Abtak Media Google News

૩૦ હજાર મણ આવકથી માર્કેટ યાર્ડ છલકાયું: આગામી રપ માર્ચથી ૧ એપ્રીલ સુધી યાર્ડ બંધ રહેશે

આજે સૌરાષ્ટ્રના સૌથી મોટી રાજકોટ બેડી ખાતે આવેલ માર્કેટ યાર્ડમાં રેકોર્ડ બે્રેક આવક નોંધાવવા પામી હતી છેલ્લા ઘણા દિવસથી બગાતાર આવકના કારણે પ્લેટફોર્મ ટુંકા પડયા હતા.

Advertisement

આશરે રપ થી ૩૦ હજાર મણની આવક નોંધાતા યાર્ડમાં સર્વત્ર ઘઉ ઘઉ થઇ ગયું હતું. રાજકોટ યાર્ડમાં ઘઉની આવક સાથે મગફળી તેમજ અન્ય જણસીની આવકમાં પણ વધારો થયો હતો જેના પરીણામે રાજકોટ રહીત સમગ્ર સૌરાષ્ટ્રના યાર્ડમાં કામકાજ પુર બહારમાં ખીલ્યા છે. તેમજ તમામ જણસીની આવક લુમેઝુમે થતા યાર્ડ ન રોનકમાં વધારો થયો છે.

Vlcsnap 2018 03 22 12H17M48S204રાજકોટ યાર્ડમાં ઉનાળુ સીઝનની આવક થતાં વેપારીઓ અને મજુરોમાં ખુશીની લહેરળી ફળી વળી છે.

યાર્ડના કમિશન એજન્ટ એસો.ના પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યું હતું. આગામી રપ માર્ચથી માકેટીંગ યાર્ડ બંધ થતુ હોવાના કારણે ઘઉ, ધાણાજીરુ, મગફળી, પુષ્કળ પ્રમાણમાં આવક થઇ છે. ત્યારે આવતા બે દિવસમાં પુરી કરવાની હોય તેમજ ઘઉ , મગફળી તથા જણસીની આજથી આવક બંધ કરી દીધેલ છે. અને રપ માર્ચથી ૧ એપ્રિલ સુધી માકેટીંગ યાર્ડ બંધ રહેશે અને ર એપ્રિલથી રાબેતા મુજબ યાર્ડની કામગીરી શરુ કરવામાં આવશે.

Vlcsnap 2018 03 22 12H13M27S10(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.