Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»National»માનવી લોહી ક્યારે બનાવશે?
National

માનવી લોહી ક્યારે બનાવશે?

By Abtak Media10/02/20217 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

અજ્ઞાન ગુફાવાસી આદિમાનવ પણ એટલું સમજતો કે જીવન બચાવવા રકત બચાવવું જરૂરી છે, રકતમાં ઘણાં ગૂઢ રહસ્યો છુપાયા છે

સનાતન સકળ વિશ્ર્વમાં કુદરતની તમામ જીવસૃષ્ટિમાં મનુષ્ય સૌથી વધુ અકલમંદ અને નિર્ણય શક્તિ ધરાવતું સમજદાર ગણાય છે, વિજ્ઞાન-ટેકનોલોજી અને જ્ઞાન અભિલાષાથી માનવી ચંદ્ર સુધી પહોંચી ગયો છે. હજુ મંગળ તરફ મીટ માંડીને પ્રયત્ન કરી રહ્યો છે. ત્યારે કુદરતે હજુ ઘણી એવી ચીજો છે જે પોતાના હાથમાંથી માનવીને સોંપી નથી. આજે જીવન રેખા વધારવામાં સફળ થયેલા તબીબ વિજ્ઞાને કૃત્રિમ અંગો બનાવી લીધા છે. પરંતુ હજુ લોહીના ટીપાનું સર્જન કરવામાં માણસની અસમર્થતા પ્રવર્તી રહી છે. જેવી રીતે જળ એ પૃથ્વીનું જીવન છે એવી રીતે લોહીના ટીપાને સંજીવનીનું નાનુ એકમ ગણી શકાય. માણસ ચાંદ સુધી પહોંચ્યો છે. કૃત્રિમ અંગ, ઉપાગ બનાવા લાગ્યો છે પરંતુ હજુ માનવી માટે લેબોરેટરીમાં લોહી બનાવવું અશ્કય છે. જ્યારે માનવી લેબોરેટરીમાં લોહી બનાવતો થઈ જશે ત્યારે કદાચ મૃત્યુદેવને પણ તેમના ટાઈમ ટેબલ બદલાવવાની ફરજ પડશે. અલબત હજુ માનવીને આ ઉપલબ્ધી પ્રાપ્ત થઈ નથી.

આપણા જીવનમાં આપણે અચાનક જ જીવનના સૌદર્ય પ્રત્યે જાગરૂક થઇ જઇએ છીએ, વસંતના આગમન વખતે આપણા જીવનમાં એક તાજગી અને આનંદની ક્ષણોનો ઊભરો આવે છે. નવપલ્લવિત વૃક્ષો અને તેના પુષ્પગુચ્છોની જેમ માનવશરીરમાં પણ પળેપળ આવી વસંત આવે છે, જેનું કારણ છે કુદરતની અણમોણ ભેટ-રક્ત, રૂચિર, લોહી.

અનાદિકાળથી લોહીને આપણે મંત્રમુગ્ધ બનીને જોઇએ છીએ. અજ્ઞાન ગુફાવાસી આદિમાનવી પણ એટલું તો સમજી શકતો કે જીવન બચાવવા લોહી બચાવવું જરૂરી છે. રકતમાં ઘણાં ગુઢ રહસ્યો છુપાયાં છે. આશ્ર્ચર્યની વાત તો ત્યાં છે કે રકત વિશે વધુ જાણવા આપણે કોશિશ કરીએ છીએ ત્યારે જ આપણને સમજાય છે કે રકત વિશે આપણે કેટલું થોડું જાણીએ છીએ! હજારો વૈજ્ઞાનિકોએ રકતમાં રહેલા ગૂઢ રહસ્યોનો ભેદ ઉકેલવા જીવનભર પરિશ્રમ કર્યો છે. બાયોકે મિસ્ટોએ હિમોગ્લોબીન અને પ્રોટીન પદાર્થોનો અવિરત અભ્યાસ આદર્યો છે. લોહીનાં દર્દોને સમજવા તથા તેની વધુ ઉમદા સારવાર થઇ શકે તેવા માર્ગ શોધવા હિમેટોલોજિસ્ટે તેમનું જીવન સમર્પિત કર્યુ છે.

