Abtak Media Google News

હવે કોરોનાની સાથે જીવતા શીખવાનું છે પણ કેમ તે હજુ શીખી રહ્યા છીએ

પહેલા બધા વ્રત ચાલુ થતાંની સાથે જ નાનીથી લઈને મોટી મહિલાઓ નારી શક્તિ સીધી ભગવાનના મદિરે જતી હતી હાલ ભગવાનના મદિર બંધ છે તો કેમ પુજા અર્ચના કેમ કરવી તે એક મોટો પ્રશ્ન છે…

તો બધી બાળાઓએ એક યોજના બનાવી છે કે ઘરમાં રહીને આપણે પૂજારી બાપાને વિડીયો કોલ કરીને પુજા કરશી  તો બીજી બેનપણીએ પછી દાન પુણ્ય કેમ કરશી અને પેલા જુવારા વાવ્યા હોય અને તે ઊગી જાય તો તેને ક્યાં મૂકવા જસી તે કોણ કહેશે તેને તો ઓનલાઇન ન મૂકી શકાય.

Vat1589981164868

ચાલો ભગવાનની વાર્તા અને પુજા તો ઘરમાં કરી લેશું પરતું હવે જાગરણ કરવા કેમ જાશું ? સૌથી મોટી પાબંદી તો છે કે રાત 7 થી સવારના 7 વાગ્યા સુધી તો ક્ર્ફ્યુ છે તો બહાર કેમ નીકળવું તે સમજાતું નથી,

પહેલા તો રેસકોર્સ અને બાલભવનની ચારેય કોર આટા મારતા હતા અને બધા ભેગા થઈને જુદી જુદી રમતો રમતા હતા ક્યારેક સંતાકૂકડી, લંગડી અને સૌથી છેલ્લે દયા ભાભીની જેમ તો ગરબા રમવામાં બધાને મજા પડતી તો હવે સોડિયલ ડિસ્ટન્સ વાળા ગરબા કેમ રમવા તેનો કોઈ ઉપાય કરવો પડશે.

21 05 2020 Vat Savitri Puja 20291602

તો એક બેનપણીનો સ્પષ્ટ જવાબ મળ્યો કે હવે ખાલી ટિટોડો રમવા જોઈએ અને તે પણ અંતર રાખીને રમવાના પછી તાલી પર પ્રતિબંધ રહેશે.

આ બધી બાળાઓ અને મહિલાઓની વાત હતી પણ પેલા રાતે સાવ ખોટા આટા મારવા નીકળતા છોકરાનું શું કરવાનું અને પહેલા તો ત્રણ કે બે સવારીની છૂટ હતી પણ હવે એકલા કેમ ચાલવું તે અને રાત્રે પોલીસના ધોકાથી કેમ બચવું તે વિચારવાનું રહ્યું ? જે પણ કહો કોરોનાના કારણે હવે ઘણી બધી પરંપરા બદલવી તો પડશે જ ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.