Abtak Media Google News

અત્યારે વિશ્વ આખું કોરોના મહામારીનો સામનો કરવા માટે લડી રહ્યું છે. આ સાથે હરેક દેશો પોતાની રીતે રસી બનાવની મથામણ કરી રહ્યું છે. જેમાં ભારત સૌથી વધુ સફળ થયું છે. ભારતમાં બનતી રસી વિશ્વના 84 દેશોમાં પોહ્ચાડવામાં આવી છે. એમાંથી અમુક દેશોતો એવા છે, જે ભારતથી રસી આવ્યા પછી જ રસીકરણ પ્રકિયા શરૂ થઈ હતી. રસી આવ્યા બાદ પણ અમુક દેશોમાં અત્યારે કોરોના સંક્ર્મણ વધ્યું છે.

ભારતે 84 દેશોને રસી આપી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું કે, ” ભારત રસીકરણમાં સફળ રહ્યું છે, વિશ્વમાં અત્યારે આપડા દેશની રસીની માંગ વધુ છે. આ સાથે ભારતે 84 દેશોમાં 6.45 કરોડ રસીના ડોઝ પુરા પાડ્યા છે. જેમાં માલદીવ, બાંગ્લાદેશ, અને નેપાળ સહિતના દેશો સામીલ છે. ભારતે 20 જાન્યુઆરીએ પ્રથમ ભૂટાનને 1.50 લાખ ડોઝ આપ્યા હતા. આ પછી, ભારતીય રસી લેનારા દેશોની સંખ્યા વધતી જ રહી.

 


દેશમાં રસીકરણને વેગ મળ્યો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધના ગ્રુપ ઓફ મંત્રી(GoM)ની 24મી બેઠકમાં કોરોનાની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. ANIના એહવાલ મુજબ કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું કે, ” આપડો મૃત્યુ દર સતત ઘટી રહ્યો છે. હાલમાં મૃત્યુ દર 1.28% છે. ભારતે કોરોના ટેસ્ટમાં 25 કરોડથી વધુ લોકોના ટેસ્ટ કર્યા છે. દેશમાં વેક્સીન લીધેલા લોકોની સંખ્યા 9.43 કરોડથી વધુની છે. જેમાં 89 લાખ લોકો હેલ્થ વિભાગના કર્મચારીઓ સામેલ છે. રસીના બીજા ડોઝમાં હેલ્થ વિભાગના 54 લાખ લોકોએ લાભ લીધો છે.”

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.