મહાપાલિકાના વિજીલન્સ પીઆઇની જગ્યાને અપગ્રેડ કરતી રાજ્ય સરકાર

rmc | rajkot
rmc | rajkot

વિજીલન્સ પીઆઇની જગ્યાને ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે અપગ્રેડ કરવામાં આવી

રાજકોટ મહાનગરપાલિકાની સુરક્ષા અધિકારી(પોલીસ ઇન્સ્પેકટર કેડર) વર્ગ-૨ની જગ્યાને ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ વર્ગ-૧ માં અપગ્રેડ કરવામાં આવીછે

રાજકોટ મહાપાલિકા હસ્તકના બિલ્ડીંગો, કચેરી, માલમિલકતની જાળવણી ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કોઠારીયા ગામ અને વાવડી ગામ ભળતા ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં જુદાજુદા સમયે હાથ ધરવામાં આવતા ઓપરેશન, ટી.પી. રસ્તા ઉપરના દબાણો, અનામત પ્લોટ પરના દબાણો દુર કરવા, વગેરે જેવી કામગીરીનું પ્રમાણ વધેલ છે. જેથી આ બધી કામગીરી સાથે મહાનગરપાલિકા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સુરક્ષા અધિકારી (પોલીસ ઇન્સ્પેકટર કેડર) વર્ગ-૨ની (પગાર-ધોરણ, છટ્ઠાપગાર પંચ મુજબ રૂ. ૯૩૦૦-૩૪૮૦૦(૪૬૦૦) અને સાતમાં પગાર પંચ મુજબ લેવલ-૮, રૂ. ૪૪૯૦૦-૧૪૨૪૦૦) જગ્યાને ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ વર્ગ-૧, (પગાર-ધોરણ, છટ્ઠાપગાર પંચ મુજબ રૂ. ૧૫૬૦૦-૩૯૧૦૦, ગ્રેડ પે રૂ. ૫૪૦૦ અને સાતમાં પગાર પંચ મુજબ લેવલ-૧૦, રૂ. ૫૬૧૦૦-૧૭૭૫૦૦) માં અપગ્રેડ કરવા તથા આ જગ્યા ગૃહ વિભાગ દ્વારા ડેપ્યુટેશનથી ભરવા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ પત્ર દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરી હતી, જે બાબત સરકારની વિચારણા હેઠળ હતી.

ઉપરોક્ત બાબતે પોલીસ ઇન્સ્પેકટર, વર્ગ-૨ ની જગ્યાને ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસમાં અપગ્રેડ કરવાની બાબતે કાળજીપૂર્વકની વિચારણાને અંતે મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ મહાનગરપાલિકાના સુરક્ષા અધિકારી(પોલીસ ઇન્સ્પેકટર કેડર) વર્ગ-૨ની જગ્યાને ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ વર્ગ-૧ છટ્ઠાપગાર પંચ મુજબ પગાર-ધોરણ રૂ. ૧૫૬૦૦-૩૯૧૦૦, ગ્રેડ પે રૂ. ૫૪૦૦ અને સાતમાં પગાર પંચ મુજબ લેવેલ-૧૦, રૂ. ૫૪૧૦૦-૧૭૭૫૦૦ માં અપગ્રેડ કરવાની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે છે.