Abtak Media Google News

ચીન બાદ ભારતે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરીંગ રોલમાં આવવું જોઈએ: રઘુરામ રાજન

ચીની ડ્રેગનની અવેજી પૂર્ણ કરવા ભારત માટે ઉજળી તક

કોરોનાનાં કારણે લોકડાઉનની જે સ્થિતિ વૈશ્ર્વિક સ્તર પર જોવા મળી રહી છે તેનાથી અનેકવિધ દેશોને તેની માઠી અસરનો સામનો કરવો પડયો છે. અનેકવિધ રીતે ધંધા-રોજગારો બંધ થઈ જતા જે-તે દેશની આર્થિક સ્થિતિને પણ તેની અસર જોવા મળી છે. એવી જ રીતે જયારે ભારત દેશની વાત કરવામાં આવે તો લોકડાઉન થતાની સાથે જ તમામ ધંધા-રોજગારો બંધ થવા પામ્યા છે પરંતુ સરકાર દ્વારા હાલ થોડા અંશે છુટછાટ આપવામાં આવતા ધંધા-રોજગારો ફરી શરૂ થયા હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ મુખ્ય કારણ તો એ છે કે કોરોના પછીનું ભારત કેવું હશે ? હાલ સરકાર દ્વારા સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે, દેશની આર્થિક સ્થિતિને કઈ રીતે ફરીથી પાટા પર ચડાવી શકાય ત્યારે બીજી તરફ ચાઈનાનું અછુતપણુ જોવા મળ્યું છે તેનાથી ભારતને મહતમ ફાયદો પહોંચશે તેવું પણ માનવામાં આવે છે. કોરોના બાદ લોકો હેલ્થ અને સેફટી ઉપર વધુ પ્રાધાન્ય આપવું પડશે. લોકો હવે બ્રાન્ડ કરતા ચિપર ગુડઝ તરફ પણ આગળ આવે તેવું માનવામાં આવી રહ્યું છે. કોરોના બાદ લોકો તેમના ખર્ચ ઉપર કાબુ મુકશે તેવી સ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું છે. અંતે વાત તો એટલી જ છે કે કોરોના પછીનું ભારત કેવું હશે અને દેશ કેવી રીતે આગળ આવી શકશે.

Raghuram Rajan Janak Bhat

સામાન્ય દ્રષ્ટિકોણ

હાલ જે રીતે કોરોનાનો કહેર સાર્વત્રિક વ્યાપી ઉઠયો છે ત્યારે દેશને આ રોગચાળામાંથી બહાર કાઢવા માટે સરકાર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવ્યા છે ત્યારે જો આ મુદ્દે સાવચેતી દાખવવામાં આવે તો આ સ્થિતિમાંથી વહેલા ભારત દેશ બહાર નિકળી શકશે. કોરોના ફરી સક્રિય થાય તેવી પણ શકયતા જોવામાં આવી રહી છે જેથી દેશે વધારેના લોકડાઉનનો પણ સામનો કરવો પડશે જે પરિસ્થિતિને અનુરૂપ ઉધોગોએ તેમનું પ્લાનીંગ કરવું અનિવાર્ય બન્યું છે. કોરોનાનાં કારણે વિશ્ર્વનાં અનેક દેશોને તેની માઠી અસરનો સામનો કરવો પડયો છે પરંતુ ભારતને અસર પહોંચી છે પણ અન્ય દેશોની સરખામણીમાં ખુબ જ ઓછી.  ત્યારે વૈશ્ર્વિક મુડીરોકાણને લઈ હવે અન્ય દેશો પાસે ભારત એકમાત્ર જ વિકલ્પ છે. વિશ્ર્વ આખુ ચીન સામે ભાવનાત્મક અને આર્થિક પ્રતિક્રિયાથી અપેક્ષિત છે. પહેલેથી જ વિશ્ર્વનાં દેશોએ ચાઈનાનાં સપ્લાય ચેન્જથી દુર રાખવા માટે દેશોની વ્યુહાત્મક રચના પર કામ કરી રહ્યું છે.

