Abtak Media Google News

કેમીકલ તેમજ ડોમેસ્ટિક વેસ્ટ ઠલવાતા નદીઓમાં પાણી કરતાં કચરાનું પ્રમાણ વઘ્યું

ગુજરાતની નદીઓ પ્રદુષણને કારણે મૃત થઇ રહી છે. ખુબ જ મોટા પ્રમાણમાં ઠલવાતો પ્રદુષિત કચરો ગુજરાતની નદીઓને વિપરીત અસર કરી રહ્યો છે. ર૦ સપ્ટેમ્બરે આ અંગે નેશનલ નન ટ્રીબ્યુનલ દ્વારા આ ચિંતા વ્યકત કરવામાં આવી છે. ગુજરાત સહીત અન્ય રાજયોમાં પણ ડોમેસ્કિ વેસ્ટ નદીમાં ઠાલવવામાં આવે છે જેને લઇ નદીઓ વધુ પ્રદુષિત થઇ રહી છે.

Advertisement

એમજીટીએ સેન્ટર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને એક રીપોર્ટ સુપ્રત કર્યો છે જેમાં પાંચ રાજયો મહારાષ્ટ્ર, આસામ, ગુજરાત, કેરાલા, અને મઘ્યપદેશમાં ૩૫૧ પ્રદુષિત નદીઓ નદીઓ છે જેમાં કેમીકલ વેસ્ટ તેમજ ડોમેસ્ટિક વેસ્ટ ડામવવામાં આવે છે.

જેના કારણે કાં તો નદીનું પાણી પ્રદુષિત થાય છે કે પછી નદીમાં પોતાની જગ્યાએ કચરો વધારે જોવા મળે છે. ગુજરાતમાં જેતપુર અને સારણ ગામ પાસે આવેલી ભાદર નદી સમગ્ર દેશમાં વધુ પ્રદુષિત નદી હોવાના રીપોર્ટ છે. જયારે ગુજરાતના જ વૌઠા પાસેથી પસાર થતી સાબરમતિ નદી પણ પ્રદુષિત નદીમાંની એક છે આ નદીઓના પાણીમાં બાયોલોજીકલ ઓકસીઝન ડીમાન્ડનું પ્રમાણ ખુબ જ ઓછું છે આ પરિસ્થિતિ પ્રદુષણને આભારી છે.

આ અંગે વધુ જણાવતા પર્યાવરણ મિત્રના મહેશ પંડયાએ કહ્યું કે સીપીસીબી ના જણાવ્યા પ્રમાણે પર્યાવરણના કાયદા અનુસાર રેગ્યુલેટ વેસ્ટ મેનેજમેન્ટ અને પ્રોટેકટ વોટર કવોલીટી કામ કરતું નથ હાલ અંકલેશ્વર પાસે આવેલી અમરખાડી સૌથી વધારે પોલ્યુટેડ છે કેમ કે અંકલેશ્વરમાં મોટા પ્રમાણમાં કેમીકલ ફેકટરીઓ આવેલી છે અને તે તેનો વેસ્ટ નદીમાં ઠાલવે છે.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી માસ યુનિયન ઓન વાયમેન્ટ મિનિસ્ટરે લોકસભામાં આ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. કે નદીઓના શુઘ્ધિકરણ માટે ૨૦૧૫૨ કરોડ રૂપીયા ખર્ચવામાં આવે છે આમ છતાં પ્રદુષણમાં ઘટાડો શા માટે થતો નથી જો અંગે જનતા જ સજાગ થાય તો પ્રદુષણનો પ્રશ્ન દુર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.