આ બધા પ્રયાસોના ફલસ્વરૂપે રકતનાં રહસ્યો ઉપરથી થોડોઘણો પણ પડદો ઊપડયો છે. તેને કારણે કુદરતના આ જટિલ છતાં જીવંત તત્વ વિશે આપણે કંઇક જાણીને અને આ જાણકારીના ચમકારામાંથી એટલું તો ચોકકસ લાગશે કે રકતનો અભ્યાસએ જીવનનો પણ અભ્યાસ છે, કેમ કે ખરેખર તો રકતએ જ જીવન છે.

રક્ત

રક્તએ માનવશરીરનું જીવંત ઝરણું છે. આ લાલ પ્રવાહી શરીરમાં ઘણાંબધાં કાર્યો કરે છે અને શરીરનો કોઇ પણ ભાગ તેના સિવાય જીવંત રહી શકતો નથી. શરીરના અવયવોના સંચાલન માટે જે પોષણ અને ઓક્સિજનની જરૂર પડે છે તે તત્વો રકત કોષિકાઓ દ્વારા પૂરાં પડે છે. શરીરના બિનઉપયોગી કચરાને રક્ત ખાસ અવયવો મારફત બહાર ફેંકવામાં મદદરૂપ બને છે. અથવા તો તવાં તત્વોને નિરૂપદ્રવી પદાર્થોમાં ફેરવી નાખે છે. શરીરમાં પ્રવેશતા જીવાણુઓનો પણ રકત પ્રતિકાર કરે છે.

પ્રત્યેક વ્યક્તિના કદ અને સ્થિતિ-સંજોગોના આધારે પ્રત્યેક મનુષ્યમાં રકતનો જથ્થો રહેલો હોય છે. ૭૩ કિલો વજન ધરાવતી પુખ્ય વયની વ્યક્તિમાં ૪.૭ લીટર રકત હોય છે. ૩૬ કિલો વજનવાળા બાળકમાં આનો લગભગ અર્ઘો જથ્થો રકતનો હોય છે. ૪ કિલો વજનવાળા બાળકના શરીરમાં ફકત ૩૦૦ મિલીલીટર રકત હોય છે. ઉચ્ચ પ્રદેશોમાં રહેતા મનુષ્યોમાં મેદાન વિસ્તારમાં રહેતા લોકો કરતાં લગભગ ૧.૯ લીટર રકત વધુ હોય છે. તેથી શારીરિક જરૂરત પ્રમાણે વધુ રકત વધુ ઓકિસજન ગ્રહણ કરી શકે છે. આખા શરીરમાં રકતનો સંચર હૃદય દ્વારા થાય છે. હૃદયમાંથી ધમનીઓ દ્વારા રકત શરીરમાં વાહે છે અને નસો દ્વારા હૃદયમાં પાછું ફરે છે. હૃદય સાથે જોડાયેલી મોટી ધમનીઓ રકતનો નાનીનાની રકતકોષિકાઓ સુધી લઇ જાય છે. આ રકતકોષિકાઓમાં અતિસૂક્ષ્મ, વાળ જેટલી બારીક નસ કેપિલરી તરીકે ઓળખાય છે. રકતમાં તેમજ શરીરના કોષોમાં ઓક્સિજન, પોષણ તેમજ બિનઉપયોગી તત્વની આપલે આ અતિસૂક્ષ્મ કેપિલરીની દીવાલો દ્વારા થાય છે. આ સૂક્ષ્મ કેપિલરી દ્વારા રકત મોટી નસોમાં અને છેવટે સૌથી મોટી નસ દ્વારા હૃદયમાં દાખલ થાય છે. રકતને ગતિશીલ રાખવામાં બીજા અવયવો પણ કાર્ય કરે છે. જેમકે ફેફસાં, જેના દ્વારા રકતને ઓકિસજન મળે છે અને કાર્બન ડાર્યોકસાઇડનું નિષ્કાસન થાય છે. કીડની રકતને ઝેરી તત્વોથી બચાવે છે તેમજ રકતના પ્રવાહી રૂપને મીઠાના જથ્થાને નિયમિત રાખે છે. લીવર તેમજ આંતરડાં રક્તને પોષણ પુરૂં પાડે છે. રકતના ચાર મુખ્ય વિભાગો છે: રુધિરરસ, રકતકણ, શ્ર્વેતકણ અને ત્રાકકણ. આમાંના છેલ્લા ત્રણ વિભાગોને ચોકકસ આકાર હોવાને કારણે તેને ફોર્મ્ડ એલિમેન્ટ્સ કહેવામાં આવે છે. લોહીના રકતકણ અને શ્ર્વેતકણ ઘણીવાર ‘કોર્પકલ્સ’ તરીકે ઓળખાય છે.

