Abtak Media Google News

ઉપલેટા શહેરની પ્રજાને ઢોરના ત્રાસથી મુક્તિ ક્યારે ?

ગોંડલ સ્ટેટનું ઉપલેટા શહેર ગોંડલ રાજવી સર ભગવતસિંહજી દ્વારા એક નમુનેદાર શહેર રોડ,રસ્તા,ગલીઓ,ફુટપાથ ગટર બધી વ્યવસ્થા ખુબ જ સુંદર છે.ઉપલેટા નગરપાલીકા દ્વારા દરેક રોડ ને ડામરથી મઢવામાં આવેલ છે. બધી કામગીરી સારી છે પરંતુ પ્રજા પરેશાન છે ઉપલેટા શહેરને બે સવાલો ઘણા સમયથી મુંજવે છે.પ્રથમ ઉપલેટા શહેરને પીવા માટે મોજ ડેમ તેમજ વેણુ ડેમમાંથી પાણી આપવામાં આવે છે.ઉપલેટા શહેરમાં પાણીની રેલમછેલ છે પરંતુ ડેમમાંથી સીધુ પાણી નળ વાટે આવે છે.ઉપલેટા શહેરમાં સરકાર દ્વારા કરોડો રુપીયાના ખર્ચે બે અધ્યતન ફીલ્ટર પ્લાન તૈયાર કરેલ છે.

આ ફીલ્ટર પ્લાન તૈયાર થઇ ગયે એક દસકાથી આશરે પંદર વર્ષ પહેલાથી થઇ ગયેલ છે.ઉપલેટા શહેરના માજી નગરસેવકે ઘણી વખત આ પ્રશ્ન ઉઠાવેલ પ્રજાને ફીલ્ટર કરેલું પાણી આપો પરંતુ છેલ્લા પંદર વર્ષથી ભાજપનું શાસન છે.તંત્ર ઘોર નિંદ્રામાં છે. સતાધીશોના કાને વાત પહોંચતી નથી. સરકારના કરોડો રુપીયા ખર્ચીને બનેલા બન્ને ફીલ્ટર પ્લાન બંધ છે.

બીજી વાત ઉપલેટા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, રખડતા ઢોરના ત્રાસને કારણે ઉપલેટા શહેરમાં બે થી ત્રણ માણસોનાં ઢોરના મારવાના કારણે મોત થયેલ છે.  ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો જેવા કે ગાંધી ચોક,અશ્વીન સિનેમા ચોક,દ્વારકાધીશ સોસાયટી,નાગનાથ ચોક,નેશનલ હાઇવે, બસ સ્ટેન્ડ ચોક વગેરે વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ છે.

ઉપલેટા શહેરમાં ૩૦૦ થી ૪૦૦ ખુંટ આખલા શહેરને ઘમરોળી રહેલ છે.ઘણી રાહદારી રેકડી લારી ગલ્લાવાળાઓ આ ઢોરના નીશાન બને છે.મોટી ઉંમરના લોકો ચાલીને નીકળી શક્તા નથી ટ્રાફિકને અડચણ આવી ગંભીર મુશ્કેલીનો ઘણા સમયથી ઉપલેટા શહેરની પ્રજા સહન કરી રહેલ છે.

નગરપાલીકાના સતાધીશોને આ કામ કરવામાં શેનો વાંધો છે ? તે ખબર પડતી નથી.આ બન્ને પ્રશ્નોનો જો પંદર દિવસની અંદર ઉકેલ નહી આવે તો આની સામે ઉપલેટા શહેર શહેરની તમામ સંસ્થાઓજાગૃત નાગરિકો, આગેવાનોને સાથે રાખીને ઉપલેટાના માજી નગરસેવક આઇ.ડી.જાડેજા દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગેઅને જરુર પડ્યે જલદ આંદોલન જેવાકે નગરપાલીકા કચેરીને તાળાબંધી, ગામ બંધ,રસ્તા રોકો આંદોલન કરતા પણ અચકાશે નહી.આંદોલનમાં જોડાવવા માટે સહયોગ આપવા માંગતા હોય તે ઉપલેટાના માજી નગરસેવક આઇ.ડી.જાડેજાનો સંપર્ક કરે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.