Abtak Media Google News

તા.૩૧ માર્ચ ૧૯૪૮ના રોજ આઝાદ ભારતનું સૌપ્રથમ બજેટ થયું હતું જાહેર

આગામી તા.૧લી ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ નાણા પ્રધાન નિર્મલા સિતારમન કેન્દ્રિય બજેટ જાહેર કરશે. વડાપ્રધાન મોદી સરકારની બીજી ટર્મનું આ બીજુ બજેટ રહેશે. ગત તા.૧લી ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પૂર્વ નાણાપ્રધાન પિયુષ ગોયલ દ્વારા અંતરીમ બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. ભારતમાં દર વર્ષે જાહેર થતાં બજેટ અંગે લોકોમાં અનેક પ્રકારના સવાલો ઉભા થતાં હોય છે. અત્યારના બજેટ અને ભારત આઝાદ થયું ત્યારે જાહેર યેલું બજેટ તદન અલગ જોવા મળે છે. તે સમયે ભારતમાં બજેટ પાછળનો હેતુ અને બજેટની સામેની મુશ્કેલીઓ અલગ હતી. જ્યારે અત્યારના બજેટમાં હેતુ અને પરિસ્થિતિઓ ખુબજ ભિન્ન જોવા મળી છે.

તા.૨૬ નવેમ્બર ૧૯૪૭ના રોજ આઝાદ ભારતનું પ્રથમ બજેટ રજૂ થયું હતું. આ બજેટ તે સમયના નાણા પ્રધાન આર.કે.સનમુખમ્ ચેટ્ટી દ્વારા જાહેર કરાયું હતું. વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ હતા. બજેટ જાહેર કરતી વખતે નાણા પ્રધાન ચેટ્ટીના પ્રથમ શબ્દો હતા. ‘સ્વતંત્ર ભારતના પ્રથમ બજેટને રજૂ કરવા હું ઉભો છું, આ પ્રસંગ ઐતિહાસિક બની રહેશે.  પ્રથમ બજેટ જાહેર કરવાની તક મને મળી છે. જે મારી માટે ખુબજ સન્માનજનક છે.’

7537D2F3 8

નાણા પ્રધાન ચેટ્ટી દ્વારા જાહેર કરાયેલું બજેટ સ્ટેટમેન્ટ તા.૧૫ ઓગષ્ટ ૧૯૪૭થી તા.૩૧ માર્ચ ૧૯૪૮ના સાડા સાત મહિનાના સમયગાળાને આવરી લેતું હતું તેવી વિગતો ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિકની વેબસાઈટ પરી જાણવા મળી છે. સ્વતંત્ર ભારતના પ્રથમ બજેટમાં રૂ.૧૭૧.૧૫ કરોડની આવકનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. જ્યારે ફિશકલી ડિફીસીટનો અંદાજ ૨૬.૨૪ કરોડ રખાયો હતો. આખા વર્ષમાં ખર્ચની ગણતરી રૂ.૧૯૭.૨૯ કરોડની કરવામાં આવી હતી. કુલ ખર્ચમાંથી ૯૨.૭૪ કરોડની ફાળવણી ડિફેન્સ સર્વિસ માટે થઈ હતી. વિવિધ યોજનાઓ પાછળ તે સમયે સરકાર દ્વારા ૨૬.૯૬ કરોડ રૂપિયા ખર્ચાયા હતા. આવક રળી આપતા ડિપાર્ટમેન્ટ પાછળનો ખર્ચ રૂ.૨૬ કરોડ આંકવામાં આવ્યો હતો. તે સમયે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની આગેવાનીમાં આ બજેટ જાહેર થયું હતું. બજેટમાં વિવિધ પાસાઓને નાણા પ્રધાન દ્વારા આવરી લેવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.