રુધિરરસ: લોહીના પ્રવાહી હિસ્સાને રુધિરરસ કહેવામાં આવે છે. આ પીળાશ પડતું પ્રવાહી સમગ્ર લોહીના જથ્થાના લગભગ ૫૫થી ૬૫% હોય છે. રકતકણ, શ્ર્વેતકણ અને ત્રાકકણ ઘન પદાર્થો હોઇ રુધિરરસમાં તરતા રહે છે. રૂધિરરસમાં મહદ્ અંશે પાણી હોય છે. આમ છતાં, તેમાં અસંખ્ય બીજા પદાર્થો હોય છે. જેવા કે પ્રોટીન, પાચન થયેલ ખોરાક, બિન ઉપયોગી તત્વો.

આવ્યુમીન, ફાઈબ્રીનોજન અને ગ્લોબ્યુલીનએ રુધિરરસનાં મુખ્ય પ્રોટીન તત્વો છે. આલ્યુમીન રકત-કોપિકાઓમાં રુધિરરસને જાળવવામાં મદદ કરે છે. જ્યારે આબુમીનનું પ્રમાણ ઘટે છે ત્યારે ધિરરસનું પ્રવાહી આજુબાજુના સેન્દ્રિય પદાર્થમાં ઘુસી જાય છે, જેના પરિણામે સોજો ઉત્પન્ન થાય છે. ફાઈબીનોજન લોહીનો ગઠ્ઠો બનાવવાનું મહત્ત્વનું કાર્ય કરે છે, જે પ્રક્રિયા દ્વારા ઘા ઉપર લોહી થીજી જાય છે. ગ્લોબ્યુલીન પ્રોટીન, ખાસ કરીને ગામાં ગ્લોબ્યુલીન, રોગોના ચેપનો પ્રતિકાર કરે છે. આ પ્રોટીનની ઊણપ જે ‘અંગોમાં ગ્લોબ્યુલીનેમિયા’ તરીકે ઓળખાય છે. તે વારંવાર ગંભીર ચેપી રોગો ઉત્પન્ન કરે છે. પાચન થયેલો ખોરાક આંતરડા દ્વારા રુધિરરસમાં આવે છે. રક્ત દ્વારા આવો ખોરાક રક્ત-કોશિકાઓમાં જાય છે અને આ પ્રકિયાધારા શક્તિ અને નવા સેન્દ્રિય પદાર્થો બને છે. બિનઉપયોગી તત્ત્વો રક્તકોષોમાંથી લોહી દ્વારા ખેચાઈ જાય છે. યુરિયા અને એમોનિયા જેવા કેટલાય બિનજરૂરી પદાર્થો રધિરરસમાં હોય છે અને ધિરરસમાંથી આવા પદાર્થોનો નિકાલ કીડની અને લીવર દ્વારા થાય છે. કોષિકા દ્વારા ઉત્પન્ન થયેલ બાયકાર્બોનેટ કણો જ કાર્બનડાયોક્સાઈડનું રૂપાંતર કરે છે. તે ધિરરસ ફેફસાંમાં રહેલ સૂક્ષ્મ નળીઓમાં પહોંચાડે છે, જ્યાં બાયકાર્બોનેટ કણો પાછા કાર્બન ડાયોક્સાઈડમાં બદલાઈ જાય છે. આ કાર્બન ડાયોક્સાઈડ સૂમનળીઓની દીવાલ મારફત ફેફસાંમાં દાખલ થાય છે અને ત્યાંથી શ્વાસ દ્વારા શરીર બહાર ફેંકાઈ જાય છે. રુધિરરસની અંદર ઘણી જાતના પીગળેલા વાયુઓ તેમજ ખનિજતત્ત્વો હોય છે. આ ઉપરાંત તે હોર્મોન્સ તરીકે જાણીતા રાસાયણિક દ્રવ્યોને શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી લઈ જવાનું કાર્ય કરે છે. રક્તકણો: આકૃતિજન્ય તત્ત્વોમાં અતિ સંખ્યા ધરાવતું તત્ત્વરક્તકણો છે, જે એરીથ્રોસાઈટતરીકે પણ ઓળખાય છે. લોહીના પ્રત્યેક માઈક્રોલીટર જથ્થામાં ૪૦ થી ૬૦ લાખ રક્તકણો છે. રક્તના પ્રવાહમાં રક્તકણો અવિરત પરિભ્રમણ કર્યા કરે છે. આ રક્તકણોનું મુખ્ય કાર્યફેફસાંમાંથી ઑક્સિજન સેન્દ્રિય પદાર્થોને પહોંચાડવાનું તેમજ સેન્દ્રિય પદાર્થોમાંથી કાર્બન ડાયોક્સાઈડ ખેંચી ફેફસાંમાં પહોંચાડવાનું છે.

