Abtak Media Google News

International Labour Day દર વર્ષે 1 મેના રોજ વિશ્વભરના કામદારોના સન્માનમાં ઉજવવામાં આવે છે. જેને મજૂર દિવસ, મે દિવસ, જેવા નામથી ઓળખાય છે. કોઈપણ દેશના વિકાસમાં દેશના કામદારોનું સૌથી મોટું યોગદાન હોય છે. આવી સ્થિતિમાં, આ દિવસ તેમના હકો માટે લડવાનું, તેમના માટે આદર રાખવા અને તેમના અધિકારોનો અવાજ ઉઠાવવાનો પ્રતીક છે. મજૂર દિવસની શરૂઆત કેવી રીતે થઈ, તેનું મહત્વ અને ઇતિહાસ વિશે થોડી માહિતી મેળવ્યે.

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસનો ઇતિહાસ

1 મે 1886 ના રોજ અમેરિકામાં એક આંદોલન શરૂ થયું. પહેલાં અહીં મજૂરો રોજ 15 કલાક કામ કરતા હતા. તેની સામે, 1 મે, 1886 ના દિવસે, ઘણા મજૂરો અમેરિકાના રસ્તાઓ પર ઉતર્યા અને તેમના હક માટે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. તે દરમિયાન પોલીસે કેટલાક મજૂરો પર ફાયરિંગ કર્યું હતું. જેમાં 100 થી વધુ ઘાયલ થયા હતા જ્યારે અનેક મજૂરોએ જીવ ગુમાવ્યો હતો. આને ધ્યાનમાં રાખીને, 1889માં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદની બીજી બેઠક દરમિયાન, 1 મેના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. તે જ સમયે, તમામ કામદારોએ આ દિવસે રજા લેવાનો અને 8 કલાકથી વધુ કામ ન કરવાના નિર્ણયને પણ મંજૂરી આપી દેવામાં આવી હતી.

World
ભારતમાં મજૂર દિવસની શરૂઆત કેવી રીતે થઈ?

મજૂર દિનની ઉજવણીની પરંપરા 1 મે 1923ના રોજ ચેન્નઇમાં હિન્દુસ્તાનના લેબર ફાર્મર્સ પાર્ટીની અધ્યક્ષતામાં શરૂ થઈ. આ દરમિયાન, ઘણી સંસ્થાઓ અને સામાજિક પક્ષોનો ટેકો મળ્યો. આ સમય દરમિયાન પહેલીવાર, કામદારો માટે લાલ રંગનો ધ્વજ અસ્તિત્વમાં આવ્યો. જે કામદારો ઉપર અત્યાચાર અને શોષણ સામે અવાજ ઉઠાવવાનું પ્રતીક છે.

મજૂર દિવસ પર ઘણી કલ્યાણકારી યોજનાઓ જાહેર કરવામાં આવે છે, આ સાથે વિવિધ કાર્યક્રમો પ્રસારિત થાય છે. સરકારી અને બિન-સરકારી સંસ્થાઓમાં ઉજવણીઓનું આયોજન કરવામાં આવે છે. જો કે, આ વખતે આ પ્રવૃત્તિ કોરોનાવાયરસ અને લોકડાઉનને કારણે શક્ય નથી.

આ દિવસનો હેતુ શું છે?

આ દિવસનો મુખ્ય હેતુ કામદારોની સિદ્ધિઓનું સન્માન કરવાનો છે. તેમના યોગદાનની ચર્ચા કરવા અને તેમના હક માટે પોતાનો અવાજ ઉઠાવવાનો છે, અને આ સાથે મજૂર સંગઠનને મજબુત બનાવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.