વિવેકપૂર્ણ રીતે ખર્ચ કરવો

કોરોના પહેલા વ્યકિતઓ માટે સ્વાસ્થ્ય અને સલામતી ત્રીજા સ્તર પર જોવા મળતું હતું પરંતુ કોરોના બાદ તે હવે તેમણા માટે પ્રથમ અને મુખ્ય બાબત બની રહેશે. જેથી સરકાર હવે સ્વાસ્થ્ય અને સલામતી ઉપર વધુ ખર્ચ કરશે. આવનારા સમયમાં દેશનાં લોકો મોંઘીદાટ ચીજવસ્તુઓની સરખામણીમાં સસ્તા અને ગુણવતાયુકત ચીજવસ્તુઓ પર ખર્ચો કરશે તેવી પણ સ્થિતિ ઉદભવિત થઈ રહી છે. ગૃહ શિક્ષણ, ઘરમાં જ મનોરંજન, ઘરની તંદુરસ્તી એટલે કે લોકોનો ઝુકાવ ડિજિટલ તરફ વધુ પ્રમાણમાં જોવા મળશે જે ડિજિટલ અર્થતંત્ર માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. પહેલાના સમયમાં લોકો જે બ્રાન્ડને પ્રાધાન્ય આપતા હતા તે હવે નોન બ્રાન્ડેડ ચીજવસ્તુઓને પ્રાધાન્ય આપશે. આ સમયગાળા દરમિયાન ભરોસાની ખાદ્ય પણ ઉભી થશે. કારણકે હવે બેંકો લોકોને લોન આપતા પહેલા અનેકવિધ વખત વિચારશે. જે સૌથી મોટો પ્રશ્ર્ન આવનારા સમયમાં ઉદભવિત થાય તેવું લાગી રહ્યું છે.

તરલતા

2 1 1

ઉધોગપતિઓએ યોગ્ય ખર્ચ અને અયોગ્ય ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું ફરજીયાત બનશે જો સારા ખર્ચ વિશે માહિતી મેળવવામાં આવે તો જે ખર્ચ ડિજિટલાઈઝેશન ટેકનોલોજીનો ખર્ચ, ડિજિટલ માર્કેટીંગ, શ્રેષ્ઠ કર્મચારીઓને પ્રાધાન્ય આપી ખર્ચ કરવામાં આવશે. તેને યોગ્ય ખર્ચમાં આવરી લેવાશે જયારે અયોગ્ય ખર્ચ એટલે કે ફેન્સી ઓફિસ, બિનજરૂરી ખર્ચ, પરંપરાગત કાર્ય કરવાની પઘ્ધતિ, યોગ્ય પ્રદર્શન ન આપનાર કર્મચારીઓ પર ખોટો ખર્ચ સહિત અનેકવિધ મુદ્દે ખર્ચ અટકાવવામાં જો આવશે તો તરલતામાં વધારો થઈ શકશે. ઉધોગમાં આવેલા કર્મચારીઓ, સપ્લાયરો સહિત તમામ લોકો સાથે સ્પષ્ટ અને ખુલ્લી વાતચીત કરવાનો પ્રયત્ન જે ઉધોગ કરશે તે માટે આવનારો સમય અત્યંત લાભદાયી નિવડશે. આ તમામ મુદાઓને ધ્યાને લેનાર ઉધોગપતિઓ વિજય થશે જયારે અન્ય લોકો પરાજયનાં મુખમાં ધકેલાશે.

સરકારનું ઉદિપન

કોરોના પહેલા જ દેશની આર્થિક સ્થિતિ નબળી જોવા મળી રહી હતી ત્યારે દેશની અર્થવ્યવસ્થાને ફરીથી પાટે ચડાવવા માટે સરકારને મોટો પડકાર છે. સરકાર હાલનાં સમયમાં ટેકસની આવકમાંથી ૬૦ થી ૭૦ અબજ રૂપિયા કમાય છે ત્યારે માની લઈએ કે લોકડાઉન ૫ અઠવાડિયા સુધી ચાલે તો અર્થવ્યવસ્થા પર શું અસર પહોંચશે. ભારતની અર્થવ્યવસ્થા આશરે ૩ ટ્રિલીયન જેટલી છે પરંતુ હાલનાં સમયે સરકાર માત્ર ૧ ટ્રિલીયન ડોલર જેટલી જ કમાણી કરી શકે છે. દેશમાં અસમાનતાની લાગણી ખુબ જ વ્યાપક પ્રમાણમાં પ્રસરી છે જેને લઈ ધનિક અને ગરીબો વચ્ચેનું અંતર ખુબ જ વઘ્યું છે. હાલ સરકારે સમુહ આરોગ્ય અને સમુહ કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જો આ મુદ્દો સરકાર ધ્યાને નહીં લે તો ૨૦૦ કરોડ લોકો ગરીબીમાં ગરકાવ થઈ જશે. સરકારે બહારથી વધુ મુડી કબજે કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જેના માટે સુધારાઓ કરવા અત્યંત જરૂરી છે.