કસંરચના અને કામગીરી: પરિપક્વ રક્તકણ છેદ વગરની નાની કેકના આકારના હોય છે. રક્તકણો સપાટ ગોળાકાર તકતી જેવા, જાડી અને વાળેલી બાજુવાળા તથા પાતળા અને ખાંચાવાળા કેન્દ્રવાળા હોય છે. મોટા ભાગના રક્તકણોમાં એક મધ્યસ્થ સંરચના હોય છે, જે ન્યુક્લીયસ તરીકે ઓળખાય છે અને આ ન્યુક્લીયસ રક્તકણોની ઘણી બધી કાર્યવાહીને નિયંત્રણમાં રાખે છે. પરંતુ પરિપક્વ રક્તકણને આ ન્યુક્લીયસ હોતું નથી. આના ત્રણ આધારભૂત વિભાગો છે: (૧) કોપની

અંતર્વચા (૨) હિમોગ્લોબીન અને (૩) રાસાયણિકદ્રવ્યોનો સમૂહ.

રક્તકણોની અંતર્વચા એક આવરણ જેવું કામ કરે છે, તેથી હિમોગ્લોબીન તથા અન્ય પદાર્થો કોપિકામાં સચવાય છે. આ અંતર્વચા ઘણી નરમ અને લચકવાળી હોય છે. રક્તકણોનો વ્યાસ લગભગ ૭ માઈક્રોન જેટલો હોય છે, પરંતુ આ રક્તકણો એટલા નરમ અને વળી શકે તેવા હોય છે કે ૧ અથવા ૨ માઈક્રોન વ્યાસ ધરાવતી સૂક્ષ્મતમ નળીઓમાંથી પણ તે પસાર થઈ જાય છે. એક માઈક્રોન=મીલીમીટરનો ૦:૧૦૦૦મો ભાગ અથવા એક માઈક્રોન=૦-૦૦૦૦૩૯ ઈંચ

