Abtak Media Google News

ખાંડની સરખામણીએ મધ આરોગ્યની દ્રષ્ટિએ વધુ સારુ છે. વજન ઘટાડવા માટે પણ ડાયેટ ચાર્ટમાં મધ ઉમેરવાની ડોક્ટરો સલાહ આપતા હોય છે. જે માટે બજારમાં મળતુ રેગ્યુલર મધનો ઉપયોગ કરતા હોય છે. તો કેટલાક લોકો તો મધનો ઉપયોગ કરે છે. મધમાખીના પુડામાંથી સીધુ જ કાઢવામાં આવતુ મધ રો મધ કહેવામાં આવે છે. તેમાં કોઇ જાતની બીજી પ્રક્રિયા કરવામાં આવતી નથી માટે જ તે શુદ્વ ગણવામાં આવે છે.

જ્યારે રેગ્યુલર મધમાં અનેક પ્રકારની પ્રોસેસ કરવામાં આવે છે, તેને ગરમ કરી તેમાંથી પીસ્ટને દૂર કરવામાં આવે છે. જેથી મધ વધુ સમય તાજુ રહે છે. પરંતુ તેને કારણે તેના ફાયદા નહિવત થઇ જાય છે.

માટે રો મધમાં વધુ પોષક તત્વો હોય છે. જેમાં ૨૨ પ્રકારના એમિનો એસિડ અને ૩૧ પ્રકારના મિનરલ્સ હોય છે. આ સાથે જ તેમાં ૩૦ પ્રકારના એન્ટીબાયોટિક્સ પણ હોય છે. જેને કારણે હદ્ય અને કેન્સર સંબંધી ગંભીર બિમારીઓથી મધ શરીરની રક્ષા કરે છે. જ્યારે ફિલ્ટર પ્રોસેસમાં ઘણાં પોષકત્વો પણ સાથે જ નાશ પામે છે. અને અભ્યાસમાં પણ જોવા મળ્યું હતું કે, રેગ્યુલર મધ કરતા રો મધમાં ૪.૩ ગણુ વધુ એન્ટિઓકિસ્ટડેન્ટ જોવા મળે છે. જો તમે ખાંડથી દૂર રહેવા મધનો ઉપયોગ કરતા હોય તો રેગ્યુલરને બદલે રો મધનું સેવન વધુ હિતાવહ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.