Abtak Media Google News

આ નવા સ્માર્ટફોન એલ્યુમિનિયમ બોડીથી બનેલ દેખાઈ રહ્યો છે.આ સ્માર્ટફોનમાં સ્પીકર અને માઈક્રોફોન સાથે ટાઈપ-સી પોર્ટ હશે અને સાથે જ 3.5mm હેડ ફોન જેક પણ હશે.આ સાથે જ સ્માર્ટફોનમાં ૫.૨૭ ઇંચની  (1440×2560) QHD ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. સૂત્રો નું માનીએ તો , નોકિયા ૯ સ્માર્ટફોન ૪ GB રેમ અને ૬૪ GB ઇન્ટરનલ સ્ટોરેજથી સજ્જ હોઈ શકે છે. તે સિવાય ચર્ચા છે કે, ૬ GB રેમ સાથે રજૂ કરવામાં આવી શકે છે. સાથે જ સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ ૭.૧.૧ હશે.

તે સિવાય ફોટોસમાં ફોનને ૧૩ મેગાપિક્સેલ ના ડ્યુઅલ કેમરા સેટઅપ સાથે બતાવવામાં આવ્યો છે. સાથે જ ફોનમાં ડ્યુઅલ LED ફ્લેશને પણ સામેલ કરવામાં આવ્યો છે. નોકિયા 9 ક્વોલકોમ ક્વિકચાર્જ ૩.૦ ટેકનોલોજીને સપોર્ટ કરશે.

તમને જણાવી દઈએ કે, તે પહેલા આ સ્માર્ટફોનને ૬ GB અથવા ૪ GB રેમ સાથે રજૂ કરવાની ખબર આવી રહી હતી. હવે એક નવી ખબર મુજબ, કંપની પોતાના નવા સ્માર્ટફોન નોકિયા ૯ ને ૮ GB રેમ સાથે રજૂ કરી શકે છે. આ મોબાઇલ સેમસંગ ગેલેક્સી S8, એપલ આઈફોન ૭ અને  LG ૬ ને મોટી ટક્કર આપી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.