રકતકણોને જે પદાર્થ લાલ રંગ આપે છે તે છે હિમોગ્લોબીન. આ પદાર્થ રક્તકણોમાં ઑક્સિજન તથા ઘણા ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રસારણ શક્ય બનાવે છે. હિમોગ્લોબીન બે તત્ત્વોનું બનેલું હોય છે. એક જટિલ સંરચનાવાળું હિમ’. જેમાં લોહતત્ત્વ હોય છે અને બીજું ગ્લોબીન’, જે પ્રોટીન છે. ફેફસાંમાં ઑક્સિજનના પરમાણુ સુક્ષ્મ નળીઓની દીવાલ મારફત રક્તમાં દાખલ થાય છે. આ પરમાણુઓ હિમોગ્લોબીનના લોહતત્ત્વ સાથે શિથિલ અવસ્થામાં જોડાય છે. ઑક્સિજનયુક્ત હિમોગ્લોબીન ઑક્સી- હિમોગ્લોબીન’ તરીકે ઓળખાય છે.

ઑક્સિજનયુક્ત હિમોગ્લોબીન ધરાવતા રક્તકણો ફેફસાંમાંથી હૃદયમાં જાય છે. ત્યાંથી તે સૂક્ષ્મ નળીઓ દ્વારા આખા શરીરમાં ભ્રમણ કરે છે. સૂમ નળીઓની દીવાલ મારફત ઑક્સિજન સેન્દ્રિય પદાર્થોમાં પ્રવેશે છે. શરીરના કોષોમાં રહેલ કાર્બન ડાયોક્સાઈડ લોહીમાં આવી જાય છે અને હિમોગ્લોબીનમાં રહેલ ગ્લોબીન સાથે ભળી જાય છે. કાર્બન ડાયોક્સાઈડવાળા રક્તકણો હૃદયમાં પાછા ફરે છે, જ્યાંથી તેમને પમ્પ દ્વારા ફેફસાંમાં મોકલવામાં આવે છે. ફેફસાંમાં હિમોગ્લોબીન કાર્બન ડાયોક્સાઈડને મુક્ત કરે છે, જે ઉચ્છવાસ દ્વારા બહાર ફેંકાઈ જાય છે અને શ્વાસ મારફત અંદર આવેલ ઓકિસજનનો નવો જથ્થો હિમોગ્લોબીન ઉપાડી લે છે. રકતના લાલ કણોમાં રહેલ  રસાયણો રકતકણને તાકાત આપે છે. તેમજ તેમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આમાંના ઘણા રસાયણો એન્ઝાઇમ્સ છે. રકતકણોમાં થતી જરૂરી રાસાયણિક ક્રિયાઓ માટે એન્ઝાઇમ્સ ઉપયોગી છે, કેમ કે તેના આભાવમાં આ ક્રિયાઓ કાં તો બહુ જ ધીમી ગતિથી થાય છે અથવા બિલકુલ થતી નથી.

abtak special Blood knowledge national news
Share. Facebook Twitter WhatsApp
Previous Articleકોરોનાનો ઉદ્દભવ ક્યાંથી, કેમ થયો હતો ?? વાંચો, શું કહ્યું WHOની ટીમે
Next Article વર્તમાન પરિસ્થિતિના બે ભયાનક દુશ્મનો ‘સ્ટ્રેસ’ અને ‘ડિપ્રેશન’
Abtak Media
  • Website

Related Posts

ચંદ્ર પરની રાતે ISROની આશાઓ તોડી નાખી…

03/10/2023

કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ

03/10/2023

દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા

03/10/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

03/10/2023

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

03/10/2023

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

03/10/2023

એ.એસ.આઇ.ના પુત્ર સહિત બે શખ્સોને રૂ.13 લાખનું એમ.ડી ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈથી પકડાયો

03/10/2023

પ્રદ્યુમનપાર્ક ઝૂમાં પ્રકૃત્તિ સમિપતાનો લાખેણો લ્હાવો

03/10/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.