Abtak Media Google News

એક વ્યક્તિ સદા વિચારોના વમળમાં વિંટળાયા કરે અટવાયા કરે. ભગવાનનાં અનંત નામોમાંથી ક્યું નામ શ્રેષ્ઠ ? કોઇ ભોલેનાથ કહી પુકારે, કોઇ ઉમાપતિ ઉચ્ચારે, કોઇ નારાયણ-નારાયણનો મંત્ર જાપ કરે, કોઇ શક્તિ ઉપાસના વખાણે. કોઇ સાકારને સ્વીકારે, કોઇ નિરાકાર માને અનેક જ્ઞાની-અજ્ઞાનીને પ્રશ્ન પૂછ્યો, પણ મનડું માને નહિં, ચિંતડુ ચોટે નહિં, એના મનમાં એક જ રટણ હતું, જે નામ સર્વ શ્રેષ્ઠ હોય તેનું જ શરણું સ્વીકા‚, વળી કોઇ કહેતુ રામ-નામ શ્રેષ્ઠ છે, તો કોઇ કહેતું “કૃષ્ણ નામ બડો કલ્યાણકારી છે. કોઇ ગણેશ કહેતું, તો કોઇ અન્ય નામ વદતું.

એ વ્યક્તિનો ચિતનો ચરખો ચાલ્યા જ કરે. કેમેય સ્થિર ન થાય. શું કરવું ? શું ન કરવું ? કોનું ગામ લેવું કોનું ન લેવું ? એ વ્યક્તિ વિચારમાં ને વિચારમાં વલોવાઇ ગઇ, એની સ્વસ્થતા ખાડે ગઇ, મતિ મુરઝાઇ ગઇ, ન થવાનું થાય, એવો સંતાપ વર્તાય. દરેકે પોતાનો કક્કો ઘુંટ્યો, એનાથી ન કહેવાય ન સહેવાય, સાચો રાહબર ન દેખાય તો આમને આમ જ બધાના જીવ વલોવાય, અટવાય અને એનાંથી જ અંધશ્રધ્ધા ફેલાય. બધાય પોત પોતાના ખીલે બાંધે એ બહાને કોઇ માલ મલીદા ખાય.

એક દિવસ એના ગામમાં એક સાચા જ્ઞાની પધાર્યા. પોતાના પ્રશ્નનું સમાધાન કરવા પોતાને ઘેર પધારવા, તેણે જ્ઞાનીને આગ્રહ ભર્યું આમંત્રણ આપ્યું. સ્વામીજીની સારી પેઠે સેવા કરી, અને નમ્રભાવે કહ્યું “સ્વામીજી આપ સાચા જ્ઞાની છો, આપના આગમનથી હું કૃતાર્થ મને એક પ્રશ્ન મુંઝવી રહ્યો છે, કેમે કરી મન સમાધાન નથી કરતું, આને કારણે મારી બુધ્ધિ બેર મારી ગઇ છે, મતિ મુંઝાઇ ગઇ છે, મારે ઇષ્ટના ખોળે જવું છે, પરંતુ ક્યા ઇષ્ટ સર્વશ્રેષ્ઠ ? એ નથી સમજાતું કોનું શરણ લઉ? ક્યા નામનો જાપ ક‚ં ? કંઇ નથી કળાતું સ્વામીજી આપ મારા આ તમસને ટાળો અને આતમને અજવાળો. સૌથી શ્રેષ્ઠ ? સ્વામીજીએ સઆશ્ર્ચર્ય પૂછ્યું જી મહારાજ, મંદ મંદ મુસ્કુરાતા વિદ્વાન મહારાજ વઘ્યા.

“બેટા આપણે એમ કરીએ તો આપણે સામે કિનારે જઇએ અને મસ્તીથી વાતો કરીએ તું નાવ મંગાવ. વ્યક્તિએ તુરંત હોડીવાળાને બોલાવ્યો, સ્વામીજી કહે, આ હોડી સારી નથી બીજી મંગાવ, પેલાએ બીજી મંગાવી, સ્વામીજી હોડી જોઇ ઉહું કરતા જાય, પેલો અલગ-અલગ હોડી મંગાવતો જાય, પરંતુ સ્વામીજીએ એક પણ હોડી પસંદ ન કરી તે ન જ કરી. અંતે થાકી, હારી અકડાઇ પેલી વ્યક્તિએ કહ્યું, “કમાલ છે ? આપણે તો સામે પાર જવું છે, પછી ગમે તે હોડી, એમાં બેસીને નદી પાર તો જવાયને ? ગમે તે હોડી હોય તે સામે પાર તો લઇ જાયને?

મંદ મંદ હસતા મહાત્માએ કહ્યું “તારા પ્રશ્નનો જવાબ તો તારી પાસે જ છે.

વ્યક્તિ વિચારમાં પડ્યો.. ત્યારે વહાલથી સમજાવતા વિદ્વાન સ્વામીજી વઘ્યા, “બેટા ભગવાનના ગમે તે નામમાંથી કોઇ પણ એક નામને શુધ્ધ ભાવ અને શ્રધ્ધાથી અવિરત જપે, તો તે તને અવશ્ય સંસાર‚પી સાગરની પેલે પાર પહોંચાડી દેશે, પછી નામનું શું મહત્વ.

પ્રભુના તો બધા નામ પરમ કલ્યાણકારી હોય છે.

વ્યક્તિનો સંશય ટપી ગયો

અને સાચો રસ્તો મળી ગયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.