ચાઈના સામેની પ્રતિક્રિયા અને પરીણામ

3 6

વિશ્ર્વ આખુ હાલ ચાઈનાને ભાવનાત્મક અને આર્થિક રીતે અલગ રાખવાની પેરવી શરૂ કરી દીધેલી છે. ચીનમાંથી પસાર થતી સપ્લાય ચેઈન સાથે વ્યવસાયને ન જોડાવવા માટેની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. ભારત અને ભારતીય ઉધોગો ચાઈનાની જેમ વિશ્ર્વનાં કરાર ઉત્પાદક દેશ તરીકે પણ પ્રસ્થાપિત થઈ શકે છે જે તકનો ભારતે ઉપયોગ ચાતુરતાપૂર્વક કરવો પડશે અને ભારત આ કરવામાં જો સફળ થશે તો દેશ સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ બની શકશે. વિશ્ર્વમાં ઘણો સંપતિનો ભંડોળને દેશમાં ખેંચવા માટે સરકારે પ્રયત્નો કરવાની જરૂર રહેલી છે. ચીનની હાલની સ્થિતિને જોતા ભારત માટે ઉજજળી તકો મળેલી છે ત્યારે ભારત આ તકને કેવી રીતે ઝડપે છે તે પણ એટલું જ જરૂરી છે.

નિકાસ વ્યવસાય

5466

ભારતીય નિકાસકારોમાં વિશ્ર્વાસની ભાવના પ્રસ્થાપિત કરવાની અત્યંત તાતી જરૂરીયાત છે. ભારતનાં નિકાસકારોને જે કોન્ટ્રાકટ મળેલો હોય તેને સમયસર પહોંચાડવા અને વચન આપેલ ચીજ-વસ્તુઓની ગુણવતા જાળવી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે. ધંધાને વેગ આપવા માટે ખોટા વચનો આપવાની સહેજ પણ જરૂરીયાત રહેતી નથી. બાંગ્લાદેશે નિકાસ વ્યવસાયમાં ખુબ જ સારી પ્રતિષ્ઠા અને વિશ્ર્વાસનું સંપાદન કર્યું છે ભલે ભુતકાળમાં નીચી ગુણવતા માનવ અધિકારનાં મુદાઓ બાંગ્લાદેશને અડચણરૂપ સાબિત થયા હતા પરંતુ હાલ તેની વિશ્ર્વાસનીયતા પર કોઈ જ પ્રશ્ર્ન ઉઠાવી શકાય નહીં.

હોલસેલ અને રીટેલ

3 7

કોરોના બાદ લોકો વધુ પ્રમાણમાં રીટેલ સ્ટોરમાંથી સાધન સામગ્રીઓ અથવા કહી શકાય કે ચીજવસ્તુઓની ખરીદી કરવાનું પસંદ કરશે જયાં સલામતી મુખ્ય ભાગ ભજવશે. લોકો હવે બજારોની સરખામણીમાં મોલમાં જવુ વધુ પસંદ કરે તો પણ નવાઈ નહીં. ઘણા ઓનલાઈન સ્ટોર એટલે કે ઈ-કોમર્સ મારફતે લોકોને આપવામાં આવતા ખાદ્ય સામગ્રી માટે ઓનલાઈન સ્ટોરનું પણ ચલણ વધુ બનશે. દિલ્હીની રેસ્ટોરન્ટે આગામી ડિસેમ્બર માસ સુધી કોઈપણ સમયે બીલ પર ૪૦ ટકાનાં ગીફટ કુપન આપવાનો પણ નિર્ધાર કર્યો છે જયારે બીજી તરફ કાર ઉત્પાદન કંપની પણ લોકોને ખુબ જ સારી બાય બેક ઓફર આપી રહ્યું છે. હાલ સરકારે ભાવોને લઈ વિચારણા કરવાની પણ જરૂર છે જેનું કારણ એ છે કે લોકો હવે સસ્તી ચીજવસ્તુઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

