Abtak Media Google News

હિતેશ રાવલ, સાબરકાંઠા:

Advertisement

ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હતી, જેના પગલે આજે વહેલી સવારથી રાજ્યના ઘણાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. સૌરાષ્ટ-ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા ઠંડુગાર થઈ ગયું છે. અંદાજે 45 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ અચાનક શિયાળાની ઋતુમાં ચોમાસાનું આગમન થતાં જગતનો તાત ચિંતિત બન્યો છે. જીરું, દિવેલા, મગફળી, કપાસ, તુવેર જેવા શિયાળુ પાકમાં મોટુ નુકસાન થતાં ખેડુતને પડતાં પર પાટું લાગ્યું છે.

શિયાળાની ઋતુંમાં અચાનક ભારે પવન અને વરસાદ સાથે ચોમાસાનું આગમન થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માંડ માંડ ખેડૂતોનો શિયાળું પાક ત્યાર થવાની આરે છે. ત્યારે શિયાળુ પાકમાં જીરું, દિવેલા, મગફળી, કપાસ, તુવેર જેવા પાકને ભારે નુકસાન પહોચ્યું છે. શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે અચાનક ભારે પવન સાથે મેધરાજાએ એન્ટ્રી કરતા માર્કેટ યાર્ડ અને ખેડૂતોએ નીકાળેલા પાક પર વરસાદી પાણી ફરી વળતાં ખેતરમાં કાળી મજુરી કરી પકવેલા પાક પર પાણી ફરી વળતાં ખેડૂતો પર કાળી ચિંતાના વાદળો ઘેરાયા છે.

અચાનક મેધરાજાનાં વધામણાંને લઈ શહેરમાં લારી-પાથરણાં વાળને ધરે આરામ કરવાનો મોકો મળ્યો હતો ત્યારે શહેરનાં રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળતાં શિયાળાની ઋતુમાં ચોમાસાનો માહોલ જામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.