તમને રૂપિયા ભરેલો થેલો મળે તો શું કરશો ? પોલીસે કંઈક આવું કર્યું

એક લાખ રૂપિયા ખોવાયા બાદ ટેન્શનમાં આવેલો વ્યક્તિ પોલીસને મળીને ગદ્દગદીત થઈ ગયો

કોઈને એક લાખથી વધુ રુપિયા ભરેલો થેલો મળે તો….? આટલી મોટી રકમ ઘરમાં સંતાડી દેવાની ઈચ્છા પ્રબળ બને,પરંતુ પોલીસ પ્રત્યે નકારાત્મક વલણ ધરાવતા લોકોને અચરજમાં નાખી દેતી ઘટના કેશોદમાં બની છે. કેશોદ પોલીસને બે લાખ રુપિયા ભરેલો થેલો બીનવારસી હાલતમાં મળ્યો હતો.પોલીસે ત્વરીત ઝડપે તપાસ કરી થેલાના માલિકને શોધી કાઢી ૧,૧૯૫૦૦ રુપીયા અને અગત્યના દસ્તાવેજો પરત આપતાં પોલીસ સ્ટેશનમાં ગદ્દગદીત કરતાં દ્રશ્યો સર્જાયા હતા.

કેશોદના ટ્રાફિક એએસઆઈ હાજાભાઈ રાઠોડ અને ટીમ બસસ્ટેન્ડ પાસેથી પેટ્રેલીંગ દરમિયાન પસાર થતા હતા. કોઈ નાગરીકે પીએસઆઈને જાણ કરી કે એક થેલો બીનવારસી હાલતમાં પડ્યો છે. એએસઆઈ હાજાભાઈ અને ટીમ થેલા પાસે પહોંચી ગઈ. બીનવારસી હાલતમાં મળેલા થેલાની તપાસ કરતાં તેમાંથી મકાનના કાગળો,દસ્તાવેજો,અગત્યના કાગળો,બે જોડ કપડાં અને 1 લાખથી વધુની  રોકડ રકમ મળી આવી હતી. તુરત જ એએસઆઈ હાજાભાઈ અને ટીમ કેશોદ પોલીસ સ્ટેશન પર પહોંચી હતી.પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ જમા કરાવ્યો હતો.

પોલીસે મળેલા આધારકાર્ડ અને દસ્તાવેજોના આધારે તપાસ કરી હતી. ઉના ખાતે રહેતા એચ યુ ભટ્ટનો સંપર્ક કરી પોલીસ સ્ટેશન પર બોલાવ્યા હતાં. પોલીસે એક લાખ  થી વધુ રુપીયા રોકડ,કપડાં અને અગત્યાના કાગળો મુળ માલિકને પરત આપતાં પોલીસ સ્ટેશનમાં ગદ્દગદીત કરતાં દ્રશ્યો સર્જાયા હતાં.

જૂનાગઢ ખાતે નવું મકાન લીધું હતું તેનું પેમેન્ટ કરવા નિકળ્યા હતા.પરંતુ માનશિક અસ્થિરતાના કારણે એચ યુ ભટ્ટ બસમાંથી નીચે ઉતરી ગયા હતા.જે રકમ સહીસલામત પરત મળતાં પોલીસ સ્ટેશન પર આવેલા એચ યુ ભટ્ટ સહિતના લોકો ની આંખો ભીની થઈ ગઈ હતી.ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ એએસઆઈ હાજાભાઈ અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા.આ ઘટનાએ પોલીસ પ્રત્યે અણગમો કે નકારાત્મક વિચારસરણી ધરાવતા લોકોને અચરજમાં મુકી દીધી હતી.