માસ  પહેલા સુરજ દેવળ ખાતેના સંમેલનમાં અમરેલી એસ.પી. સામે કરેલ: વિવાદીત નિવેદન મામલે કાર્યવાહી: ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ત્યારે હાલમાં સુરેન્દ્રનગર બી.ડીવીઝન પોલીસ શટેશન ખાતે કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતને રાખવામાં આવ્યા છે સુરેન્દ્રનગર ની સીવીલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. અને રાજ શેખાવત ને સુરેન્દ્રનગરના બી ડિવિઝન પોલીસ મથક ખાતે રાખવામાં આવ્યા છે ત્યારે સાંજના સમયે તેમને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યા હતા ચુસ્ત બંદોબસ્ત સાથે સુરેન્દ્રનગર લાવવામાં આવ્યા હતા અને સુરેન્દ્રનગરના બી ડિવિઝન પોલીસ મથક ખાતે તેમણે રાખવામાં આવ્યા છે.

જેના મામલે નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ દોશી તથા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ તથા અલગ અલગ પોલીસ ટુકડી બનાવી અને અમદાવાદ ખાતે જ્યાં રાજ શેખાવત હતા તે સ્થળેથી તેમની અટકાયત કરી અને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યાં રાત્રી દરમ્યાન કાઠી સમાજના આગેવાનો તથા કરણી સેના ના કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને આ મામલે પોલીસ સાથે પણ ચર્ચા કરી હતી ત્યારે એક સાથે કાઠી સમાજના આગેવાનો તથા કરણી સેના ના કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશને આવી પહોંચતા તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ સુરેન્દ્રનગર બી ડિવિઝન પહોંચ્યા હતા અને ત્યાં આ લોકોને સમજાવી અને મામલો શાંત પાડવામાં આવ્યો હતો.

1623900719252

ચાર માસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ના સુરજદેવળ ખાતે યોજાયેલા કાઠી સમાજના સંમેલનમાં અમરેલી પોલીસ અધિક્ષકની નિલિપ્ત રોય વિરોધમાં કરેલા નિવેદનના મામલે ગઈકાલે બપોરના સમયે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ તથા ડીવાયએસપી તથા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા સિટી પોલીસને સાથે રાખી અને રાજ શેખાવત ની અમદાવાદ ખાતેથી અટકાયત કરવામાં આવી છે અને તેમને મોડી સાંજે સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યા છે.

અને અમરેલી પોલીસ અધિક્ષક નિરલિપ્ત હોય ના મામલે જે વિવાદ વિવાદ સ્પદ ભાષણ કરવામાં આવ્યું હતું આ ગુનો દાખલ કરી અને ચાર માસ બાદ રાજ શેખાવત ની અમદાવાદ ખાતેથી અટકાયત કરવામાં આવી છે ત્યારે રાજ શેખાવત ને આખી રાત સુરેન્દ્રનગરના બી ડિવિઝન પોલીસ મથક ખાતે રાખવામાં આવ્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યા છે. બી ડિવિઝન પોલીસ મથક કોર્ડન કરવામાં આવ્યું છે પોલીસ સ્ટાફને પણ હાલમાં અંદર જવા દેવામાં આવતા નથી અને ફક્ત રાજ શેખાવત ના વકીલ તથા ઉચ્ચતર કક્ષાના પોલીસ સ્ટાફને બી-ડિવીઝન પોલીસ મથક ખાતે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

આ મામલે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી તથા મુખ્યમંત્રી સાથે વાતચીત કરી અને સમાધાન કરવામાં આવ્યું હોવા છતાં ચાર માસ બાદ રાત્રે રાજ શેખાવત સામે ગુનો દાખલ કરી અને અટકાયત કરવામાં આવતા કરણી સેના મા રોષની લાગણી વ્યાપી છે.

ત્યારે આ સંમેલન યોજાઈ ગયા બાદ આ મામલે સમાધાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી તથા મુખ્યમંત્રી સાથે રાજ શેખાવત તથા કરણી સેના દ્વારા ના કાર્યકર્તાઓ દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને સમાધાન પણ કરી નાખવામાં આવ્યું હતું તે છતાં પણ પોલીસ દ્વારા ચાર માસ બાદ ગુનો દાખલ કરી અને અમદાવાદ ખાતેથી કરણીના ના અધ્યક્ષ ની અટકાયત કરવામાં આવતા રોષની લાગણી કાઠી સમાજ તથા કરણી સેના માં વ્યાપી જવા પામી છે.

આજે કોર્ટમાં હાજર કરાય તેવી શક્યતા: જામીન અંગે થશે કાર્યવાહી

રાજ શેખાવત ની અટકાયત બાદ છેલ્લી 24 કલાકથી તેમના સુરેન્દ્રનગરની બી ડિવિઝન પોલીસ ખાતે રાખવામાં આવ્યા છે પૂરતા બંદોબસ્ત સાથે તેમણે રાખવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે આજે તેમને કોર્ટમાં હાજર કરાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે વકીલ મારફતે જામીન સુરેન્દ્રનગરની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રાજ શેખાવત ના જામીન આપવામાં આવશે તેવું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.