બ્રિક અને મોર્ટલ પર વિવેકપૂર્ણ રીતે ખર્ચ

Cafe

કોરોના બાદ સિનેમાને આવનારા સમયમાં મોટી સફળતા મળી શકે તેમ છે. કારણકે મનોરંજન હવે ઘર સુધી આવી પહોંચશે જેના કારણે કાફે અને રેસ્ટોરન્ટનાં ધંધામાં પણ કયાંકને કયાંક વધારો થવાની શકયતા જોવા મળશે. લોકો આવનારા સમયમાં સોશિયલ ડિસ્ટન્સીંગ પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરે તેવું પણ માનવામાં આવે છે ત્યારે નાના વિક્રેેતાઓએ સેનેટાઈઝર સહિત પોતાના સ્વાસ્થ્ય માટે કાળજી લઈ શકાય તે માટેની ચીજવસ્તુઓ રાખવાની પણ જરૂરીયાત રહેલી છે. જયારે ટ્રાવેલ અને ટુરીઝમને પણ મોટી અસર પહોંચશે. સાથોસાથ વિદેશ પ્રવાસ કે અન્ય સ્થળ પર પ્રવાસ કરતાની સાથે જે ખરીદી કરવામાં આવતી હોય છે તેમાં પણ મહદઅંશે ઘટાડો જોવા મળશે.

રીયલ એસ્ટેટ

Real

રીયલ એસ્ટેટ દેશની અર્થવ્યવસ્થા માટે એક કરોડરજજુ સમાન છે ત્યારે અન્ય દેશોની સરખામણીમાં ભારતનું રીયલ એસ્ટેટ ક્ષેત્ર ખુબ જ ઓછા માર્જીનથી કામ કરે છે અને વિશાળ કિંમતની ઈન્વેન્ટરી પણ ભારત પાસે જોવા મળી રહી છે. રીયલ એસ્ટેટને લઈ માર્કેટમાં ઘણો ઉતાર-ચઢાવ પણ જોવા મળ્યો છે પરંતુ કોરોનાનાં કારણે આવનારા સમયમાં પણ કયાંકને કયાંક રીયલ એસ્ટેટને પણ તેની અસરનો સામનો કરવો પડે તેવું લાગી રહ્યું છે જેમાં પ્રોજેકટનાં વેચાણ અને સહકર્મીની જગ્યાને વધુ ફટકો પડી શકશે કે કેમ તે પણ જોવાનું રહ્યું. કારણકે વધુ વ્યવસાયો તેમની પોતાની નાની જગ્યાઓ અને વધુ પ્રમાણમાં કર્મચારીઓને એક જ સ્થાન પર રાખવામાં આવે છે.

જવેલરી

Jwel

કોરોના બાદ સોનાને મુડી તરીકે જોવામાં આવશે જેનું એકમાત્ર કારણ સોનાની વિશ્ર્વાસનીયતા પણ માનવામાં આવે છે. હાલ જે રીતે લોકો સોનાની ખરીદી કરતા નજરે પડયા હતા તેમાં પણ હવે વધારો જોવા મળશે. લગ્ન સીઝનમાં જવેલરી ક્ષેત્રને અસર થશે. કારણકે સામાજીક અંતર, ખર્ચની સભાનતા, મુસાફરીથી દુર રહેવું જે આ તમામ ઉધોગોને અસરકર્તા રહેશે.

નાણાકીય બજાર

Money

એક જ ક્ષેત્રની અનેકવિધ કંપનીઓનાં મુલ્યમાં વિનાશ અને મુલ્યનું નિર્માણ થાય તેવી સ્થિતિ પણ ઉદભવિત થઈ શકશે. સાથો સાથ ઉચું દેણુ અને પ્રમાણમાં ઓછી આવક ધરાવતી કંપનીઓને આવનારો સમય અત્યંત કષ્ટદાયી નિવડશે. જયારે વધુ દેણુ અને વધુ માર્જીન બનાવતી કંપનીઓને આવનારો સમય અત્યંત લાભદાયી નિવડશે. લોકોએ કંપનીનાં સીઈઓ, મેનેજમેન્ટ તેમના દ્વારા કરવામાં આવતી પ્રવૃતિઓ અને ક્રિયાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. આવનારા સમયમાં જે કંપની રૂઢીચુસ્ત પરંપરાથી કામ કરશે તે આઉટડેટેડ થઈ જશે ત્યારે આવનારો સમય ટેકનોલોજીનો હોવાથી સાયબર સિકયોરીટી, કલાઉડ સર્વિસ અને ઓનલાઈન એજયુકેશન સર્વિસ માટેનો દિવસ બની રહેશે.

