દીપિકા શાહરુખની જોડી કઈ નવી ફિલ્મ લાવી રહી છે ?

બોલિવૂડના બાદશાહ કહેવામાં આવતા એવા શાહરુખ ખાને ઘણી બધા અભિનેતા અને અભિનેત્રીઓનું બોલીવુડમાં આગમન કરાવ્યું છે .તેમાંની એક છે દીપિકા પાદૂકોણ .દીપિકા પાદૂકોણ અને શાહરૂખ ખાનની પ્રથમ ફિલ્મ ‘ઓમ શાંતી ઓમ’ બોલિવૂડમાં ખૂબ જ ધૂમ મચાવી દીધી હતી.

આ જોડીએ 3 ફિલ્મો સાથે કરી છે જે ચાહકો દ્વારા સુપરહિટ કહેવામાં આવી છે. આ ત્રણ ફિલ્મોમાં , ‘ઓમ શાંતી ઓમ , હેપી ન્યૂયર,ચેન્નાઈ એક્સપ્રેસનો ‘ સમાવેશ થાય છે.

આ જોડી ફરી રૂપેરી પડદે જોવા મળશે.ફિલ્મ ‘પઠાણ’નું શુટીંગ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે જેમાં ફેઈમ હીરો તરીકે શાહરુખ ખાન ફેઈમ હિરોઈન તરીકે દીપિકા પાદુકોણ અને ખલનાયક તરીકે જોન ઈબ્રાહીમ જોવા મળશે.લોકો આ ફિલ્મ માટે ખૂબ જ આતુર છે .શુ લોકોને તેમની આતુરતા મુજબનું પરિણામ જોવા મળશે ?