ફોરેકસ બજાર

Oil 1

દેશમાં વિદેશી હુંડિયામણ વધુ રાખવા માટે સરકારે અનેકવિધ રીતે પ્રયત્નો હાથ ધરવા પડશે જેમાં સરકાર શકય તેટલું તેલ ખરીદવું જોઈએ. કારણ એ છે કે હાલ જે ભાવમાં તેલ મળી રહ્યું છે તે આવનારા સમયમાં ન પણ મળે. જયારે બીજી તરફ વિદેશી અને પશ્ર્ચિમી અર્થવ્યવસ્થાઓ અત્યંત સખતાઈભરી જોવા મળી રહી છે જેની સરખામણીમાં ભારતની આર્થિક અર્થવ્યવસ્થા સખત ન હોવાથી આવનારા સમયમાં વધુ રોકાણો ભારતમાં આવે તેવા ઉજળા દિવસો પણ જોવામાં આવી રહ્યા છે પરંતુ કોરોના ભારતમાં કેટલા સમય સુધી રહેશે તે ફોરેકસ માર્કેટ ઉપર વધુ અસરકર્તા બની રહેશે.

ભવિષ્યનો દ્રષ્ટિકોણ

દેશમાં આવેલી મોટી કંપનીઓએ આ સમયગાળા દરમિયાન કામ ન કરવામાં આવતા કર્મચારીઓને પગાર ચુકવ્યો છે જેમાં કંપનીનાં સ્થાપકો દ્વારા કર્મચારીઓની પણ ચિંતા કરવામાં આવી હતી. સાથો સાથ ઉધોગ સાથે સંકળાયેલા સપ્લાયરો, સર્વિસ પ્રોવાઈડરોનો એક પણ રૂપિયો ન કાપવાનું પણ જણાવ્યું હોવાનું સામે આવ્યું છે. મોટી કંપનીઓ દ્વારા કર્મચારીઓની સલામતી અને સુરક્ષા ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેનું એકમાત્ર કારણ એ છે કે, આ તમામ પ્રકારની કંપની ઘણા સમયથી મુડીનો બચાવ કર્યો હોવાથી આ આફતનાં સમયમાં લઘુ અને મધ્યમ ઉધોગોએ પાતળી મુડી અનામત સાથે કામ કરવું પડશે જયારે બીજી પરિસ્થિતિ એવી છે કે નાના ઉધોગકારો લોન લઈ તેનો ઉપયોગ વ્યવસાય માટે નહીં પરંતુ તેમનાં વ્યકિતગત સંપતિની ખરીદી કરવા માટે લેતા હોય છે જેથી તેઓને ઉધોગ માટે જે યોગ્ય અને પુરતા નાણા મળવા જોઈએ તે મળી શકતા નથી. સાથો સાથ આ પ્રકારનાં ઉધોગોમાં નાણાકિય અનામતનો જથ્થો રાખવો ફરજીયાત હોય છે પરંતુ તે કરવામાં ઘણીખરી નાની કંપનીઓ ઉણી ઉતરી છે.

વર્ક ફ્રોમ હોમની સ્થિતિ

J 1

કોરોનાનાં કારણે જે રીતે લોકડાઉન થયું તેનાથી લોકો તેમનો ધંધો અને વ્યવસાય ઘરે બેઠા એટલે કે વર્ક ફ્રોમ હોમની સ્થિતિને અનુસરી રહ્યા છે. આરબીએલ કોર્પોરેટ ઓફિસમાં માત્ર ૩૦ ટકા જેટલો જ સ્ટાફ ઓફિસ પર આવે છે જયારે બાકી રહેતો ૭૦ ટકા સ્ટાફ ઘરે બેસી કામ કરે છે. જેથી સમયમાં પણ બચાવ થાય છે. ખર્ચમાં બચાવ, મુસાફરીનો તાણ જેવી સ્થિતિનો સામનો કરવો પડતો નથી અને આ સમયગાળા દરમિયાન માતા-પિતા તેમનાં બાળકોની ખુબ જ અસરકારક રીતે કાળજી લે છે ત્યારે આવનારા સમયમાં વર્ક ફ્રોમ હોમની સ્થિતિ અત્યંત કારગત નિવડશે તેવું પણ માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.